________________
૨૨૬
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
इति श्रुत्वा हरेर्वाक्य-मब्रवीन्नेमिबोधिदः । सोमद्विजस्य साहाय्या-तेनाऽसाघि शिवास्पदं ॥ इति श्रोनेमितः श्रुत्वा, दुःखान्मूी धरन् हरिः । पपात पृथिवीपीठे-ऽरुदन् सर्वेऽपि यादवाः ॥ उपचारविधानेन, विमूझे माधवोऽवदत् । मद्भातृघातको नाथ, विज्ञायते कथं मया ॥८२॥ इति द्वेषजुषं वाचं. निशम्य नरकद्विषः । श्रीनेमिय॑गदद्विष्णो, तस्मिंस्त्वं मा कुरु क्रुधं ॥८३॥ यथा द्विजस्य वृद्धस्ये-ष्टिकाप्रापणतस्त्वया । उपकारः कृतस्तस्य, तथा तेन द्विजन्मना ।।८४॥ उपकारः कृतो ययं-भविष्यत्तस्य तेन न । तूर्णमेवाभविष्यत्त-न्मुक्तिस्तस्य मुनेः कथं ? ॥ विशंतं पुरि दृष्ट्वा त्वां, भिन्नमौलिम्रियेत यः । जानिहि सोमशर्माणं, तं त्वबांधवघातकं ॥ इति श्रीनेमिनाथेन, प्रोक्तमाकर्ण्य माधवः । दुःखं धरन् रुस्तस्य, देहसंस्कारमाचरत् ।८७। तं विधाय महादुःखा-द्विशता द्वारिकां पुरैः । यथोक्तो नेमिना विप्रो, दृष्टस्तथैव विष्णुना ॥ तं दृष्ट्वा बंधयित्वाऽङ घ्रयोर्धामयित्वा नरैः पुरीं । गृघ्रादिपक्षिणां मन्ये, बलयेऽक्षेपयबहिः ।
ગજસુકમાલનો પૂર્વભવ :
[ર્મનાં જતિ વિજિત્રાટ જન્મ-જન્માંતરોમાં કર્મને અનુસાર રાશીલાખ જીવાયોનિમાં ભટકતા જીવો જે કર્મ જેવા સ્વરૂપે અને જેવા ભાવે બાંધે છે, તે કર્મ તેવા જ સ્વરૂપે તેનું ફળ આપે છે. ગજસુકમાલના પુર્વભવમાં આ જ વાત જોવા મળે છે. એક ગામમાં એક શેઠ હતા. તેને બે પત્નીઓ હતી તેમાં જુની પત્નીને પુત્ર નહોતો અને નવી પત્નીને પુત્ર થયો. પરંતુ સપત્ની–શકય હોવાના કારણે નવી પત્નીના પુત્ર ઉપર જુની પત્નીને દ્વેષ થયો. તે વિચારવા લાગી કે : “બસ, હવે તો નવીનાં જ માન થશે. મારું તો આ ઘરમાં કોઈ મુલ્ય નહી રહે.’ વિગેરે દ્વેષભાવથી વિચારતા તેનો દ્વેષભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો. તેણે મનમાં નકકી કર્યું કે : “કોઈ પણ ઉપાયે શોકયપુત્રને મારી નાખું.' એના માટે રાત દિવસ છિદ્ર શોધવા લાગી. એક દિવસે બાળકની માતા કાર્યપ્રસંગે બાળકને પોતાની શકય પાસે મુકીને બહાર ગઈ. ત્યારે જુની પત્ની રસોઈ કરતી હતી. નાનું બાળક પાસે બેઠું હતું. રોટલા ઘડતાં ઘડતાં દુષ્ટભાવે જુની પત્નીએ બાળકના માથા ઉપર ગરમા ગરમ રોટલો મુકી દીધો. કુલ જેવું સુકમાળ બાળકનું માથું ફદફદી ગયું. બીજો રોટલે પણ તે રીતે મુકો અને બાળકના પ્રાણ પરલોકમાં ચાલ્યા ગયા. સારાંશમાં – શેકયને જીવ એ ભવમાં લોકોથી તિરસ્કૃત થઈ જેમ તેમ આયુષ્ય પા કરી, આર્તધ્યાનથી મરી, અનેક દુર્ગતિઓમાં ભટકી દેવકીના પુત્ર ગજસુકુમાલ રૂપે થયો, અને બાળકને જીવ મશર્મા બ્રાહ્મણ થયો, પૂર્વભવનું બાંધેલું કર્મ ભેગવવાનું બાકી રહેવાથી, ગજસુકુમાલના ભાવમાં માથે સળગના અંગાર થી ભરેલી સગડી મુકાઇ.]
પ્રભાતે ગજસુકુમાલને જોવા માટે ઉત્સુક થયેલા કૃષ્ણ પરિવાર સહિત ભગવાન નેમિનાથ પાસે આવવા નીકળ્યા. ત્યાં દ્વારિકા નગરીની બહાર માથે ઈટે મૂકીને જતા એક વૃદ્ધ બ્રાહ્મણને જે. એકેક ઈટને લઈ જતા ગરીબ બ્રાહ્મણને જોઈને શ્રીકૃષ્ણ દયાભાવથી વિચારવા લાગ્યા :
અરે, આ વૃદ્ધ બિચારો બ્રાહ્મણ એકેક ઈટ લઈને જાય છે, તે એનું કામ કયારે પુરૂં થશે?” આ પ્રમાણે વિચારી અનુકંપાથી સ્વયં કૃષ્ણ પોતાના હાથે એક ઈટ લઈને દેવમંદિર પાસે મૂકી. તેમની સાથે રહેલા બીજા માણસોએ પણ ઈટ લઈ જવા માટે મદદ કરી. આ પ્રમાણે બ્રાહ ણના સુખ માટે મદદ કરીને કૃષ્ણ નેમિનાથ પાસે ગયા. ભગવંતને નમસ્કાર કરીને ગજસુકુમાલ