________________
સર્ગ-૧૩
૨૦૧
છે.' એમ કહીને કૃષ્ણ મલ્લયુદ્ધ કરવા તૈયાર થયા. ત્યારે નેમિકુમારે કહ્યું- “મહાપુરૂષોને અખાડામાં આથડવાવાળું મલયુદ્ધ કરવું ઉચિત નથી. એના કરતા હે કૃષ્ણ, આપણે એમ કરીએ કે તું તારા સિંહાસન ઉપર રહીને મારો હાથ ખેંચીને મને ચલાવે તો માનવું કે સર્વેમાં તું બલવાન અને વિજેતા છે.” નેમિકુમારના કહેવાથી પિતાની જાતને વિમાની માનતા કૃષ્ણ, પ્રભુને પગ ખેંચવા લાગ્યા પરંતુ મેરૂની જેમ નિશ્ચલ એવા પ્રભુચરણને એક ઈચ માત્ર પણ ચલાવી શક્યા નહી. ઉલ્ટાનું કૃષ્ણનું મુખ શ્વાસોશ્વાસથી ભરાઈ ગયું. શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું શરીરને અત્યંત પરીશ્રમ લાગે. ફરીથી નેમિકુમારે કૃષ્ણને કહ્યું- “તું મારા હાથને વાળ.” એમ કહીને પોતાનો હાથ લાંબો કર્યો. ત્યારે પિતાના બળથી ગર્વિષ્ઠ બનેલા હરિએ હાથ વાળવા માટે ઘણી કશિશ કરી, પરંતુ હિંચકા (ઝાલા) ઉપર રહેલા માનવની જેમ હાથને વળગી રહ્યા ! પરંતુ એક તસુમાત્ર પણ હાથને વાળી શકયા નહી. ત્યારે અનેક કલ્પનાઓ કરતા પુરૂષરમે રાજસભામાં કહ્યું – “જુઓ, મારા પ્રિયભ્રાતાનું વચનાતીત બળ તે જુઓ ! કેટલું પરાકેમ છે? પોતે ધારે તો એક હાથે આખા ભારતવર્ષને જીતી શકે.” આ પ્રમાણે કહી, માયાથી હસીને કૃષ્ણ સ્વગૃહે ગયા. નેમિકુમાર પણ સ્વજને સાથે પોતાના સ્થાને ગયા.
निरोक्ष्य नेमिनाथस्या-तीवबिक्रममुत्कटं । सान्वतेनसमं बिभ्य-नचितयन्नरायणः ॥३॥ सर्वेभ्योऽपि बलाधिक्यं, ध्रियतेऽनेन नेमिना । ततो मे माग्रहोदेष, साम्राज्यं भुवनेप्सितं ॥ इति व्याकुलचित्तोऽसो, कंचिन्नैमित्तिकं हरिः । पप्रच्छ नेमिवृत्तांतं, निःशेषमपि चादितः ।। निजगाद स मा भैषोः सर्वथैव त्वमव्युत ! । नैष राज्यं गृहीताते, वैरांगिकोऽस्त्यसौ पुनः । विविधानां मृगादीनां, पशूनां वीक्ष्य बंधनं । न करिष्यति विवाह-माप कारुण्ययोगतः ॥ स्वयमेव समादाय, दीक्षा रैवतकाचल । सकलान्यपि कर्माणि, क्षिप्त्वा मोक्षं गमिष्यति ॥ इति श्रुत्वा वचस्तस्य, नैमित्ति, स्य सुंदरं । मुकुंदोऽपालयद्राज्यं, भयेन परिवजितः ॥९॥
નમિકુમારનું અતિ ઉત્કટ બળ જોઈને વ્યાકુલ અને ભયભીત બનેલા કૃષ્ણ બલિદ્રની સાથે વિચારણા કરવા લાગ્યા:-“આ નેમિકુમાર સર્વે કરતાં અધિક બલવાન છે, એ ધારે તે આપણું રાજ્ય એક પળમાં છીનવી લે એટલી એની તાકાત છે. તે હવે આપણે શું કરવું ? કેઈ નિમિત્તિયાને નેમિકુમારનું પહેલેથી છેલ્લે સુધીનું ભવિષ્ય પૂછીએ ?” આ પ્રમાણે વ્યાકુળ ચિત્ત બનેલા બંને ભાઈઓએ કૌટુકિ નિમિતજ્ઞને બોલાવીને નેમિકુમારનું ભવિષ્ય પૂછયું. નૈમિત્તિકે કહ્યું “ અરે કૃષ્ણ ! તમે શાને ચિંતા કરી છે? એ તમારું રાજ્ય લેનારા નથી. એ પિતે તે જન્મથી જ વૈરાગી છે. હરણીયા આદિ પશુઓના બંધન જોઈને કરૂણાના સાગર ભગવાન નેમિનાથ વિવાહ પણ કરશે નહી. સ્વયં રેવતાચલ પર્વત પર જઈને દીક્ષા ગ્રહણ કરી, સકલ કર્મોને ક્ષય કરી માક્ષમાં જશે.” આ પ્રમાણે નૈમિત્તિકના સુંદર વચન સાંભળીને કૃષ્ણ નિર્ભયપણે રાજયનું પાલન કરવા લાગ્યા.
अन्यदा सम त्ताव-वसंतसमयोदयः । कामिनां कामिनीनां च, क्रीडाविनोदकारकः ॥१०॥ २६