________________
સ-૧૧
૧૩૫
સૂચકરૂપ કૃષ્ણની જમણી આંખ સ્કુરાયમાન થઇ...ત્યારે કૃષ્ણે સારથિને કહ્યું : અરે, સારથિ ! મારૂં જમણું નેત્ર કેમ ફરકે છે ? શુ' મને લાભ થવાના હશે ? અત્યારે તેા મહા આપત્તિમાં છું. દેવીનુ અપહરણ થયું, ખંવગ અને સહેાદર (ભાઇ) ના ઘાત થયા, પરાભવ થયેા. હાલ તા મારી બધી દશાએ બેસી ગઈ છે, તેમાં વળી સુખ ક્યાંથી મળવાનું ? આ શત્રુ પણ મહાભયંકર છે. મારી આબરૂ પણ હવે રહે તેમ લાગતી નથી.’ આ રીતે વિષાદપૂર્વક કૃષ્ણ સારથિની સાથે વાત કરી રહ્યા હતા, ત્યાં પ્રદ્યુમ્નના રથ કૃષ્ણના રથની સામે આવીને ઊભા રહ્યો. પાતાની પ્રાણપ્રિયાનું અપહરણ કરનાર અને બંધુના ઘાત કરનાર એવા ઉત્કટ શત્રુને જોઇને કૃષ્ણે કહ્યું : ‘તું મારા મહાકટ્ટર દુશ્મન છે, છતાં કાણુ જાણે તને જોઈને મારા હૃદયમાં વિના કારણે સ્નેહ કેમ ઉત્પન્ન થાય છે ? માટે તને કહું છું કે મારી પત્નીને મૂકીને મારી આગળથી તું જીવતા જા નિરક પ્રાણાને શા માટે ગુમાવે છે ?” ત્યારે હસીને પ્રદ્યુમ્ને કહ્યું : હે વીર પુરુષ, રણભૂમિ ઉપર સ્નેહ કેવા ? હું તા તમારી ભાર્યાનું હરણ કરનાર અને તમારા બંધુના ઘાતક છું. તા હે દેવ, તમારૂ કવ્ય બજાવી શકા છે. સંગ્રામમાં સ્નેહાળ વચનાની કોઈ કિંમત નથી. રણમાં તા વીરપુરુષાએ વીરરસપૂર્વક પેાતાનું ભુજાબળ બતાવવુ જોઈએ. તેા તમારામાં સામર્થ્ય હાય તા તમારૂં બાહુબળ બતાવીને તમારી ભાર્યાને ગ્રહણ કરે.. અને જો તમારામાં તાકાત ના હોય તે મારી પાસે દીનવચનથી ભાર્યાની ભીક્ષા માગેા. હું દયાળુ છું. કઠાર નથી. જો તમે યાચના કરશે। તા ભાવપૂર્વક તમારી પત્ની તમને પાછી આપીશ.' શત્રુ (પ્રદ્યુમ્ન)નાં આવાં ઉત્કટ વચન સાંભળી, અતિ ગુસ્સે થયેલા પુરૂષોત્તમે (કૃષ્ણ) શત્રુની સામે સજજ થઇને ખાણાના સમૂહ શક્યો. માણેાની વર્ષાથી ચારે દિશા ઘનઘાર વાદળાની જેમ વ્યાપ્ત બની ગઇ. અર્થાત્ એવા અધકાર થઇ ગયા કે જમીન પર પડેલી વસ્તુ જોઈ શકાય નહીં. આ પ્રમાણે વિષ્ણુના બાણેાથી આકાશ–પૃથ્વી આચ્છાદિત થયેલી જોઇને પ્રદ્યુમ્ને અર્ધચન્દ્ર બાણુ વડે તેમનાં માણેાને છેદી નાખ્યાં. ત્યારે કૃષ્ણે વિચાર્યું" : ‘આ કાઈ વિદ્યાસિદ્ધ કલાવાન દેખાય છે. યુદ્ધમાં જેવી તેવી રીતે તેના ઉપર વિજય થશે નહી.’ એમ માનીને બળવાન એવા કૃષ્ણે પણ વ્યાકુળ ચિત્તવાળા થઈને શત્રુના પ્રાણાને તત્કાળ હરનાર ભયંકર ધનુષ્ય ગ્રહણ કર્યું.
‘જેના એક વાર જય થયા, તે ખીજી વાર પણ વિજયી બને છે.'—એ પ્રમાણે બીજી વાર પણ પ્રદ્યુમ્ને તેમના ધનુષ્યને છેદી નાંખ્યું અને ખલ્યેા : ‘પુરુષાત્તમ, જાણ્યું જાણ્યું તમારૂ ધનુર્વિદ્યાનુ' પરાક્રમ....બરાબર જાણ્યું....કે જેને તમે શર સાથે સાંધે! તે પહેલાં જ મે છેઢી નાંખ્યું. વારૂ, સંગ્રામભૂમિ ઉપર વીરપુરુષોને હાંસીપાત્ર એવી આ ધનુર્વિદ્યા તમે કયાંથી શીખી લાવ્યા ? કે જે તમારા ગૌરવને ખંડિત કરનારી છે. તમારા પાંડવા અને બલભદ્ર આદિ સુભટોએ યુદ્ધમાં તમારાથી વિશેષ પરાક્રમ બતાવ્યું હતુ. જ્યારે તમે તે તે બધાના નાયક છે. તમારામાં તે વિશેષ સામર્થ્ય હાય, એના બદલે ધનુષ્ય ચઢાવવા જેટલું પણ બાહુબળ દેખાયુ' નહીં! જેનું શસ્ત્રશિક્ષામાં કૌશલ્ય હાય તે જ યુદ્ધમાં વિજયી બને છે, ખીજો નહી. શસ્ત્રકલા વિના મારી સાથે યુદ્ધ કેવી રીતે કરી શકશેા ? પછી ભાર્યા અને બંધુને કેવી રીતે મુક્ત કરશેા ? જો તમને યુદ્ધકલા ના આવડતી હાય તા ગુરુ પાસે જઇને શીખા. અથવા ઘેર જઈને સુખ ભાગવા.’
ΟΥ