________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વૃદ્ધે કહ્યુઃ “બરાબર, તે સત્ય કહ્યું. હું વૃદ્ધ હોવા છતાં તરૂણ એવા તારાથી કલાઓમાં અધિક છું. મને તમે બધા ઉપાડીને અશ્વ ઉપર ચડાવો, તે મારી બધી જ કલા તમને બતાવું !” વૃદ્ધનાં ગર્વપૂર્ણ વચન સાંભળીને ભાનુકુમારે સુભટને કહ્યું : “ચઢાવો આ પાપી, નિંદક ડોસલાને ઘેડા ઉપર ચઢાવે. આપણે તેનું અર્ધકૌશલ્ય જોઈએ !” પોતાના સ્વામીની આજ્ઞા સાંભળીને સેવક વૃદ્ધને અશ્વ ઉપર ચઢાવવા માટે બે હાથે ઉંચકવા લાગ્યા, પરંતુ એ બધા બળવાન સૈનિકો ભૂમિ પર ઉધે મસ્તકે પડી ગયા. સાથે જરાથી જર્જરિત દેહવાળે વૃદ્ધ પણ વજની જેમ ભૂમિ પર પડયો. તેમાં કેટલાકનઃ મખ ભાગ્ય'. કેટલાકના હાથ અને કેટલાકના દાંત તૂટી ગયા. કેટલાકના પગ અને હાથ છોલાઈ ગયા. ત્યારે વૃદ્ધ માયાથી બોલ્યો : “અરે, આ દુરાત્માઓએ નિર્દયની જેમ મને જમીન ઉપર પછાડ્યો. હું શું કરું? હે ભાનુકુમાર, આ નિર્ગુણીઓને કંઈક ઠપકો તો આપ. વેતન આપીને એ લોકોને નિર્વાહ કરે છે, પરંતુ આ પાપીઓ દુર્વિનીત, મદેન્મત્ત, ઉશૃંખલ અને વૃદ્ધ પુરૂષોની વિડંબના કરનારા છે. આ પાપાત્માઓનું અશ્વારોહ કૌશલ્ય તો જોઈ લીધું. પરંતુ હે ભાનુકુમાર, તું વિવેકી લાગે છે. મારું અશ્વકૌશલ્ય જેવું હોય તો મને કઈ પણ એક જણ અશ્વ ઉપર ચઢાવે તે આશ્ચર્યકારી અધૂખેલન બતાવું. મને “ઘરડો “ઘરડા” કરીને આ બધા મારી નિંદા કરે છે. પરંતુ એક વખત મારૂં કૌશલ્ય તમે જોશે તો તમને ખબર પડશે કે કણ વૃદ્ધ છે ?” વૃદ્ધના આવા કટુવચન સાંભળીને ભાનુકુમારે પોતાના સેવકને કહ્યું: “આ વખતે આપણે બધા એકી સાથે તેને ઉંચકીને અશ્વ ઉપર ચઢાવીએ. જેજે, સાવધાની રાખજે. આ એક વખત પડ્યો તો બચી ગયો. પરંતુ હવે જે બીજી વખત પડશે, તે તે મરી જ જશે. માટે તેને બરાબર પકડજે.” આ પ્રમાણે ભાનુકુમાર આદિ રાજપુત્રો તેમજ બધા સેવકે એ એકીસાથે તેને ઉચકવા પ્રયત્ન કર્યો, પરંતુ જમીનથી એક તસુમાત્ર પણ હાલ્યો નહીં. પોતે પિતાનામાં જેટલું સામર્થ્ય હતું તે બધું અજમાવીને તેને ઉચકવા પ્રયત્ન કરે છે, પરંતુ નારક જીવની જેમ જીર્ણશીર્ણ થઈને બધા ભૂમિ પર ઊંધે માથે પડી જાય છે. તેઓનાં આભૂષણે અને વસ્ત્રો પણ શરીર પરથી જમીન પર સરી પડ્યાં. ત્યારે વૃદ્ધ કઠોર વચન બેલ્યો :
અરે ભાનુકુમાર ! આ સેવકને તે ખવડાવી ખવડાવીને સાંઢ જેવા કર્યા છે, એટલું જ છે ! બાકી એ નિર્માલ્યોમાં મારા જેવાને ઉપાડી અશ્વ ઉપર ચઢાવવાની પણ શક્તિ નથી. વળી, આ બધા તારા ભાઈઓ પણ શક્તિહીન નપુંસક જેવા છે, મને એકને પણ ઉચકવાની તેઓમાં તાકાત નથી. ખેર, કંઈ નહી, મારી કલા મારા પેટમાં જ ભલે રહી. તમારા જેવા કાયરેને આપીને મારે શરમાવું પડે.” આ પ્રમાણે કઠેર શબ્દ સંભળાવીને જમીન પર ચત્તાપાટ પડેલા ભાનુકુમારની છાતી ઉપર બે પગ દઈને પોતે ઘોડા ઉપર સ્વારી કરી ગયો. એવી સુંદર ગતિથી અશ્વને દેડાવવા લાગે કે જાણે આકાશમાં ઉડતે ના હોય ! જમીન પર પડેલા ભાનુકુમાર આદિ રાજપુત્રો અને સેવકે તેનું અશ્વમેલનનું કૌશલ્ય જોઈ વિસ્મય પામ્યા. મનમાં કલ્પના કરે છે કે “આ કેાઈ દેવ, દાનવ, કિન્નર કે અસુર હશે !” કૌતુકી પ્રદ્યુમ્ન, વૃદ્ધરૂપે સુંદર ગતિથી અશ્વ ખેલવતા ક્ષણમાત્રમાં અદશ્ય થઈ ગયો. पुरस्ताच्चलता तेन, द्वारिकापूदिक्षया। एक मनोहरं दृष्ट्वा, विद्यापृच्छयत काननं ७२। कस्येदं काननं कांतं, बहिः कर्णपिशाचिके । सा चख्यौ सत्यभामायाः, समस्तीदं तदद्भुतं ॥ समाकोदितं तस्या-स्तेन प्रस्ताववेदिना । विद्यासान्निध्यतश्चक्रे, रूपं षोडशवार्षिकम् ०७४। हयाः सप्त कृतास्तेन, लक्षणैर्लक्षिता अपि । क्षुधया पीडिता देहे, स्नेहेन परिवजिताः।७५।