________________
સર્ગ–૧૦
૧૧૧
વાળ આપવા પડે તેના ભયથી પહેલાં જ હું મરવા માટે તૈયાર થઈ હતી, પરંતુ નારદઋષિએ હું તારા પુત્રને મેળવી આપીશ.” એ પ્રમાણે આશ્વાસન આપીને મને રોકી રાખી. પુત્રમિલનની ઝંખનાથી, ત્યારે હું નારદજીના વચનથી ના મરી. હવે પુત્રનું મિલન તે થયું નહી, અને શરત પ્રમાણે મારે માથાના કેશ ઉતારી આપવા પડશે. અરે, મુનિશ્વર, મારાથી આ પરાભવ કેવી રીતે સહાશે ?' એમ કહીને દુઃખી થયેલી રૂકિમણી રૂદન કરવા લાગી. મુનિએ કહ્યું: “માતા, તું શા માટે ચિંતા કરે છે ? હજી તારું ભાગ્ય બલવાન છે. તારો મહાન પુણ્યોદય જાગતો છે. તારી પુત્ર તને જરૂર મલશે. તારા માથાના વાળ કેઈ નહી લઈ શકે. માતા, તું ધૈર્ય ધારણ કર.” એમ કહીને રૂમિણને અદશ્ય કરી, તેનું પ્રતિબિંબ આસન ઉપર સ્થાપન કરી પોતે અંગરક્ષક થઈને ઊભો રહ્યો. તેટલામાં સત્યભામાએ મેકલેલી દાસીઓ આવી. આસન પર બેઠેલી રૂકિમણીને નમ
સ્કાર કરીને કહ્યું: “મહાદેવી, અમારો કઈ દોષ નથી. આ૫ તે સારાસારના જાણકાર છો. અમે દાસીઓ, હાસ્ય ઉપજાવે એવાં તો અમારાં શરીર છે. કર્મને કઠનાઈથી આજીવિકા માટે આવું દાસકાર્ય કરવું પડે છે. માટે આપ અમને ક્ષમા કરશે.” પ્રતિબિંબરૂપે રહેલી રૂકિમણીએ કહ્યું : દાસીઓ, તમે શા માટે આવી છો ?' ત્યારે તેઓએ કહ્યું: “સત્યભામાએ અમને મોકલી છે. ફરીથી માયારૂપ રુકિમણુએ પૂછ્યું: “હજામ-હજામડી આદિ દાસદાસીઓને સત્યભામાએ કયા કારણે મેકલી છે ?” ત્યારે વિનયપૂર્વક દાસીઓએ કહ્યું : “આપે અને અમારી સ્વામિનીએ જે શરત કરી હતી તે માટે અમને મોકલી છે. તે આપ શરતને યાદ કરીને આપના માથાના વાળ ઉતારી આપશે. નહી આપે તે અમારે કઈ દોષ નથી. માયામયી રુકિમણીએ કહ્યું: “નહી, નહી, તમે બહુ સારું કર્યું. સ્વામિસેવકભાવ તેવા પ્રકારને જ જોઈએ. તેથી પોતાની સ્વામિનીના વચન પ્રમાણે કરવામાં તમારો કે દોષ નથી. નિર્ભય થઈને બેલા હજામને. મારી વેણી (કેશ) ને ગ્રહણ કરે, અને તમારી સ્વામિનીને આનંદપૂર્વક આપજે. રુકિમણીના કહેવાથી દાસીઓએ દૂર ઉભેલા હજામને બોલાવીને કહ્યું: “તું રુકિમણીદેવીના માથાના બધા વાળ લઈ લે.” હજામ પણ બીતે બીતે ધીમે ધીમે રૂકિમણીની પાસે આવ્યા. ત્યારે માયારૂપ રુકિમણીએ કહ્યું: “ડરે છે શા માટે ? નિર્ભયપૂર્વક લઈ લે મારી વેણીને.” હજામે અસ્ત્ર તીક્ષણ કરવા માટે ઘસ્યો. દાસીઓએ નીચે છાબડી ધારણ કરી રાખી અને જેવો તે (હજામ) માથા પર અસ્ત્રો ચલાવવા જાય છે ત્યાં કંચુકી રૂપે ઉભેલા પ્રદ્યુમ્ન વિદ્યાના પ્રભાવથી અસ્માને બદ્દો બનાવી દીધો. અને દાસીએના નાક, કાન અને આંગળીઓ છેદી નાખી. સત્યભામાની બધી દાસીઓના, હજામ અને બીજા સાથે આવેલા નોકરોના માથાના વાળ ઉતારી નાખ્યા. નાકટ્ટી, કાનકટ્ટી અને મુંડિત (ડી) થયેલી દાસીઓને વિદ્યાના પ્રભાવથી કંઈજ ખબર પડી નહી. તે લોકો તે એમ જ જાણે છે કે રુકિમણી દેવીના માથાના વાળથી છાબડીઓ ભરીને લઈ જઈએ છીએ. તેથી હસતી-રમતી દાસીઓ રુકિમણીના મહેલથી નીકળી ત્યારે દાસ દાસીઓના દેદાર જોઈને લોકે ધીમે ધીમે હસવા લાગ્યા. રસ્તામાં જતા નગરવાસીઓ નાકકટ્ટા, કાનકટ્ટા અને મૂંડાયેલા પરિવારને જોઈને જોર જોરથી હસવા લાગ્યા. તે બધાને હસતા જોઈને દાસીઓ વિચારે છે: “અમારી રૂપસંપત્તિ જોઈને આ લોકે હસે છે. આ પ્રમાણે આનંદ-પ્રમોદ કરતી દાસીઓ અરસપરસ રુકિમણીના ગુણગાન કરે છે ? “અહો ધન્ય છે રૂકિમણી દેવીને કે જે આટલી રૂ૫-લાવણ્યવતી, સૌંદર્યવતી અને કૃષ્ણની માનીતી હોવા છતાં વચનપાલનમાં કેટલી સજજનતા છે કે જરાયે આનાકાની કર્યા વિના સહજતાથી માથાના કેશ ઉતરાવી આપ્યા.” આ પ્રમાણે રૂકિમણુદેવીના ગુણગાન કરતી કરતી હર્ષપૂર્વક સત્યભામાના આવાસમાં આવી. દાસીઓના અવાજને સાંભળીને સત્યભામાએ કહ્યું: “અલી દાસીએ,