________________
૨૩૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ચરપુરૂષ દ્વારા આ બધે વૃત્તાંત જાણીને, કૃષ્ણ બેબાકળા બની ગયા- “અરેરે, આ છોકરાઓએ શું કર્યું? ધાયમાન થયેલ તાપસ નક્કી યાદવકુલને અને દ્વારિકાનો ક્ષય કરશે. તે પહેલા તેના મનનું સમાધાન કરી આવું. તેને શાંત પાડું.” આ પ્રમાણે વિચારીને કૃષ્ણ બલભદ્રની સાથે મનાવવા દ્વૈપાયન પાસે ગયા. કોધથી સુર્ધર, લાલ આખેવાળા અને લેહીલુહાણ થયેલા દ્વૈપાયનને જોઈને, બંને બંધુઓ કેમલ વચનથી વિનવવા લાગ્યા - “અહો, ચરણક્રિયામાં તત્પર – તાપસોમાં મુખ્ય, એવા આપે કોધ કરવો જરાયે યોગ્ય નથી. કેધથી દુર્ગતિની પ્રાપ્તિ થાય, ક્રોધથી વૈરની પરંપરા વધે અને કેધ ભવોની પરંપરા વધારનાર છે. તે આપના જેવા સુજ્ઞ પુરૂષે શાંત રહેવું જોઈએ. જો કે હું જાણું છું કે મારા ઉશ્રુંખલ અને અજ્ઞાની છોકરાઓએ તમને હેરાન કરવામાં બાકી નથી રાખ્યું, પરંતુ આપ તે ક્ષમાશીલ છો. એમના અપરાધની ક્ષમા આપો. દેવો પણ બાળકના અપરાધને ગણતા નથી અને તેને ક્ષમા કરી દે છે. આપ તે તાપસ છે, સાધુ છે, ક્ષમા એ આપનું ભૂષણ છે. તે મારા અજ્ઞાની બાળકો વતી હું આપની વારંવાર ક્ષમા માગું છું. આપ જરૂર બાળકના અન્યાયની ક્ષમા આપશે જ.” કૃષ્ણ અને બલભદ્રના અમૃત સમાન કેમળ શાંત વચનોથી દ્વૈપાયન શાંત થવાના બદલે જેમ અગ્નિમાં ઘીનું સીંચન કરવાથી અગ્નિ વધે છે, તેમ દ્વૈપાયનનો ક્રોધ વધુ પ્રજવલિત બન્યા. કોધાંધ બનેલા તાપસે કહ્યું – “કૃષ્ણ, તું શું જોઈને મને વારંવાર શિખામણ આપે છે? તારા નિર્દેય પુત્રોએ નિરપરાધી એવા મને ફૂટી નાખે છે. તેથી મારા તપનું કંઈ ફળ હોય તે લોક સહિત દ્વારિકાનગરીને બાળનારો હું થાઉં. એ મારે દુસહ તપ વેચીને મેં આવું નિયાણું કર્યું છે તે નિષ્ફલ નહી જાય. તેથી વારંવાર બોલેલું તારું વચન ફેગટ જશે. માટે મુકુંદ, મને વારંવાર વિજ્ઞપ્તિ ના કર. હા, તમે બંને ભાઈઓ મારી આગળ ક્ષમા ચાચના કરે છે, તે તમને બે ભાઈઓને છોડીને હું દ્વારિકાને ભસ્મીભૂત કરીશ.” ત્યારે બળદેવે વાસુદેવને કહ્યું:- “બંધુ, હવે આ તાપસને કંઈ પણ કહેવું યોગ્ય નથી. વળી કહ્યું છે કેઃ “વામન, કાણે, પંગુ, હીન અંગવાળો, તેમજ બહેરે, આટલા માણસને ગમે તેટલા શાંત પાડવા માટે મીઠા મધુર વચનો કહેવામાં આવે, તો પણ તેઓ શાંત થતા નથી.” તો રાંકડા એવા આ તાપસને કહેવાનું કંઈ પ્રયોજન નથી. ભગવાન નેમિનાથનું કથન કયારે પણ મિથ્યા થયું નથી, થવાનું નથી અને થશે પણ નહી.' આ પ્રમાણે કહીને શેકસહિત કૃષ્ણ અને બલભદ્ર મનમાં દુ:ખને ધારણ કરતા દ્વારિકાનગરીમાં આ યા. બીજે જ દિવસે નગરીમાં તાપસે કરેલા નિયાણાની ઉદષણ કરાવી :- “ દ્વારિકા નગરીના દાહ માટે દ્વૈપાયન ઋષિએ પ્રતિજ્ઞા કરી છે, તે નગરવાસીએ, “પુણ્યથી પાપ ઠેલાય, એ સિદ્ધાંતથી ધર્મકાર્યમાં વધુને વધુ આદરવાળા બને.” આ પ્રમાણે કેશવે કરાવેલી નિયાણાની ઉષણ સાંભળીને નગરવાસી મનુષ્યો વિશેષથી ધર્મકાર્યમાં રક્ત બન્યા. વિનના નાશ માટે આયંબિલ આદિ તપશ્ચર્યા કરવા લાગ્યા.
આ પ્રમાણે પંડિતમાં ચક્રવતીંસમા શ્રીરાજસાગરગણીના વિદ્વાન શિષ્ય શ્રી રવિસાગર ગણુએ રચેલા શ્રી શાંબપ્રદ્યુમ્નચરિત્રમાં ગજસુકુમાલની દીક્ષા, મુક્તિ ગમન અને કૃષ્ણના પ્રશ્નનું વર્ણન કરતે ૧૫ર લેક પ્રમાણ ચૌદમ સર્ગ સમાપ્ત થયો.