________________
સર્ગ-૧૨
कपटी कपटेनाशु, कपटिन्याश्च नंदनः । कन्या उदवहद्धन्या, भामा जगाद गद्गदं ॥५॥ संपूर्णीभवनत्वेन, प्रतिज्ञाया मनोभवः । स्वगेहं प्राप्तवांश्चाभू-त्सांबस्य करपीडनम् ॥६॥ रुक्मिणीजांबवत्योश्च, वभूव प्रमदो महान् । मानसे सत्यभामायाः, प्राज्यं दुःखमजायत ।७।
સુભાનુકુમારના લગ્ન માટે સત્યભામાએ નવ્વાણું કન્યાઓ એકઠી કરી. સોમી કન્યાની શોધ માટે અનુચરોને મોકલ્યા. આ વાત પ્રજ્ઞપ્તિવિદ્યા પાસેથી પ્રદ્યુમ્નકુમારે જાણી. તેણે એક મેટું સૈન્ય વિક" એને પોતે જિતશત્રુરાજ બનીને રહ્યો. શાંબને સુંદર રૂપવતી કન્યા બનાવી. સત્યભામાના ઉદ્યાનમાં વિપુલ સૈન્ય સાથે જિતશત્રુ રાજા છાવણી નાખીને રહ્યો. શાંબકુમારી સખીઓની સાથે ઉદ્યાનમાં કીડા કરી રહી હતી. ત્યાં સુભાનુકુમાર ઉદ્યાનમાં ફરવા માટે આવ્યો. સખીઓ સાથે ક્રીડા કરી રહેલી શાંબકુમારીને જોઈને તેના રૂપમાં મુગ્ધ બની ગયો. ઘેર આવીને પોતાની માતા સત્યભામાને વાત કરી. સત્યભામાએ મંત્રીને મોકલી ઉદ્યાનમાં રહેલા જિતશત્રુ રાજા પાસે સુભાન માટે કન્યાની માગણી કરી. જિતશત્રુરાજાએ શરત મૂકીઃ- મારી કન્યાનો હાથ ઝાલીને સર્વલોક સમક્ષ સત્યભામાં દ્વારિકા નગરીમાં પ્રવેશ કરાવે, અને પાણિગ્રહણ સમયે સુભાનુકુમારના હાથ ઉપર મારી કન્યાને હાથ રાખે, તો જ મારી કન્યા સત્યભામાના પુત્ર સુભાનુકુમારને આપું.” મંત્રીઓએ જઈને સત્યભામાને જિતશત્રુ રાજની શરતો કહી. ગરજવાળી સત્યભામાએ કઈ જાતને વિચાર કર્યા વિના ઉત્સુકતાથી તેની શરતો સ્વીકારી લીધી. ખરેખર અતિસ્વાર્થી માણસે શુભાશુભ કાર્યને વિચારી શકતા નથી. હવે પ્રજ્ઞપ્તિવિદ્યાને શાંબકુમારે કહ્યું –“મારાં બે રૂ૫ બનાવવાં છે. સત્યભામાં અને સત્યભામાનો બધો જ પરિવાર મને કુમારિકા રૂપે દેખે, અને નગરવાસીઓ તેમજ બધા યાદવો મને શાંબ તરીકે દેખે. રીતે નગરપ્રવેશ સમયે અને વિવાહ સમયે તારે મારા બે રૂપ અવશ્ય બનાવવાનાં.' લગ્નના દિવસે વાજતે ગાજતે સત્યભામાએ ઉદ્યાનમાં જઈને કુમારિકાનો હાથ ઝાલીને ધામધૂમપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો, ત્યારે નગરવાસીઓએ સત્યભામાને શાંબકુમારને હાથ ઝાલીને આવતી જોઈ, અને શાંખકુમારને હસતો જોઈને બોલવા લાગ્યા - “અહો, જુવો તો ખરા, સત્યભામાં કેવી વિવેકી છે રીસાઈને ગયેલા શાંખકુમારને મનાવીને પોતાના પુત્ર સુભાનુના વિવાહ પ્રસંગે હાથ ઝાલીન લાવી રહી છે. ત્યારબાદ શાંખકુમાર પોતાના ડાબા હાથની નીચે સુભાનુકુમારના જમણે હાથ રાખીને સત્યભામાના મહેલમાં આવ્યા. પાણિગ્રહણ સમયે સભાનુનો હાથ નીચે રાખી તેના હાથ ઉપર શાંબને હાથ રાખી અને પોતાના ડાબા હાથમાં નવ્વાણું કન્યાઓને હાથ રાખી અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફર્યો. નવ્વાણું કન્યાઓ શાબના રૂપને જોઈને વિચારવા લાગીઃ- “અહો, અમારૂં કેટલુ મહાન ભાગ્ય છે કે વિધાતાએ અમને આ તેજસ્વી અને પ્રતાપી પતિ મેળવી આપે ! ” આ પ્રમાણે ખૂશ થતી નવ્વાણું કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી શાંબકુમાર, રાત્રિના સમયે કન્યાઓની સાથે (શય્યાગૃહ) ગૃહમાં આવ્યો. શયનખંડમાં નવાણું કન્યાએ સાથે હાસ્ય વિનેદ કરી રહ્યો હતો. ત્યાં વસ્ત્રાભૂષણેથી અલંકૃત થયેલ સુભાનુકુમાર આવ્યો. ત્યારે શાંખકુમારે તેનો તિરસ્કાર કરીને બહાર કાઢી મૂકો. ગદ્દગદ્દસ્વરે ૫ડતા સુભાનુકુમારે માતા પાસે આવીને કહ્યું:-“મા, મા, શયનખંડમાં તો કન્યાઓની સાથે દુષ્ટ પાપી શાંબ આવીને બેઠે છે. હું ગયે તે મને મારીને કાઢી મૂકો.” સુભાન ઉપર વિશ્વાસ નહી આવવાથી સત્યભામાં
૨૨