________________
સ-૧૦
लोकेऽपि कथ्यते सर्वे, पुत्रा यदि कुपुत्रकाः । पितरौ भवतः सर्व-सहौ मोहानुषंगतः । १९ । आत्मनो दूषणाभावे -ऽप्यंगीकृत्य स्वदूषणं । पितरौ क्षमितौ तेन, विनीत इहवहि | २०| इत्यभिधीयमानेऽपि विनयेन मुहुर्मुहुः । लज्जयाधो मुखौ तौ न किमपि प्रत्यजल्पतां ॥ २१॥ आदेशमार्गणे मौन-मप्यादेशाय संभवेत् । उत्सुकः स विमृश्येति, पितरौ भक्तितोऽनमत् । २२ । बांधवानपि संतोष्य, स्वजनान् सकलानपि । पुनरप्यागमिष्यामि, कथयित्वेति निर्ययौ |२३| तदा प्रत्यर्थिभिर्ज्ञातं समीचीनमभूदिदं । उत्तीर्णं शिरसः शल्यं, सुखेन विचरिष्यते । २४ सुजनैविदितं नृणां भविष्यत्यथ का गतिः । अधमाः प्रसरिष्यंति, दुष्टेष्वयमभूत्सृणिः ॥ २५ ॥ नीचतादर्शनाभावादुच्चतादर्शनान्नृणां । गुणैः सर्वैरपि स्तूय - मान एवाचलत्पुरात् ।२६।
૫૧
નારદ ૠષિએ તેજસ્વી પ્રદ્યુમ્નને કહ્યું : વત્સ, હવે આપણે જલ્દીથી દ્વારકા નગરી પહેાંચવું જોઇએ.’ કૃતજ્ઞશિરોમણી પ્રદ્યુમ્નકુમારે કહ્યું : 'નાથ, માતા-પિતાને પૂછ્યા વિના હું નહી આવું. જે માતા-પિતાએ મને જીવન આપ્યું, પાળીપાષીને માટે કર્યાં અને જેના પ્રતાપે હું આટલી વિભૂતિ પામ્યા, એવા ઉપકારી માતા-પિતાની અવજ્ઞા મારાથી કેમ થઈ શકે? આપ અહીં ઊભા રહેા. હું નગરીમાં જઇને માતા-પિતાની રજા લઇને આવું છું.' એમ કહીને નારદને ત્યાં મૂકીને સરલ સ્વભાવી પ્રદ્યુમ્ન પિતાના મહેલમાં ગયા. માતા કનકમાલા પણ ત્યાં જ હતી. માતા-પિતા બંનેને નમસ્કાર કરીને પ્રદ્યુમ્ન ખોલ્યેા : હે માતા-પિતા, હું અન્યાય કરનારા અને દુષ્ક કરનારી હાવા છતાં આપતા કરૂણાના સાગર છે. મારા અપરાધની ક્ષમા આપે. માતાને હેરાન કરવી, એનાથી વધીને ખીજું કયું પાપ હાય ? અજ્ઞાનતાથી મેં જે કાંઇ આપનું અહિત કર્યું, તેની હે માતા ! મને ક્ષમા આપેા. ઉત્તમ પુરૂષા અનાથની, અપરાધીની દીન કે હીનની વિડંબના કરતા નથી. હું તમારા જ બાળક છું, તમે જ મને માટા કર્યાં છે અને તમે જ મને અહી સુધી પહેાંચાડ્યો છે. આટલી સુંદર વિભૂતિ આપી છે. બાળપણમાં ખાલચેષ્ટાથી મેં આપની ઘણી ઘણી અવજ્ઞા કરી હશે, ગંભીર હૃદયવાળાં એવાં આપે તે યાદ કરવી નહિ. આજ સુધી મેં તમને માતા અને તમને જ પિતા તરીકે જોયા છે, મારા સુખને વધારનાર આપ સિવાય બીજુ કાઇ નથી. તા હૈ માતા-પિતા ! આપ જો આજ્ઞા આપે। તેા મારા જન્મદાતા માતા-પિતાને જોવા માટે જાઉ.. કુલવાન પુત્રો માતા-પિતાની આજ્ઞા વિના શુભ કે અશુભ ક'ઈ પણ કાર્ય કરતા નથી. આપની અવજ્ઞા કરનારા, આપના સેંકડા અપરાધો કરનારા એવા મને, પુત્ર તરીકે હંમેશા યાદ કરજો. ‘અવિનીત એવા આ બાળક મારી કુક્ષીથી ઉત્પન્ન થયા છે.’ આ પ્રમાણે હે માતા, આપે હંમેશા વિચારવું. બાળકે ખાલભાવથી નિઃસ્નેહી, નિર્દય અને અવિવેકી હાય, છતાં માતા-પિતા પુત્ર ઉપર પ્રેમ જ રાખે છે. લાકમાં પણ કહેવાય છે કે ‘પુત્ર કપુત્ર થાય પરંતુ માતા-પિતા તા બધું સહન કરીને પુત્ર ઉપર હંમેશા વાત્સલ્ય જ રાખતા હોય છે.’પિતાજી, જો કે હું માતાપિતાને મળવા જાઉં છું, છતાં મારા મનરૂપી ભ્રમર આપના ચરણકમલમાં સદાયે ગુંજારવ કરતા રહેશે.' પેાતાના કેાઈ દોષ ના હોવા છતાં પ્રદ્યુમ્નકુમાર બધા દોષ પાતે સ્વીકારીને માતાપિતાને વારંવાર ખમાવે છે, એ જ એનું વિનયી અને વિવેકીપણું સૂચવે છે. પ્રદ્યુમ્ન આ પ્રમાણે વાર વાર વિનયપૂર્વક ક્ષમાયાચના કરવા છતાં લજ્જાથી કાલસંવર અને કનકમાલા નીચું જોઈ રહ્યાં. કંઈ પણ બોલ્યાં નહી. ‘મૌન અનુમતમ !’‘મૌન એ જ આજ્ઞા' એમ માનીને માતાપિતાને નમસ્કાર કરી ત્યાંથી નીકળીને અધ્વર્ગ તેમજ બધાયે સ્વજનાને સંતાષ આપીને ‘ક્રીથી