________________
૧૯૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
वीक्षितौजश्चमत्कार, जिनेशमपि नेमिनं । कुसुमैः पूजयामासु-र्यादवाह्लादमेदुराः ॥७५॥ लब्ध्वा भगवदाज्ञां च, नत्वा मातलिरप्यगात् । इंद्रं तत्र गतः सोऽप्य-तोषयन्न मिकीर्तनैः ॥ पांडवानां ददाविद्र-प्रस्थं च कौशलां पुरीं । रुक्मनाभेश्च गोविंदो, महानेमेश्च शौर्यकं ७७। अन्येभ्योऽपि महीशेभ्यो, विभज्य च यथोचितं । देशपत्तनपूर्णामान्, समार्पयज्जनार्दनः ७८॥
પાંચજન્ય શંખના અવાજથી કૃષ્ણનું સમસ્ત સૈન્ય સજજ થયેલું જાણીને જરાસંધરાજા ક્રોધાયમાન થયો. ભગવાન નેમિકુમારે કહ્યું – “વાસુદેવથી પ્રતિવાસુદેવનો વધ નિશ્ચિત છે. તેથી જરાસંધને મૂકીને બીજા રાજાઓ અને લાખ સૈનિકોને હું વિજય મેળવી આપીશ.” આ પ્રમાણે કહીને નેમિકુમાર યુદ્ધથી વિરામ પામ્યા. સંગ્રામ માટે સઘળું સૈન્ય તૈયાર થઈ ગયું. જરાસંધના પ્રહારથી થયેલી વેદનાને ગૌણ કરીને બલભદ્રે મુશલવડે જરાસંધના ઘણા સૈન્યને ચૂર્ણ કરી નાખ્યું. હવે ધાંધ બનેલ જરાસંધ દિવસે રાત્રિની ભ્રમણા પેદા કરતા બાણોની વર્ષા કરતો પિતાને રથ કૃષ્ણ સામે લાવ્યા. ઉજ્વળ કીર્તિથી પૃથ્વીને ઉજવલ કરતા કૃષ્ણ પણ જરાસંધ ઉપર અત્યંત બાણાની વર્ષા કરી. બંનેના રથના ચક્રથી સરલ પૃથ્વી લોટ જેવી ચૂર્ણ બની ગઈ. ખરેખર એકબીજાની જયલક્ષમીને લેભ જગતને ક્ષે ભ કરનારા હોય છે. લેહમય દિવ્ય અસ્ત્રોથી લેહમય તીક્ષ્ણ બાને વર્ષાવતા બંને યુદ્ધવી એકબીજાના બાણોને છેદી નાખે છે. જરાસંધની દુર્દશા પ્રગટ થઈ હોવાથી, તેના બધા અસ્ત્ર-શસ્ત્રો ખૂટી પડયાં. ત્યારે છેલ્લામાં છેલું અમોઘ શસ્ત્ર “ચકરત્ન” તેને યાદ આવ્યું. સ્મૃતિમાં આવતાની સાથે જ “ચક્રરત્ન’ જરાસંધના જમણા હાથમાં આવી ગયું. ચકરત ઉપરના અતિ વિશ્વાસથી મદાંધ બનેલા જરાસંધે કૃષ્ણને કહ્યું – “રે ગોવાળિયાના છોકરા, હજુ પણ મારું કહ્યું માન. હું તારૂં કુશળ ઈચ્છું છું. નાહક આયુષ્ય પૂર્ણ નહીં થવા છતા શા માટે મરવા તેયાર થયો છે? હું તને હિતબુદ્ધિથી કહું છું કે જીવતા હોઈશ તે તારૂં રાજ્ય કરીશ અને ગાયોને ચરાવવાનું શેવાળીયાપણું પણ કરી શકીશ. તેમ છતાં મારું કહ્યું ન માનવું હોય તો “ચકરત્ન” કેદની શરમ નહી રાખે. આગના ગોળા વર્ષાવતું ચક્ર તેને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. માટે હજુ કહું છું કે જા, જીવતો રહીશ તો તારી ભરવાડણેનું પણ પાલન કરીશ.” આ પ્રમાણે મગધનશ જરાસંધના અભિમાની વચને સાંભળીને માધવે કહ્યું – “રે મૂઢ, આટલો બધો ગર્વ શા માટે કરે છે? ગાયો (પૃથ્વી) ને નાશ કરનારા તારા જેવા દુષ્ટ વાઘને હણીને હું સુખપૂર્વક રાજ્ય કરીશ. એટલું જ નહી પણ સમસ્ત ત્રણ ખંડ પૃથ્વી (ગાય)નું હું પાલન કરીશ. જેમ તારૂં શરીર, પુણ્ય અને બલ ક્ષીણ થયાં છે, તેમ તારૂં બચકરત્ન” પણ ક્ષીણ થઈ જશે. નહીંતર દુશ્મન ઉપર ચરત્ન મૂકવામાં વિલંબ શા માટે કરે ? રણસંગ્રામમાં વાત કરવાની હોતી નથી. મૂક, મૂક, તારૂં ચક જલદી મૂક' અષ્ટાપદ સમાન કૃષ્ણના ઉત્કટ ગર્જના કરતા શબ્દ સાંભળીને અત્યંત રોષે ભરાયેલા જરાસંધે ચકને આકાશમાં ત્રણ વખત ઘૂમાવીને કૃષ્ણ ઉપર મૂકયું. કહેવામાં આવ્યું છે કે માનવીની શુભદશા હોય ત્યારે વિષ પણ અમૃત થઈ જાય છે. શત્રુએ પણ મિત્ર બની જાય છે. પરંતુ જ્યારે પુણ્યદશા પરવારે છે ત્યારે તેનું બધુ વિપરીત બની જાય છે. તેમ જરાસ ધનું પુણ્યબલ ક્ષીણ થવાથી ચક્રરત્ન આકાશમંડળમાં ફરીને કૃષ્ણને ત્રણ પ્રદક્ષિણ દઈને, કૃષ્ણના હાથમાં આવીને સ્થિર થઈ ગયું. પિતાનું વાસુદેવપણાનું પુણ્યબલ પ્રગટ થયેલું જાણીને, કૃષ્ણ ચકરનને ત્રણ વખત ઘુમાવીને મગધેશ્વર