________________
સર્ગ-૧૪
૨૨૯
તે મનુષ્યથી થશે કે દેવથી થશે?” ભગવંતે કહ્યું – “વિષ્ણુ, દ્વારિકાની બહાર શૌર્યપુર નામના આશ્રમમાં એક તાપસ રહેતું હતું. તે એક દિવસે કેઈ નીચકૃલની કન્યાને જોઈ મુગ્ધ બન્યો. કન્યાને લઈને તે યમુના નામના દ્વીપમાં ગયો. ત્યાં કન્યાની સાથે વિષયસુખ ભોગવતાં તેને
કૈપાયન' નામને એક પુત્ર થયો. તે આબાલ બ્રહ્મચારી દ્વૈપાયન તાપસ યાદવનો મિત્ર બનીને રહ્યો છે. પરંતુ એક વખત મદિરાપાનમાં લુબ્ધ બનેલા શાંબ આદિ કુમારો પાયનને ઘણે માર મારશે, તેથી ક્રોધિત થયેલો કૈપાયન યાદવ સહિત દ્વારિકાનગરીને ભસ્મીભૂત કરી નાખશે. એટલે દ્વારિકાનો ક્ષય દ્વૈપાયન તાપસથી થશે. અને તારૂં મરણ અજાણતા તારા ભાઈ જરાકુમારથી થશે.” ભગવાન નેમિનાથના શ્રીમુખે દ્વારિકાને ક્ષય અને કૃષ્ણનું જરાકુમારના હાથે મરણ સાંભળીને બધા યાદવો ખિન્ન મનવાળા થઈ ગયા. જરાકુમારને જેમ ફાવે તેમ બેલવા લાગ્યા :- “અહો જુઓ તો ખરા, યાદવોના કૂલમાં કેવો અંગારો પાકયો કે જે પોતાના સગાભાઈ અને તે પણ ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણને મારનાર ઘાતકી બનશે. કેવો પાપાત્મા? એનું મોઢું જેવું પણ પાપ છે.” આ પ્રમાણે વ્યગ્ર બનીને અરસપરસ વાત કરતા દ્વારિકાના માણસની વાત સાંભળીને અને ભગવાને કહેલું તે પોતે પણ સાંભળીને, જરાકુમાર ખિન્ન થઈ ગયે. “અરેરે, હું કેવો પાપી? વસુદેવને પુત્ર થઈને મોરા બંધુ ઘાતક થઇશ? જે હું અહીં રહે તે ભાઈને મારનારે થાઉં ને? આ રીતે ઘાતકી બનીને મારે અહીં રહેવાનું શું પ્રજન?” આ પ્રમાણે મનમાં વિચારી, ભગવંતને નમસ્કાર કરી, પોતાના ઘેર જઈને બાણના બે ભાથા ખભે ભરાવી, ધનુષ્યને ધારણ કરી, કેઈને પણ કહ્યા વિના પોતાના ભાઈ કૃષ્ણની રક્ષા માટે જરાકુમાર દ્વારિકામાંથી નીકળી દૂર દૂર જંગલમાં જઈને વનવાસી બની ગયો. “આવા સજન દ્વારિકાવાસી યાદોને અને વર્ગ પુરી સમાન દ્વારિકાનો નાશ મારા હાથે ના થવો જોઈએ,” એમ વિચારી પાયન તાપસ પણ ગીરનારના જંગલમાં વનવાસી બનીને રહ્યો. “સર્વે અનર્થનું મૂળ મદિરાપાન છે.” એમ જાણતા કૃષ્ણ નગરીમાં મદિરાપાન નિષેધ કરાવ્યા. દ્વારિકા નગરીમાં જે કોઈ મદિરાપાન કરશે તેને મૃત્યુદંડ થશે. આ પ્રમાણે પડહષણ કરાવી. આખી દ્વારિકામાંથી મદિરાને શોધી શોધીને માણસોએ ગીરનાર પર્વત પર રહેલા કદંબવૃક્ષની પાસે શિલાકુંડમાં ફેંકી દીધી.
सिद्धार्थसारथिः कृष्ण-ज्येष्टबंधुं व्यजिज्ञपत् । स्वामिन् मे देहि दीक्षाज्ञां, यथा न वीक्ष्यते क्षयः। द्वारवत्या यदूनां च, प्रलयं बीक्ष्य दुःखिता। भविष्यति मम प्राज्या, तस्माद् गृह णामि संयमं । बलभद्रोऽभणभद्र, प्रदाय वचनं मम । परिव्रजेर्यदि त्वं त-दीक्षादेशं ददाम्यहं ॥१८॥ परिव्रज्य तपस्तीव, तप्त्वा च त्रिदशालये। वदारको भवेस्त्वं चे-त्ततो मां प्रतिबोधयेः ।१९। अंगीकृत्य वचः सोऽपि, प्राव्रजन्नेमिसन्निधौ । तपो विधाय षण्मासों, बभूव स्वर्गसौख्यभाक् ।
કૃષ્ણના વડિલબંધુ બલભદ્રના સિદ્ધાર્થ નામના સારથીએ બલભદ્રને વિજ્ઞપ્તિ કરીસ્વામિન, મને દીક્ષા લેવાની અનુમતી આપે. મારાથી દ્વારિકાને નાશ અને યાદવકુલ ક્ષય નહી જોવાય. એ બધે વિનાશ જોઈને દુઃખી થવું, એના કરતા સંયમ ગ્રહણ કરી, ચારિત્રધર્મની આરાધના કરી મારા આત્માને પવિત્ર બનાવું, તેથી આ૫ મને રજા આપો. બલભદ્રે કહ્યું:“દીક્ષાની અનુમતિ તે આપું, પરંતુ તારે મને એક વચન આપવું પડશે. તું ચારિત્રધર્મની