________________
સર્ગ–૧૩
૧૮૧
કલંક્તિ કરનારી છે. આપના જેવા ત્રણખંડના અધિપતિ મહાપરાક્રમી મહારાજાને યુદ્ધમાંથી પાછું ફરવું, તે કઈ રીતે યોગ્ય નથી. યુદ્ધમાં વીરપુરૂષોને જીવતા જયલક્ષમી મળે અને મરતાં સ્વર્ગલમી મલે છે. તો શૂરવીર યોદ્ધાઓ માટે યુદ્ધ એ તો મહોત્સવરૂપ છે. તેમાં ભયનું કઈ સ્થાન જ નથી. ઘનેદધિની જેમ અભેદ્ય ચકબૂહની રચના કરીને, ગોવાળીયાના સકલ સૈન્યને આપણે વિના વિલંબે જીતી લઈશું. આપ જરાપણ ચિંતા કરશે નહીં.”
આ પ્રમાણે ઉત્સાહપ્રેરક ભિકમંત્રીના વચન સાંભળીને જરાસંધ ખુશ થયો. પ્રાય: જરાએ જર્જરિત વૃદ્ધ માણસને ડિંભ એટલે કે બાળકની વાત વધુ પસંદ પડે છે. आदिदेश तदा राजा, तत्र सैन्याधिनायकान् । चक्रव्यूहविधानाय, समाधानाय चेतसः ।२०। मंत्रिणी हंसकाख्याक-डिभकौ च वलाधिपाः । चक्रव्यूह प्रचक्रुस्ते-ऽर्धचक्रिवाक्ययोगतः ॥ चक्रव्यूहे सहस्रारे, तौकको नृपः स्थितः । प्रत्येकभूभृतां तेषां-मेकं शतं सुहस्तिनां ॥२२॥ द्वे सहस्र रथानां च, वाजिपंचसहस्रकं । पत्तीनां प्राज्यशक्तीनां, सहस्राणि च षोडश ।।२३।। परिधौ च प्रतिराज्ञां, षट् सहस्री सपादिका । साग्रा पंचसहस्री चःऽस्थात्तन्मध्येऽधचक्रिराट् । गांधारसैंधवानीकं, जरासंधस्य पृष्टतः । धृतराष्ट्रतनूजानां, शतं तदक्षिणेऽभवत् ॥२५॥ मध्ये मापास्तथा वामे, पुरश्च गणनायकाः । शकटाश्वाः पंचपंचाश-संधौ संधौ नृपांतिके॥ अंतरे चांतरे गुल्माऽगुल्मानामंतरे गणाः । तस्थुर्व्यहाद् बहिर्भूपा, विविधव्यूहसंश्रिताः ॥२७॥ अथो मगधदेशेश:-सत्यप्रतिज्ञयान्वितं । भूयः संग्रामकोशल्यं, दधतं कोशलाधिपं ॥२८॥ हिरण्यनाभभूपं च, चक्रव्यूहेऽत्र दुर्जये । अस्थापयच्च सेनानी-तया चास्तमितो रविः ॥२९॥
પિતાના મનનું સમાધાન કરીને જરાસંધ રાજાએ સેનાપતિઓને ચકબૂહની રચના કરવા માટે આદેશ આપ્યો. રાજાની આજ્ઞાથી હંસક અને હિંભકમંત્રી તેમજ સેનાપતિઓએ ચક્રવ્યુહની આ પ્રમાણે રચના કરી:-ચક્રવ્યુહની રચનામાં બે હજાર રાજાઓને આગળ નિયુક્ત કરવામાં આવે. તેમાં એક (પ્રત્યેક) રાજ પાસે સે હાથીએ, બે હજાર રથી, પાંચ હજાર અશ્વો અને સોળ હજારનું પાયદળ સૈન્ય હોય છે. દરેક રાજાઓની બંને પડખે છ છ હજાર પાયદળ સૈન્ય અને આગળ પાંચ હજાર સૈનિકે રહે છે. તે બધાની વચમાં અર્ધચકવત–પ્રતિવાસુદેવ જરાસંધ રાજા રહે. જરાસંધ રાજાની પડખે ગાંધાર અને સૈધવ રાજા પિતાના સૈન્ય સાથે રહે. જમણી બાજુ ધૃતરાષ્ટ્રના સો પુત્ર સૈન્ય સહિત ઊભા રહે, તેની પાછળ શકટવ્યુહની રચના કરી. જેમાં વચમાં રાજાઓ, ડાબી બાજુ અને આગળ સેના નાયકો અને દરેક રાજાઓની વચમાં પચાસ પચાસ ગણનાયકે ગોઠવ્યા. આ પ્રમાણે વિવિધ પ્રકારના વ્યુહોની રચના કરી. બૃહોની બહાર આંતરે આંતરે, એક બીજાની મધ્યમાં ગુચ્છાકારે સૈનિકોને ગોઠવ્યા. દરેક સૈનિકના ગુચ્છ માં એકેક રાજાઓને રાખ્યા, જરાસંધ રાજાએ સમસ્ત સૈન્યનું સંચાલન કરવા માટે સત્યપ્રતિજ્ઞા વાળા અને જેમણે અનેક સંગ્રામમાં કૌશલ્યપણું દાખવેલું છે, એવા કેશલદેશના અધિપતિ હિરણ્યનાભ” રાજાની મુખ્ય સેનાપતિ તરીકેની નિમણુંક કરી. આ પ્રમાણે ચક્રવ્યુહની રચના કરી. ત્યાં સૂર્ય પણ અસ્તાચલે ચાલ્યો ગયો, અર્થાત્ રાત્રિ થઈ.