________________
૧૮૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
આ બાજુ મહાબુદ્ધિશાળી હંસક નામના મહામંત્રીએ બીજા મંત્રીઓને સાથે લઈને જરાસંધને વિજ્ઞપ્તિ કરી : “મહારાજા, કેસે અવિચારી કાર્ય કર્યું, તેનું ફળ તેને જીવિતના નાશથી તત્કાળ મલી ગયું. તે આપ પણ વિચાર કર્યા વિના યુદ્ધ કાર્ય કરશે નહીં. આપ જાણે છે કે સમુદ્રસમાન ખળભળતી જેની પાસે સેના છે, એ કૃષ્ણ કેઈ સામાન્ય રાા નથી. સામાન્ય રાજા પણ સૈન્યબલથી અધિક એવા શત્રુને જાણવા છતાં જો યુદ્ધ કરે છે, તેને પરાજય નિશ્ચિત હોય છે. વળી, આ દેવકીના પુત્ર રામકૃષ્ણનું પુણ્યબળ, સમસ્ત પ્રકારે દિન પ્રતિદિન વધતું જાય છે. તેમજ હે નાથ, રહિણીના સ્વયંવરમાં વસુદેવનું સામર્થ્ય તે આપે નજરોનજર જોયું છે. તેના જ પુત્રો કૃષ્ણબલભદ્રને રહેવા માટે કુબેરભંડારીએ દ્વારિકા વસાવી પણ આપી છે. એવા પુણ્યશાળી કૃષ્ણના-પુત્રો શાંબ-પ્રદ્યુમ્ન વિદ્યા અને પરાક્રમમાં તે ખૂદ કૃષ્ણને પણ હંફાવી દે તેવા છે. તેમાં સિંહસમાન પાંચ પાંડવે તો કરોડો યોદ્ધાઓને ગણત્રીમાં લેતા નથી. તે બધામાં સહુથી અગ્રેસર એકલા નેમિકુમાર, એક પણ અનેકતાને ધારણ કરનારા સમસ્ત પૃથ્વીને લીલા માત્રમાં એકછત્રો કરવાનું સામર્થ્ય ધરાવે છે. જ્યારે આપણું સૈન્યમાં અગ્રેસર શિશુપાલ અને રૂઝિમકુમાર છે. તેમનું પરાક્રમ તે રૂકિમણીના અપહરણ વખતે આપ સહુએ જાણ્યું છે. કુરૂદે. શીય દુર્યોધન રાજા, ગાંધાર અને શકુનિરાજા તો શિશુપાલ અને રૂકમકુમારને દ્ધા તરીકે . ગણતા જ નથી. હા, આપણામાં એક મહાધનુર્ધારી અંગદેશને અધિપતિ કહ્યું છે. પરંતુ તેનાં સૈન્યની પણ ઘંટીમાં રહેલા ઘઉં જેવી દશા થશે. જ્યારે સામાપક્ષમાં ભગવાન નેમિકુમાર છે, તે દેવ-દેવેદ્રોથી પણ જીતી શકાય તેમ નથી. કણ અને બલભદ્ર પણ દુર્ધર છે. આપણામાં તે નાથ એક આ૫ જ મહાબલવાન છે. બાકી બીજા કેઈ ઉપર વિશ્વાસ રાખવા જેવો નથી. સામા પક્ષમાં જ્યાં સુધી ચેસઠ ઈદ્રોથી લેવાયેલા ભગવાન નેમિનાથ છે, ત્યાં સુધી નિશ્ચય વિજય તેઓને જ છે. હે પ્રભુ, હમણાં આપનું ભાગ્ય વિપરીત છે, નહીંતર દેવીના છલથી “કાલ” જેવા આપના પરાક્રમી પુત્રનું અકાળે અવસાન કેમ થાય? આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને બલવાન યાદવે મથુરાથી નાસીને દ્વારિકામાં સ્થિર થયા. તે યાદ કેટલા માથાભારે છે? જેનાથી મથુરાવાસી અથવા તેની આસપાસના ગામવાળા લોકો ડરતા હતા. તે ભયંકર કાલીનાગને જેણે ક્ષણ માત્રમાં લીલાપૂર્વક હણી નાખ્યો, તે આ બલવાન કૃષ્ણ આપની સામે આવ્યો છે. તો હે પ્રભુ, આપ કંઈક વિચારો. પ્રયાણ સમયે ભવિષ્યની આગાહી રૂ૫ જે અપશુકને થયા તે પણ એક વિચાર માગે છે. અમારા સૌના મંતવ્ય પ્રમાણે આ૫ યુદ્ધ કાર્યથી પાછા ફરે, એ જ શ્રેષ્ઠ છે. તેમાં જ આપનું ગૌરવ છે. આ૫ યુદ્ધથી નિવૃત્ત થશે તો કૃષ્ણ પણ આપોઆપ અહીંથી ચાલ્યો જશે”
હંસકમંત્રીના ભયંકર વચન સાંભળીને અત્યંત રેષથી રૌદ્રસ્વરૂ૫ બનેલા જરાસંધે કહ્યુંરે દુષ્ટ, તે એ કૃષ્ણની પાસેથી લાંચ ખાધી લાગે છે. તેથી જ તું અમારામાં આ પ્રમાણે ભેદ અને ખેદ ઉપજાવનારાં વચનો બોલી રહ્યો છે. તે બિચારા રાંકડા હરણીયાનું કેશરી સિંહ આગળ શું ગજુ? ભલેને તે ગમે તેટલા ભેગા થઈને આવ્યા હોય, એ બધાનું તેજ ક્ષણિક છે. તું પણ જોઈ લેજે. તારા જેતા જ એ ગોવાળીયાઓને ક્ષણમાત્રમાં ભસ્મીભૂત કરી નાખીશ. ત્યારે તને પણ ખબર પડશે કે એ લોકેનું કેટલું બળ છે, ને મારું કેટલું પરાક્રમ છે.
ત્યારે અવસર પામીને હંસક મંત્રીના પ્રતિસ્પધી ભિક મંત્રીએ જરાસંધને કહ્યું- “સ્વામિન, હંસકમંત્રીએ આપને સલાહ આપી તે ખરેખર આપના ગૌરવ અને આપના પરાક્રમને