________________
સર્ગ–૧૪
૧૮૯
માદ્રીપુત્ર સહદેવે કહ્યું – “હે પાપબુદ્ધિ દુર્યોધન, સંગ્રામમાં પણ તારૂ અને શકુનિનું કપટ ચાલે છે? બહુ સારું થયું કે તમે બંને કપટકંટક સાથે મળીને આવ્યા છે. એટલે તમારે એક બીજાને વિયાગ સહન નહીં કરવો પડે. હું તમારા બંનેને એકીસાથે જ ઘાત કરીશ.” એમ કહીને દેવસમાન બલવાન સહદેવે બાણોની વર્ષોથી દુર્યોધનને ઢાંકી દીધો. દુર્યોધને પણ તીક્ષણ બાણથી સહદેવના ધનુષ્યને છેદી નાખ્યું. છતાં સહદેવ જરા પણ વિચલિત થયો નહીં. ફરીથી દુર્યોધને મંત્રથી અભિમંત્રિત યમરાજના બાણ સમાન જીવિતને નાશ કરનારૂં ભયંકર બાણ સહદેવ ઉપર મૂક્યું. પરંતુ તેને અજૂને “ગરૂડ” નામના તીણ બાણથી વચમાં જ છેદી નાખ્યું. દુર્યોધનના પક્ષપાતને કરનારા શકુનિએ ધનુષ્ય ચઢાવીને બાણની વર્ષા કરી. સહદેવે શકુનિના બાને છેદી તેના રથને પક્ષીની જેમ ઉડાડીને શકુનિને શિરછેદ કરી નાખ્યો. રાત્રિ એ જ બલ છે જેન, એવો ઘુવડ જેમ સૂર્યના તીણ કિરણને સહી શકતો નથી, તેમ ઉલકરાજા નકુલના તીક્ષણ બાણોને નહીં રહી શકવાથી, દિવસે જોતા છતાં ત્યાંથી નાશીન દુર્મર્ષણરાજાના રથમાં ગયો. ત્યાં પણ નકુલે બીજા છ રાજાઓને ત્રાસ પોકરાવી દીધું. તે છએ રાજાઓ ભાગીને દુર્યોધનના શરણે ગયા. હવે તે એ રાજાઓને સાથે લઈને દુર્યોધન, અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. પરાક્રમી બલદેવના પુત્રોની સાથે ચકવતી સમાન અર્જુને બાણની વર્ષોથી દુર્યોધન રાજાની સેનાને છિન્નભિન્ન કરી નાખી. આ પ્રમાણે દુર્યોધન રાજાના હાથીઓને અંધ કરતા અર્જુને બાણથી જયદ્રથને મારી નાખ્યો. ત્યારે ધનુષ્યને કાન સુધી ખેંચીને નિર્દય કર્ણરાજા વેગથી અર્જુનને મારવાની ઈચ્છાથી દડો. શરીરને દડાની જેમ ઉછાળતાવિશાલ ખગ (તલવાર) અને બાણ વડે યુદ્ધ કરતા, કર્ણ અને અર્જુનને જોઈને દેવો પણ વિસ્મિત બની ગયા. શસ્ત્ર સરંજામથી સહિત એવા યાદવના અનેક રથોને ભાંગીને કણે યાદવોની સેનામાં હાહાકાર વર્તાવી દીધું. ત્યારે ભીમે સિંહનાદથી અને અર્જુને શંખનાદથી શત્રુની સેનાને ભ પમાડી દીધા. દુર્યોધન હસ્તિસેના લઈ ને નામસેનને મારવા માટે આવ્યા. ત્યારે રથ રાની સાથે, હાથીઓ હાથીઓની સાથે અને અશ્વો અશ્વોની સાથે આથડી પડયા. દુર્યોધન અને ભીમસેનનું ભયંકર યુદ્ધ થયું. દુર્યોધનની સાથે યુદ્ધ કરતા ભીમે પરાક્રમથી દુર્યોધનના સૈનિકોને ઘાતકીડાની જેમ સંગ્રામરસ પૂરો કર્યો નહી. અર્થાત દુર્યોધનનું સૈન્ય છિન્ન ભિન્ન કરી નાખ્યું. ત્યારે અભિમાની દુર્યોધને પિતાના સૈનિકોને આશ્વાસન આપ્યું અને તે ભીમસેનના હાથીઓને ભેદવા માટે ગંધહસ્તિની જેમ સામે આવ્યો. દુર્યોધન અને ભીમસેન બંને સમુદ્રના મોટા મોટા તરંગોની જેમ પરસ્પર એકબીજા સાથે અથડાયા. ભીમે દુર્યોધનને ઘાયલ કરી દીધો. ત્યારે ભીમસેનને જયજયકાર થયો. પોતાના સ્વામિ દુર્યોધનના વધથી સ્વામિ વિનાના બનેલા તેના સૈનિકે હિરણ્યનાભ નામના સેનાપતિના શરણે આવ્યા. वामदक्षिणपक्षस्थाः, पांडवा यादवा अपि । सेनानीशमनाधष्णिं, शिश्रियुः सेवका इव ।४९। राजा हिरण्यनाभोऽथ, डुढौके प्रेरितो रुषा । सेनानीस्वामितामानं, दधानो भापयन् यदून ॥ अभ्यधादभिचंद्रस्तं, तदा रे मूढ दुर्मते । यदून भापयसि त्वं किं, स्वबाहुबलवितः ॥५१॥ इत्युक्त सह तेनैव, लग्नः समरकर्मणे । हिरण्यनाभभूपालो, व्यकिरच्छरसंहतीः ॥५२॥ विचालादपि चिच्छेद, तां फाल्गुनः शरैनिजैः । पुंसां ह्यपदशायोगे, क्षीयते सकलं बलं ५३। पार्थस्यापि विघाताय, स मुमोच शिलीमुखान् । भीभस्तु गदया शीघ्र, चूर्णयामास तानपि ॥