________________
૧૦૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
શાસ્ત્રો (વેદો)ને તત્ત્વજ્ઞાનીઓ શાસ્ત્રરૂપે પ્રમાણરૂપ માનતા નથી. જેમાં હિંસાનું નિરૂપણ હોય તે શાસ્ત્ર એ શાસ્ત્ર નથી, પરંતુ શસ્ત્ર છે. હિંસાનું પ્રરૂપણ કરનારા બ્રાહ્મણે એ બ્રાહ્મણ નથી, પરંતુ ચંડાળ છે. જીવોની હિંસાથી ધર્મ થાય છે એવું કોઈ પણ શાસ્ત્રમાં બતાવ્યું નથી. તમારા જ મનુસ્મૃતિ, વેદ રહસ્ય વિગેરે શાસ્ત્રોમાં પણ એ પ્રમાણે જ કહ્યું છે.' આ પ્રમાણે તેને વેદ અને બ્રાહ્મણની નિંદક માનીને ધાતુર બનેલા દ્વિજાતિય બ્રાહ્મણે તેને મારવા માટે દોડ્યા. ત્યારે બ્રાહ્મણ વેષધારી પ્રદ્યુમ્ન તેઓના ઉપર વિદ્યા મૂકી, જેથી તે લોકે અરસપરસ એક બીજાની સાથે ઝગડો અને મારામારી કરવા લાગ્યા. કેઈ મુઠીઓથી, લાકડીથી, પત્થરથી એક બીજાના માથા ઉપર, કમર ઉપર, છાતી ઉપર, અને હાથ–પગ ઉપર ઘા કરવા લાગ્યા. એક બીજાના માથાના વાળ, પગ, હાથ અને વસ્ત્રો ખેંચવા લાગ્યા. આ પ્રમાણે અરસપરસ ઝગડો કરતા અને મારમારી કરતા બ્રાહ્મણને જોઈને સત્યભામાં બેલી : “હે વિપ્રો, તમે શા માટે આમ ઝગડા કરો છો અને મારામારી કરો છો ? હું તમને બધાને જમાડીશ. આ રીતે તમાસે કરો તે સારું ના કહેવાય.” ત્યારે તે વેષધારી બ્રાહ્મણ કુતૂહલથી ઉછળી ઉછળીને બીજા બ્રાહ્મણને લાકડી-ફા આદિથી કૂટવા લાગ્યો. મારફૂટ કરતા તેને જોઈ હાસ્યાકુલ બનેલી સત્યભામાએ કહ્યું: “હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે આ લેકેની સાથે શા માટે ઝગડો છે ? તમે એકલા છો, તે શું તમારી ક્ષુધા શાંત નહીં થાય? તમારી ઈચ્છા મુજબ ભજન કરી લ્યો. આપને શા માટે કલહ કરવો જોઈએ ?” ત્યારે બ્રાહ્મણે કહ્યું : “સત્યભામા, મેં તારી દાનત જાણી લીધી. આ બધાને તે તે નિમંત્રણ આપીને બોલાવ્યા છે, તે એ લોકોને તારે જમાડવાના લાગે છે. હું એક વિના આમંત્રણે આવ્યો છું એટલે મને જમાડવાની તારી મરજી લાગતી નથી. એથી જ તે આ લોકોના કાનમાં વાત કરીને, તેમને બે લાવી મને મારવા માટે પ્રેરણા કરી લાગે છે. નહીંતર આચારહીન, પેટભરા અને ઉદ્ધત એવા આ રાંકડાઓ શુદ્ધ બ્રાહ્મણ એવા મને મારવા માટે કેમ આવી શકે ?” ત્યારે સત્યભામાએ કહ્યું : “કોને કોણે માર્યા છે, એ તે મેં મારી સગી આંખે જોયું છે. તે હવે તમે મૌન ધારણ કરીને ભજન કરી લ્યો.” ત્યારે કૃત્રિમ બ્રાહ્મણે કહ્યું: “જે મને ભેજન કરાવવું જ હોય તે સંપૂર્ણ ભેજન આપજે. તાલવું ચાટે એટલું ના આપીશ.” ત્યારે હસીને સત્યભામાએ કહ્યું : “તમને ઘણી ભૂખ લાગી છે તે તમે મારી આગળ બેસે. હું જ તમને પીરસીશ.”
આ પ્રમાણે કહીને પિતાના સેવકોને કહ્યું: “આમને સારા સારા પકવાન વિગેરે પીરસીને આકંઠ ભોજન કરાવવાનું છે.” સેવકોએ પણ કૃત્રિમ બ્રાહ્મણને આદરપૂર્વક સુંદર આસન ઉપર બેસાડ્યા, અને સુવર્ણના વિશાલ થાલમાં, કુષ્માંડપાક, ઘેબર, લાપસી આદિ શ્રેષ્ઠ પકવાને લાવીન પીરસ્યાં. સત્યભામાએ કહ્યું: “હે દ્વિજોત્તમ, આ બધુ પીરસાઈ ગયું છે. તેને અમૃત માનીને હવે ભજનની શરૂઆત કરે.” ત્યારે બ્રાહ્મણ ભૂખમરામાંથી આવ્યો હોય તેમ હાથીની જેમ મોટા મોટા કેળીયા કરીને સેવકેએ પીરસેલો સર્વ આહાર ક્ષણમાત્રમાં આરોગી ગયો. બીજી વખત એટલું જ પીરસ્યુ તે પણ બધું ખાઈ ગયે. જરાયે બાકી રાખ્યું નહીં. ત્યારબાદ ઘરમાં જેટલા પકવાન હતાં તે બધાં લાવી લાવીને સેવકે પીરસતા જાય છે અને એ બ્રાહ્મણ ખાતો જાય છે. જેટલી પાકી રસેઈ હતી તે બધી જ પીરસાઈ ગઈ અને તે બધી આરોગી ગયો. ત્યારે વિવાહ પ્રસંગે આવેલા સ્વજન સ્નેહીઓ કુંટુબીજને તેમજ આડોશ-પાડોશવાળા બધા લોકે કુતૂહલથી જોવા માટે આવ્યા. એ લોકો પણ હાથમાં જે આવ્યું તે જેમ જેમ પીરસતા ગયા તેમ તેમ આ બ્રાહ્મણ ખાતો ગયો. ઘેબર, ખાજા, મોદક, પુરી, બરફી, પેંડા, વડા, લાપસી આદિ જેટલાં પકવાન અને રાંધેલી રાઈ હતી, તે બધી પરણી. તે બધી આરગી ગયે. રાંધેલી રસોઈ