________________
૧૭૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तथापि सन्निधाने ते. प्रसंगतः समागतान् । अस्मान् स्वकीयसामंत-स्थानके त्वं विचितय ॥ समुद्रविजयेशेन, भूयादित्थमितोरितं । तदा विद्याधराः प्रोचु- ताः स्मः सेवकास्तव ।८।। तेषां मुख्यो जगादाथ, समुद्रविजयं प्रति । अस्माकं स्वामिनः संति, भूरिविद्याधरा नगे । ८५। जरासंधो जरत्सधि-रिवोच्छेद्योऽस्ति शाङ्गिणः । वैताढयपर्वतात्तीप्याकार्याः खेचरोत्तमाः ॥ तत्र संति जरासंधपुत्रकाः सुखवासिनः। यावदायारितास्तेन तावदाकारयाशु तान् ।८७। श्रुत्वा तदुक्तमाहेशः, कस्तत्र प्रेषयिष्यते । ते प्राहुवर्ततेऽस्मासु, सेनानीर्वसुदेवकः ॥८८॥ प्रद्युम्नसांबसंयुक्ता, एते केनापि नो जिताः । प्रेषणे योग्यता तस्मा-देतेषामेव वर्तते ॥८९॥ समुद्रविजयो लात्वा-ज्ञां विष्णुवसुदेवयोः । प्रद्युम्नं च तदा प्रेषीत, ससांबं खेचरैः सह ॥ तदास्त्रवारिणी दत्तौ-षधी सुधीरताकरी। देवैर्बद्धा जनुर्मात्र, नेमिनानकदुंदुभेः ॥९१॥
કૌટુકિ જ્યોતિષીએ આપેલા શુભમુહ દારૂ નામના સારથિથી પ્રેરાયેલા તાર્યુ ધ્વજ (ગરૂડના ચિન્હવાળા) રથ ઉપર આરૂઢ થઈને કરોડો યાદવોથી પરિવરેલા કૃષ્ણ એ શુભ શુકને પૂર્વક જયમંગલ કરતા પૂર્વ ઉત્તરની વિદિશા ઈશાન ખૂણા તરફ વિજય પ્રયાણ કર્યું. પિતાની દ્વારિકા નગરીથી પીસ્તાલીશ પેજન દૂર આવેલા સીમપલ્લીગ્રામ (હાલનું સમી, અથવા ખારાઘોડાની હદ) ની બહાર કૃષ્ણ સૈન્યને પડાવ નાખ્યો. જરાસંધના સૈન્યથી ચાર યોજન દૂર પોતાની સમસ્ત સેનાને રાખી, ત્યાં મહાપરાક્રમી વિદ્યાધર રાજાઓએ આવીને સમુદ્રવિજયને નમસ્કાર કરીને કહ્યું- “રાજનું, આપના લઘુબંધુ વસુદેવના ગુણોથી આકર્ષાઈને યુદ્ધ જેવા માટે અમે આવ્યા છીએ. જેમના કુલમાં ત્રણે જગતની રક્ષા કરનારા એવા ત્રણે લોકના નાથ ભગવાન નેમિનાથ છે. આપના જેવા પ્રતાપી પુરૂષ તેઓના પિતા છે, વળી સૈન્યમાં કરોડો દ્ધાઓને લીલામાત્રમાં જીતી લે અને ધરતીને ધ્રુજાવી દે તેવા રામ-કૃષ્ણ, શાંબ–પ્રદ્યુમ્ન જેવા મહાયોદ્ધાઓ છે. તે જરાસંધના સૈન્યથી આપને કેાઈ ભય નથી. શું સિંહબાળને હાથીઓના ટોળાથી ભય હોઈ શકે ખરે? તે પણ અવસરે આવેલા અમને આપના સાન્નિધ્યમાં રહેવાની મંજુરી આપ. અને અમને આપ પોતાના સામંત તરીકે સ્વીકારો. સમુદ્રવિજયે કહ્યું – “ભલે, આપ રહી જાવ.” ત્યારે વિદ્યાધરોએ કહ્યું: “આજથી અમે આપના સેવકે છીએ. તે વિદ્યાધરોમાં જે મુખ્ય હતા, તેમણે સમુદ્રવિજયને કહ્યું - “અમારા સ્વામી વિદ્યાધર રાજાઓ વૈતાઢય પર્વત ઉપર છે. તેઓ જરાસંધના વશવત છે. માટે ગમે તેમ કરીને એ વિદ્યાધર રાજાઓને આપ બોલાવી લ્યો. કારણ કે જરાસંધથી બધા ત્રાસી ગયા છે. કૃષ્ણ વાસુદેવથી તેને ઉછેદ થવો જ જોઈએ. માટે
જ્યાં સુધી જરાસંધ વિદ્યાધર રાજાઓને પોતાના પક્ષમાં બોલાવી ના લે, તે પહેલાં જ આપણે આપણું પક્ષમાં તેઓને આમંત્રણ આપીએ. અમારા સેનાપતિ તો વસુદેવ બનશે.” વિદ્યાધરની મહત્ત્વની વાત સાંભળીને સમુદ્રવિજયે કહ્યું: “તેઓને બોલાવવા માટે કોને મોકલીશું ?” વિદ્યાધરોએ કહ્યું – “તે માટે તે શાંબ અને પ્રદ્યુમ્ન એગ્ય છે. તેઓ કંઈનાથી પણ પરાજિત થઈ શકે તેમ નથી. ત્યાર પછી સમુદ્રવિજયે કૃષ્ણ અને વસુદેવની આજ્ઞા લઈને, વિદ્યાધરોની સાથે શાંબ અને પ્રદ્યુમ્નને વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધર રાજાઓને બેલાવવા માટે મોકલ્યા. ત્યારે દેએ તેમના ઢીંચણ ઉપર, રથના ચક્ર ઉપર અને રણભેરી ઉપર અનિવારિણી નામની ઔષધી બાંધી.