________________
૨૩૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કરતા મનુષ્યને કેલાહલ કે ભયંકર અને દુસહ હશે? તેની કલ્પના કરતા હું રૌદ્રરસને અનુભવ કરૂં છું. વીરરસ
સહસ્ત્રોથી અને લક્ષધી વીર સુભટે રણભૂમિમાં અહંકારથી હંકારા કરતા વીરરસમાં મસ્ત બની, હજારે અને લાખો શત્રુઓને પરાભવ કરે છે, પરંતુ જ્યારે તે વીર સુભટોને દુષ્કર્મરૂપી શત્રુ પરાજિત કરે છે ત્યારે તેના અહંકાર અને વીરરસ હવામાં ઉડી જાય છે. માતા, આ પ્રમાણે મેં પણ સંગ્રામમાં ઘણું વીરરસને અનુભવ કર્યો, પરંતુ હવે દુકર્મ રૂપી શત્રુથી પરાજિત થવું નથી. ભયાનકરસ
સંસારમાં વસતા મનુષ્યોના શરીરમાં રોગ અને જરાને ભય છે, ધનમાં રાજા અને ચારડાનો ભય રહેલો છે. આ બધા ભયને કદાચ પૂર્વ પૂણ્યના ઉદયથી બચાવ થઈ શકે, પરંતુ મૃત્યુના ભયથી તે કઈ પણ બચાવી શકે તેમ નથી. અને તે મૃત્યુ કયારે આવે તે કહી શકાય તેમ નથી. મૃત્યુ સામે આવીને ઉભું રહે ત્યારે જીવની કેવી ભયંકર અશરણદશા થાય, તેની ક૯પના કરું છું ને મા, મારાથી જી જવાય છે. બિભત્સ રસ
પરસ્ત્રીમાં લુબ્ધ બનેલા જે નરાધમો કામભોગથી તૃપ્ત થતા નથી, તે મરીને નરકની ક્ષેત્રકૃત ઘેર યાતનાઓ ભોગવે છે અને પરમાધામીઓ તેઓને ભયંકર મુખવાળી અગ્નિથી તપાવેલી લોઢાની પુતળી સાથે આલિંગન કરાવે છે, ત્યારે તે લોકોના બિભત્સ સ્વરૂપનો વિચાર કરતા કંપારી છૂટે છે. આ પ્રમાણે માતા, હું બીભત્સરસને કલ્પનાથી અનુભવ કરૂં છું. અદ્દભુતરસ :
આ લોક અને પરલોકના ભૌતિક સુખ તો અભવ્ય જીને પણ પ્રાપ્ત થાય છે. તેથી સાંસારિક સુખ ભોગોમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ મલ, મૂત્ર અને વિષ્ટાના ભંડાર સ્વરૂપ આ ઔદારિક શરીરથી મોક્ષસુખ માટેની સાધના કરી લેવાય, તે જ ખરેખર અદભુતમાં અદ્દભુત આશ્ચર્ય છે ! શાંતરસ :
સાંસારિક સુખ તે કઈને કઈ ઉપાયે પ્રાપ્ત થાય છે, પરંતુ મોક્ષસુખ તે જીવને શાંતરસ વિના ક્યારે પણ પ્રાપ્ત થતું નથી. તે શાંતરસ-કઈ મારી સ્તુતિ કરો કે નિંદા કરો. કઈ મુકકા મારીને કૂટો કે પત્થરના ટુકડાથી મારો. શરીર ઉપર કઈ ચંદનનો લેપ કરો કે વિષ્ટા લગાડો. કેઈ પુષ્પોના હાર પહેરાવે કે ખાસડાને હાર પહેરાવ, પુષ્પોની શય્યામાં સુવાનું મળે કે પત્થરની ધગધગતી શિલા પર શયન કરવાનું મળે, તૃણ હોય કે મણી હોય, સુવર્ણ હોય કે માટીનું ઢેકું હોય, શત્રુ હોય કે મિત્ર હોય, તે બધામાં જીવને સમભાવ રહે તે જ ખરેખર શાંતરસ છે.
માતા, ઉપર કહેલા આઠે રસને તો મેં આપની કૃપાથી અનુભવ કરી લીધો છે, પરંતુ ભગવતે કહેલા નવમાં શાંતરસને તમારા પ્રસાદથી સાધવા માટે મારું મન તડપી રહ્યું છે.