________________
સર્ગ–૧૫
૨૪૭
दुःखपूर्णस्तदावादी-बलदेवं नरायणः । इदं सहोदर श्रोतुं, वर्ते वीक्षितुमक्षमः ॥६४॥ यावस्तत इतः क्वापि, नाश्राव्यं श्रूयते यथा । एतदप्रेक्षणीयं न, यत्रावाभ्यां निरीक्ष्यते ।६५। अभाग्यवशतस्ताव-द्वदावां च किमास्पदं । गच्छावस्तत्र संपूर्णी-कुर्व आयुहि दुर्मरौ ।६६। इति प्रोक्ते हली प्राह, भ्रातश्चितां करोषि किं । त्वदीयभाग्ययोगेन. संति स्थानानि भूरिशः ॥ सांप्रतं पांडुपुत्राणा-मावां यावो निकेतनं । तेऽपि संबंधिनोऽस्माकं, वर्तते बांधवत्वतः ।६८। बभाषे बांधवं विष्णु-स्तद्धाम्नि गम्यते कथं । मयैव ते पुरा कोपात्, कर्षिताः संति देशतः ॥ वरं मृत्युवरं सिंह-संक्तवनसेवनं। आवयोर्लज्जया तेषां, गेहे न गमनं वरं ॥७०॥ तदा जगाद रामोऽपि, भ्रातरेषा विचारणा । सांप्रतं तव योग्या न, योग्यं च प्राणरक्षणं । तेषां त्वयोपकारास्तु, संति प्राज्याः पुरा कृताः । संति तेऽप्युपकारज्ञाः, करिष्यंत्यर्चनं तव ॥ बहुशः प्रेरितो ज्येष्ट-बांधवेनेति माधवः । पूर्वदक्षिणदिग्भागे, स पांडुमथुरामगात् ॥७३॥
છ ઉદ્યાનમાંથી ભડકે બળતી દ્વારિકાને જોઈને રામ-કૃષ્ણ દુખથી રડી પડયા. કપાત કાલની મહાવાલાએ નગરીના ખૂણે ખાંચરે રહેલા નગરજનોને ખેંચી ખેંચીને જાણે પિતાનું પરાક્રમ બતાવતી ના હોય તેમ અગ્નિમાં ભસ્મીભૂત કરતી હતી. રત્નની ભીંતે બળી ગયેલા છાણાના જેવી થઈ ગઈ. ગશીર્ષ ચંદનના સ્તંભ સળગી ગયેલા વૃક્ષોના ઠુંઠા જેવા થઈ ગયા. ક૯પાંતકાલના વાયુથી જેમ પર્વતના શિખરો તૂટી પડે તેમ મહેલો ઉપર રહેલા રત્નોના કાંગરા. તૂટી તૂટીને નીચે પડતા હતા. બંને બંધુઓને નગરીમાંથી હાહાકાર સિવાય કેઈ શબ્દ સંભળાતે નહતો. અનિની જ્વાલાઓ અને ધૂમાડા સિવાય બીજુ કંઈ દેખાતું ન હતું, દુઃખથી ભરેલા હૃદયવાળા કૃષ્ણ આંખમાંથી અશ્રુપાત કરતા બલદેવને કહ્યું ઃ- “ભાઈ, મારાથી જોવાતું નથી, અને સંભળાતું નથી. ભાઈ, આવું ક્યાંય પણ સાંભળ્યું નથી અને જોયું પણ નથી. આપણું કેવું દુર્ભાગ્ય પ્રગટ થયું કે આપણે વસાવેલી દ્વારિકાની આ દુર્દશા નજરોનજર જેવી પડી. આપણા દેખતા જ આપણું યાદવ બંધુઓ બળીને રાખ થઈ ગયા. હવે આપણે કયાં જઈશું ? આપણું શેષ આયુષ્ય કયાં પુરૂ કરીશું ?” આ પ્રમાણે કૃષ્ણના દુઃખગભિત વચન સાંભળીને બલભદ્રે કહ્યું - “ભાઈ, તું ચિંતા શા માટે કરે છે ? તારા ભાગ્યયોગે આપણા માટે હજુ પણ ઘણા સ્થાને છે. હમણાં તે પાંડુરાજાના પુત્રો પાંડના ત્યાં જઈએ. એ આપણા સંબંધી અને મિત્ર છે. ત્યારે કૃષ્ણ કહ્યું :- “બંધુ, પાંડવોને ત્યાં આપણાથી કેમ જવાય ? પહેલા મેં જ ક્રોધથી તેમને દેશવટો આપ્યો છે. તેથી મરવું સારું, સિંહની બખોલમાં વસવું સારુ, પર લજજાથી તેમના ઘેર જવુ એ આપણું એ માટે એગ્ય નથી.” ત્યારે રામે કહ્યું – “આપણે હમણું
આ વિચાર કરવો યોગ્ય નથી. હમણાં તો ગમે તેમ કરીને પ્રાણુરક્ષા કરવી એ જ બરાબર છે. વળી, પૂર્વે તે તે લોકો ઉપર ઘણું ઉપકાર કર્યા છે. તેમજ પાંડવો સજજન અને કૃતજ્ઞ છે. એ જરૂર તારે આદર સત્કાર કરશે. આ પ્રમાણે બલભદ્રની ઘણું ઘણું પ્રેરણાથી રામ-કૃષ્ણ બંને ભાઈઓએ પગપાળા પૂર્વદક્ષિણ ભાગમાં (અગ્નિખૂણામાં) રહેલી પાંડુ-મથુરા નગરી તરફ પ્રયાણ કર્યું.