________________
સર્ગ–૧૪
૨૨૩
ઉત્પન્ન થયેલા હું મારા પુત્ર, તમારા ભાગ્યમાં તે રાજ્ય હોય, ત્યારે તમે તે ચારિત્ર ગ્રહણ કરી લીધું. આ પ્રમાણે મેહથી વિહુવલ થઈને બેલતી દેવકીને ભગવાને કહ્યુ - “દેવકી, તું
નહી. આ બધુ પૂર્વજન્મનું ફળ છે. જીવ પૂર્વજન્મમાં જેવું શુભ કાર્ય કરે છે, તેવું જ આ જન્મમાં તેને ફળ મળે છે. તે જન્માંતરમાં તારી શકયના સાત રત્ન લઈ લીધાં હતાં, તે તારી શોક્ય ક૯પાંત કરવા લાગી હતી. તારા પતિએ તેને સમજાવી ત્યારે તે તેને ફક્ત એક રત્ન પાછુ આપ્યું હતું. બાકીનાં છ રત્નો તેને આપ્યાં નહોતાં. તારી પાસે રાખ્યાં હતાં. તે કર્મને અનુસાર તારા છ પુત્રો હરાઈ ગયા અને એક પુત્ર (કૃષ્ણ) તારી પાસે રહ્યો.” આ પ્રમાણે ભગવાન નેમિનાથની વાણી સાંભળીને પોતાના કર્મને દોષ દેતી ઉદાસ બની ગયેલી દેવકી, પોતાના આવાસમાં આવી, અને પુત્રની ઈચ્છા કરતી રહી. તેટલામાં શ્રીકૃષ્ણ માતા દેવકીને પ્રણામ કરવા માટે આવ્યા. માતાનો ચહેરો ઉતરી ગયેલ જોઈને કૃષ્ણ પૂછયું - “માતા, મારા જે તને પુત્ર છે, છતાં તે દુઃખી કેમ લાગે છે?” ત્યારે દેવકીએ કહ્યું- “બેટા, મારા દુર્ભાગ્યની વાત તેની આગળ કરૂં? સાત સાત પુત્રોને જન્મ આપ્યા છતાં, એક પણ પુત્રને ખોળામાં ખેલાવ્યો નહી, રમાડો નહી, એને ધવડાવ્યા નહી. તારૂં પણ નંદ યશોદાને ત્યાં રાખીને પાલન કરાવ્યું. ત્યાં જ તને મોટો કર્યો. બાકી તારી પહેલાનાં છ પુત્રોને જન્મ થતાંની સાથે જ હરિણગમેથીદવે હરીને નાગસુલતાને ત્યાં મૂક્યા, અરે ત્યાં જ મોટા થયા. કંસના ભયથી એક પણ પુત્રને હું રમાડી શકી નહી. તે મારાથી વધારે નિપુણ્યા બીજી કઈ સ્ત્રી હોય ” પુત્રની અભિલાષિણી એવી માતાના દુઃખગર્ભિત વચન સાંભળીને કૃષ્ણ કહ્યું : “માતા, તું દુખી ના થા. તારી પુત્ર કામના હું અ૫સમયમાં પૂર્ણ કરીશ.” આ પ્રમાણે માતા દેવકીને સંતોષ આપીને કૃષ્ણ પૌષધશાલામાં ગયા. ત્યાં અઠ્ઠમ તપ કરી ઈન્દ્રના સેનાપતિ હરિણગમેષીદેવની વિધિપૂર્વક આરાધના કરતા ધ્યાનમાં સ્થિર રહ્યા. ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ પ્રસન્ન થયેલા હરિણગમેષીદેવે કૃષ્ણને કહ્યું - હે મહાનુભાવ, કયા કારણે મારી આરાધના કરી?” વિષ્ણુએ કહ્યું – “મારી માતા દેવકીને એક પુત્ર આપો.” ત્યારે દેવે કહ્યું – “પુત્ર તો આપીશ પરંતુ એ પુત્ર ભોગથી વિરકત થઈને, યૌવનવયમાં જ ચારિત્ર ગ્રહણ કરશે.” કૃષ્ણ કહ્યું -
ભલે, મારી માતાને તે બાલપુત્રને રમાડવાની ઈચ્છા છે.” “તથાસ્તુ” કહીને દેવ અદશ્ય થઈ ગયો. પ્રભાતે કૃષ્ણ માતા પાસે જઈ પ્રણામ કરી, શુભ સમાચાર આપીને, અઠ્ઠમનું પારણુ કર્યું. त्रिदशः कथयित्वेति, जगाम निजमास्पदं । स्वर्गाच्च्युत्वा ततो देवो, देवकीकुक्षिमाश्रयत् ॥ प्रासूत समये सापि, तं गजस्वप्नसूचितं । नाम्ना गजसुकुमालो, देवक्याकारि तेन सः ॥४६॥ क्षणं पाणौ क्षणं क्रोडे, क्षणं गीतैश्च चूंबनैः । देवकी लालयंती तं, कृतार्थं स्वममन्यत । दुर्लभो वल्लभो मातु-र्धातुः कल्पतरूपमः। आबाल्यादपि पुण्येना-भवत्सोऽप्याप यौवनं।४८॥ तदा प्रभावती कन्या, स्बर्द्वमस्य द्रुमेशितुः । पितृभ्यामुत्सवस्तस्य, भ्रातापि च विवाहिता ॥ सोमशर्मद्विजन्मस्त्री-क्षत्रियाकुक्षिसंभवां । पुनः सोमाभिधां कन्या-मुपयेमे स आग्रहात् ।५०। इतस्तत्र जिनो नेमि-स्तदैव समवासरत् । नंतु गजसकुमालो, गतः पत्नीसमन्वितः ॥५१॥ नत्वा यथोचितं स्थित्वा, शुश्राव धर्मदेशनां । तां श्रुत्वा भूरिवैराग्यं, संप्राप्तो यौवनेऽपि च । तत्प्राप्य गृहमागत्य, चरणग्रहणोत्सुकः । दीक्षामाश्रित्य सोऽप्राक्षीत्, पितरौ स्नेहधारिणौ ।।