________________
સર્ગ-૧૨
૧૭૧
કલાથી બીજા માટેની કન્યાઓ પરણી ગયો .. એમાં તે જાણે પોતાનું પરાક્રમ બતાવવા નીકળી પડયો છે ! કુવાના દેડકાની જેમ તે તે ફરી ફરીને આ નગરી અને તારી માનું મોટું જ જોયું છે. બાકી તે જોયુ છે શું? હજી તું બાલક છે. જ્યારે મેં તે દેશદેશાંતર ફરી, ભાગ્ય અજમાવી અનેક સંગ્રામો કરીને, આ બધી કન્યાઓ ભેગી કરી છે. મોટા ભાઇથી અપમાનિત થયેલ હું સ્વયં પોતે જ નગરમાંથી નીકળીને જતો રહ્યો હતો. અને દ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સ્ત્રીઓથી પરિવરેલે માનપૂર્વક નગરમાં આવ્યો હતે. જ્યારે તું તે ચારની જેમ કપટ કરીને નગરીમાં પ્રવેશી ગયો. એમાં શું તે મોટું પરાક્રમ કર્યું છે કે તે મને કહેવા નીકળી પડયો છે?” આ પ્રમાણે પિતામહ (વસુદેવ)ના તિરસ્કૃત વચન સાંભળીને શાંબ હાથ જોડીને વિનયપૂર્વક બેલ્યો – દાદાજી, મને ક્ષમા કરજે. અજ્ઞાનતા અને બાલચેષ્ટાથી મેં જે આપની અવજ્ઞા કરી, તે મારા અપરાધની આપ વાત્સલ્યનિધિ, જરૂર ક્ષમા આપશોજી.” આ પ્રમાણે દાદાજીના મનને શાંત કરીને પોતે સ્વસ્થાને આવ્યા.
प्रद्युम्नस्य महाभोगान्, भुंजानस्याथ शर्मणा। रत्या साकं स्मरस्येवा-ऽनिरुद्धोऽजनि नंदनः ॥ सांबस्य शतशः पुत्राः, पवित्राशयधारकाः । बभूवू रूपसंपत्त्यौ-दार्यशौर्यगुणान्विताः ॥१८॥ निजपुत्रेण सांबस्य, पुत्रैः सांबेन संयुतः। वनवापीतडागेषु, प्रद्युम्नः केलिमाचरत् ॥१९॥ गृहे तिष्टन्नपि स्वर्गि-तुल्यान् भोगान् भुनक्ति सः। वसंतग्रीष्मवर्षादि-षडतुभिः समुद्भवान् । अखर्ववीर्यवर्या ये, ये च विद्याविशारदाः । ते सर्वे तं च सेवंते, तद् ज्ञेयं पुण्यजं फलं ॥२१॥ पित्रोः प्राज्यतमं सौख्यं, येन पुत्रेण जायते । पुत्रः स एव मातुश्चो-दरे भारकरोऽपरः ॥२२॥ चितितानां पदार्थानां, संप्राप्तिर्जायते जवात् । यतः पुत्रः स पुण्यात्मो-दरे भारकरः परः ॥ पितृभ्यां भ्रातृभिः पुत्रैः, स्त्रोभिमित्रः समृद्धिभिः । स्वजनैः सेवकाद्यश्व, प्रद्युम्नः सुखमाप्तवान् । देवादप्यधिकं तेन, यदाप्तं सुखमद्भुतं । तत्सर्वमपि विज्ञेयं, फलं पुण्यप्रभावजं ॥२५॥ पु.यान्निरंतराय, सौख्यं सर्व विजयसंप्राप्ति । ज्ञात्वेति धर्मकर्म-प्रह्वा सन्त्वत्र भव्यजनाः ॥२६॥ इति पडितचक्रचकतिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीसांबप्रद्युम्नचरित्रे श्रीप्रद्युम्नसांबजन्मविवाहपुण्यफलवर्णनो नाम द्वादशः
સઃ સમાપ્ત: | શ્રી રતુ .
રતિકુમારી સાથે સાંસારિક સુખ ભોગવતાં પ્રદ્યુમ્નને કામદેવ સમાન રૂપવાળા “અનિરૂદ્ધ” નામને પુત્ર થયો. અને શાંબકુમારને પણ સેંકડો સ્ત્રીઓની સાથે સુખ ભેગવતા પવિત્ર આશયવાળા રૂપવાન સેંકડો પરાક્રમી પુત્રો થયા. રાજમહેલમાં રહેલા શાંબ અને પ્રદ્યુમ્ન પોતાના પુત્રોની સાથે વન-ઉદ્યાન-વાવ, સરોવર વગેરેમાં વિવિધ પ્રકારની કીડા કરતા, રાજહેલમાં સ્વર્ગીય સુખ અને આનંદ માણી રહ્યા. વસંત. ગ્રીષ્મ, વર્ષા વગેરે છએ ઋતુને અનુસાર સુખનો અનુભવ કરી રહ્યા. અખૂટ વીર્યવાન, પરાક્રમી અને વિદ્યા વિશારદ પણ પ્રદ્યુમ્નનાં સેવકો થઈને રહ્યા. તે