________________
૨૪૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ગતિમાં ભમતા જીવને ઐશ્વર્યા અને ભોગસામગ્રી અનંત-અનંત વખત પ્રાપ્ત થઈ. એવી જ રીતે આ ભવમાં પણ તમારા જેવી રૂપસુંદરીઓ મળી અને ભોગસુખમાં લીન બની ગયો. ચારે ગતિમાં ભોગસુખે દુર્લભ નથી, એ તે સહેલાઈથી મળી જાય છે, પરંતુ દુર્લભમાં દુર્લભ બધિરન છે અને ભગવંતે કહેલ સંયમધર્મ છે. માટે એવા દુર્લભ ચારિત્રરત્નને લેવા માટે મારું મન ઉત્સાહિત થયું છે. જે તમારી આજ્ઞા હોય તે મારે મને રથ પૂર્ણ થાય તેથી તમે આનંદપૂર્વક મને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપીને, મારૂં ઈચ્છિત સફલ બનાવો.”
પતિનાં વૈરાગ્યપૂર્ણ વચન સાંભળીને રતિકુમારી આદિ કેટલીક સ્ત્રીઓ દુખી થઈને મન રહી, કેટલીક ઉદાસ બની ગઈ, કેટલીક નિસાસા નાખવા લાગી, અને કેટલીક વિલાપ કરતી ગદગદૂ વાણીથી પતિને વિનવવા લાગી. “પ્રાણનાથ, જે સ્ત્રીઓ કુલવાન છે–સુકુલમાં ઉત્પન્ન થઈ છે, તેના માટે તે પતિ જ પરમેશ્વર છે. માટે સ્વામિન, હજુ આપણે યૌવનકાળ છે. ભર્યો ભર્યો વૈભવ, સંપત્તિ બધુ જ આપણી પાસે છે, તે આપની ઇરછા હોય તો હમણાં નહીં પરંતુ વૃદ્ધાવસ્થામાં આપણે સૌ સાથે સંયમ લઈશું. આપ સંસારમાં રહેશે તો અમે આપની સાથે વિષયસુખ ભોગવીશું તેમ છતાં જો આપનું મન ઉદ્વિગ્ન થતું હોય તે અમારે પતિવ્રતા સ્ત્રીઓને એક જ ધર્મ છે કે “આપના સુખમાં અમે સુ કી, આપને દુઃખમાં અમે દુખી. પ્રભુ. આપ જે ચારિત્રના પંથે જશે તો અમે પણ આપની સાથે કર્મવિનાશક એવા ચારિત્રમા આવીશું.” इति स्त्रीणां निशम्योक्ति, प्रद्युम्नो ह्लादमेदुरः । बाल्येऽपि सहचारीणि, सांबंमित्राणि चावदत् । अहो भ्रातर्वयस्या भो, बालत्वकृतकेलयः ।। युष्माभिः सह बाल्वेऽपि,बिनोदा विहिता मया ॥ तेष्वपि क्रियमाणेष्व-पराधो यो मया कृतः । क्षतव्यः स भवद्भिर्मे, चारित्रादानचेतसः।८७। संसारे भ्रमतोऽभूवन्, जीवस्यास्य सहोदराः । वहवः सुहृदो दारा, मोक्षोऽभून्न कदाचन ।८८। युप्माभिरपि तत्क्षिप्र-मादेशो दीयतां मम । बंधुमित्रेषु युष्मासु, साधयामि यथा शिवं ॥८९॥ इत्युक्त बंधुमित्राणि, प्रजजल्पुः सहोदर । इयंतं समयं यावत्, कीडा कृता त्वया समं ।।९०॥ अथ कि त्वां विना गेहे, तिष्ठामो निरधीश्वराः। बांधव प्रवजिष्याम-स्ततो वयमपि त्वया ।
પત્નીઓનું વચન સાંભળીને પ્રદ્યુમ્ન અત્યંત હર્ષિત બન્યો. તેણે શાંબ આદિ બંધુઓ અને બાલમિત્રોની પાસે જઈને કહ્યું :- અહો બંધુઓ અને મિત્રો, આપણે બધા સાથે બાલ્યકાળથી ઘણી રમત રમ્યા, અનેક કીડાઓ કરી, અનેક જાતના હાસ્ય-વિનેદ અને કુતૂહલ કર્યા. એ બધુ કરતાં મારાથી તમારે કોઈને કંઈ પણ અપરાધ થયો હોય, તે બધાની ક્ષમા માગુ છું. મારું મન સંયમ લેવા માટે ઉસુક થઈ ગયું છે. સંસારચકમાં ભમતા આ જીવને મિત્રો, બંધુઓ અને સ્ત્રીઓ આદિ બધું મળ્યું, પરંતુ એક મોક્ષ ના મળ્યો, તે તમે બધા મને જલદીથી આદેશ આપે, જેથી હું સંયમ ગ્રહણ કરી શિવસુખને સાધું.” પ્રદ્યુમ્નનું કથન સાંભળીને બંધુઓ અને મિત્રોએ કહ્યું – “અરે ભ્રાતા, આટલો સમય તમારી સાથે રહીને કીડાઓ કરી, રમ્યા અને હાસ્યવિનોદ કર્યા. તે તમારા વિના અમે ઘરમાં કેવી રીતે રહી શકીએ ? અમને નિરાધાર મૂકીને તમારાથી ના જવાય. તમે અમને સાથે લઈ જાવ. બંધુ, તમે સંયમ લેશે તે અમે પણ તમારી સાથે જ સંયમ ગ્રહણ કરીશું.”