________________
૧૯૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
यत्तुभ्यं रोचतेऽहं त-द्विदधामि क्षणादपि । तत्त्वं वद यथाभीष्टं, मूर्तिमाश्रित्य मा वद ॥ गोविंदोऽप्यवदद्देवि ! , तत्सत्यं यत्त्वयोदितं । परमेवं कृतेऽस्माकं, माहात्म्यं न प्रवर्तते ॥ रिपोरपि चमत्कारो, न भोतिश्च प्रजायते। तामेव त्वं ततो देहि, देहि सौख्यविधायिनी ॥४०॥ यथा तस्याः क्रमांभोज-क्षालनोदकसेचनैः । अहमेव समुत्थाप्य, सैन्यं करोमि विग्रहं ॥४१॥ तव देवि प्रसादेन, सकलैः सैनिकैः सह । घोरं विधाय संग्राम, जयामि दुर्जयं रिपुं ॥४२॥ विष्णोरित्याग्रहेणव, पद्मावत्यपि हृष्टहृत् । मूर्तिमानीय तामेव, शक्त्या दत्वा तिरोदधे ।४३। कृष्णोऽपि पूजयित्वा तां, तस्याश्न चरणोदकैः । सिक्त्वौदस्थापयत्सैन्यं, निद्रोत्थितमनुष्यवत् ।। तेनैव सेचनेनाशु, समुत्थितेऽखिले बले । कृष्णः प्रामुमुदत्तस्मा-त्पांचजन्यमवादयत् ॥४५॥
હવે ત્રીજા દિવસની રાત્રિમાં ધ્યાનમાં લીન બનેલા વિષ્ણુની આગળ કાતિમયી પદ્માવતીદેવી પ્રત્યક્ષ થયાં. પ્રકાશમયી દેવીને જેઈને નારાયણે ભક્તિપૂર્વક નમસ્કાર કરીને પ્રિય શબ્દોથી રસ્તુતિ કરી:- “હે દેવિ, આપના દર્શનથી આજે હું ધન્ય બન્યો છું. હું મહાપુન્યવંત બન્યો છું, હું સર્વમાન્ય બન્યો છું. આજે મારી બધી કામના સફલ થઈ. હે દેવિ, આપના અચિંત્ય પ્રભાવનું વર્ણન કરવા માટે ઘણું સમૃદ્ધિશાળી દેવો પણ સમર્થ નથી. તે મારા જેવો રંક માનવી આપની સ્તુતિ શું કરે?” નારાયણની આવી યોગ્ય સ્તુતિથી પ્રસન્ન થયેલી પદ્માવતીદેવીએ કહ્યું- “માધવ, તે મારું ધ્યાન શા માટે કર્યું ? શા માટે મને યાદ કરી?” કૃષ્ણ કહ્યું :
હે પરમેશ્વરિ, જે આપ મારા પર પ્રસન્ન થયા હોય તો ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા મને આપે. તે પ્રભાવશાળી મૂર્તિના સ્નાનજલને જરાથી પીડાયેલા મારા સૈન્ય ઉપર છાંટીને, સૈન્યને સજજ કરી શત્રુને જીતીન, હંમેશ પ્રતિમાનું પૂજન કરીશ.”
ત્યારે શ્રેષ્ઠ પ સમાન કોમલ પદ્માવતી દેવીએ પ્રીતિપૂર્વક કહ્યું- હરિ, પ્રભાવશાલિની એ મૂતિ તો અહીંયા ના આવી શકે. કેમ કે પ્રતિમા તે મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. તું કહે તે મૂતિ વિના જ તારા સમસ્ત સૈન્યને હું સજજ કરું. પછી તારે શું ચિંતા છે ? અથવા તે તારા દુર્જય શત્રુ જરાસંધનો વધ કરૂં. અથવા તેને નાગપાશથી બાંધીને તારી આગળ લાવું. આ બધામાં તને જે યોગ્ય લાગે તે ક્ષણમાત્રમાં કરી આપું. તને જે ઈષ્ટ હોય તે કહે. બાકી મૂર્તિને આશ્રયીને કંઈ બેલીશ નહી.” ત્યારે ગોવિંદે કહ્યું – “વિ, આપે જે કહ્યું તે સત્ય છે, પરંતુ એમ કરવાથી અમારું શું માહાસ્ય? શત્રુ ચમત્કારથી વશ થતું નથી. એને તે પોતાના પરાક્રમથી જ વશ કરવો જોઈએ. તેથી હે માતા, સુખને કરનારી એવી મૂર્તિ મને આપો. મારે બીજું કંઈ ના જોઈએ. અચિંત્ય પ્રભાવશાલિની એ પ્રતિમાના પ્રક્ષાલજલનું સિંચન કરીને મારા સૈન્યને ઉઠાડીશ, અને આપની કૃપાથી સકલ સૈન્યની સાથે ઘેર સંગ્રામ કરીને દુર્જય શત્રુને નાશ કરીશ. વિષ્ણુના અતિ આગ્રહને વશ થઈ હર્ષિત થયેલી પઢાવતી દેવીએ પિતાની શક્તિથી ક્ષણમાત્રમાં મૂર્તિને લાવીને, કૃષ્ણને અર્પણ કરી અને તે અંતર્ધાન થઈ ગયાં. હર્ષ પામેલા કૃષ્ણ મૂર્તિની ભાવભક્તિપૂર્વક પૂજા કરીને મૂર્તિના પ્રક્ષાલજલને સમસ્ત સૈન્ય ઉપર છાંટયું. છાંટતાની સાથે જ ઊંઘમાંથી ઉઠે તેમ સઘળું સૈન્ય બેઠું થઈ ગયું. સ્વસ્થ થઈ ગયેલા સૈન્યથી હર્ષાવેશમાં આવી કૃષ્ણ પાંચજન્ય શંખ વગાડો. ત્યારે યાદના સૈન્યમાં જયજયાકાર થઈ ગયો.