________________
સર્ગ–૧૪
૨૨૭
ને જોવા માટે ચારેબાજુ નજર ફેરવી. પરંતુ ક્યાંય ગજસુકુમાલ મુનિને જોયા નહી. “અહ, આટલા બધા સાધુઓમાં મારે લઘુબંધુ કેમ નથી દેખાતો? ભગવંતને પૂછી તે જોઉં.” એમ વિચારી ભગવંતને પૂછ્યું- “સ્વામિન્, આપના સંયમશીલ આટલા બધા મહાત્માઓમાં એક આપના નવા શિષ્ય ગજસુકુમાલ કેમ નથી દેખાતા? શું આપે કયાંય મોકલ્યા છે? કે ધ્યાનમાં બેઠા છે? કે અભ્યાસ કરવા બીજા સ્થળે બેઠા છે? અથવા સાધુઓનો આચાર શીખવા કેઈ મહાત્મા પાસે ગયા છે?” કૃષ્ણના પ્રશ્નો સાંભળીને ભગવાન નેમિનાથે કહ્યું - “ વિષ્ણુ, એ તારા લઘુબંધુ સમશર્મા બ્રાહ્મણની સહાયથી મેક્ષને પામ્યા છે.” ભગવંતનું વચન સાંભળતાની સાથે જ આઘાતથી કૃષ્ણ મૂછિત થઈને જમીન ઉપર ઢળી પડયા, અને સર્વે યાદ કલ્પાંત કરવા લાગ્યા. શીતલ ઉપચારોથી માધવની મૂછ દૂર થઈ. દુઃખથી ગદ્દગદ્દ સ્વરે કૃષ્ણ કહ્યું :- “ભગવંત, એ મારા ભાઈના ઘાતક દુષ્ટને મારે કેવી રીતે જાણો ?” કૃષ્ણના શ્રેષપૂર્ણ વચન સાંભળીને ભગવંતે કહ્યું: “વિષગુ, તું તેના ઉપર ક્રોધ ના કર. જે વૃદ્ધ બ્રાહ્મણને તે ઈટ મૂકાવવા માટે મદદ કરી હતી, એ જ સેમશર્મા બ્રાહ્મણે ગજસુકુમાલને જલ્દીથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે મદદ કરી છે, જે એને આ રીતને મરણાંત ઉપસર્ગ ના કર્યો હોત તો આટલી જલદીથી ગજસુકુમાલની મુક્તિ ના થાત ! તેથી ગજસુકુમાલ માટે તે સેમિલ સસરે ઉપકારી બન્યો છે. જે કાળે જે બનવાનું હોય છે તે જ બન્યા કરે છે. માટે તું રોષ અને શોક ના કર. અહીંથી દ્વારિકાનગરીમાં જતાં તેને જોઈને જ ભયભીત થયેલા એ બ્રાહ્મણનું મસ્તક ભેદાઈ જશે. એ જ તારા બધુને ઘાતક જાણવો.” આ પ્રમાણે ભગવાન નેમિનાથના વચન સાંભળીને, દુઃખને ધારણ કરતા અને રૂદન કરતા કૃષ્ણ આદિ યાદવોએ ગજસુકુમાલમુનિના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. મહાદુઃખપૂર્વક કૃષ્ણ દ્વારિકામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાને જે પ્રમાણે કહ્યું હતું તે મુજબ મરેલા બ્રાહ્મણને જોયો. તેને જોતાની સાથે દ્વેષ ઉત્પન્ન થયા. માણસે પાસે કૂતરાના મડદાની જેમ મરેલા બ્રાહ્મણના બે પગ બંધાવીને નગરમાં ભમાવીને નગરીથી બહાર જંગલમાં ફેંકાવી દીધો. જાણે કે ગીધ આદિ હિંસક પક્ષીઓને બલિ આપી દીધું. तेनैव दुःखगर्भेण, वैराग्येण जिनांतिके । बहवो जगृहुर्दीक्षां, गेहं विमुच्य यादवाः ॥९०॥ दशार्हा अपि योद्धारः, समुद्रविजयादयः । विनैव वसुदेवेना-गृहणन् संयमसंपदं ॥९१॥ शिवादेवी जिनस्यांबा, तथा सप्तापि सोदराः । मुकुंदस्य कुमाराश्चा-परेऽप्याददिरे व्रतं ।९२। भूयान्न मिजिनस्यैव, हस्तो मदीयमस्तके । राजोमत्यपि मत्वेति प्रावाजीन्नेमिसन्निधौ ।९३। देवी च कनकवती, देवकी रोहिणीं विना । प्रावाजन वसुदेवस्य, महिलाः प्रवला अपि ।९४। अन्यदा गृहवासेऽपि, स्थिता कनकवत्यलं । आरूढा क्षपकणि, केवलज्ञानमासदत् ॥९५॥ तस्या ज्ञानसमुत्पाद-वृत्तांतं नेमिरब्रवीत् । सभायां नाकिनः श्रुत्वा, तद्धाम्न्येवोत्सवं व्यधु ॥ अहो मे केवलज्ञानं, प्रसिद्धं समजायत । गृहवासोऽथ योग्यो न, ततः सा प्रावजत्स्वयं ।९७। ततो नेमिविभोः पार्वे, गत्वा पृष्ट्वा च तं जिनं । चकारानशनं शुभ्र, दिनानां त्रिंशतो वने। तेनानशनयोगेन, शुक्लध्यानवती मृता। समाददे महानंद-पदं कनकवत्यपि ॥९९॥
ગજસુકુમાલમુનિના અવસાનથી દુઃખી થયેલા ઘણા યાદવેએ દુઃખગર્ભિત વૈરાગ્યથી ભગ