________________
૧૩૨
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
કલ્પાંતકાળના સમુદ્ર સમાન બંનેના સૈન્યમાંથી નીકળતા યોદ્ધાઓ તરંગોની જેમ પરસ્પર અથડાવા લાગ્યા. પરસ્પર ખગોના ઝાટકાથી દૂદિન (વાદળાંઓથી ઘેરાયેલું આકાશ) માં જેમ વીજળીના ચમકારા થાય તેમ લાગતા હતા. ગર્જના કરતા મેઘની જેમ સુભટો બાણારૂપી પાણી વરસાવતા હતા. મહાવતો મહાવતેની સાથે, ઘોડેસ્વારે ઘોડેસ્વારની સાથે, રથિકે રથિકની સાથે, પાયદળો પાયદળની સાથે, હાથીઓ હાથીઓની સાથે, અશ્વો અશ્વોની સાથે, રથ રથની સાથે અને દાંડિકે દાંડિકાની સાથે યુદ્ધ કરવામાં તલ્લીન બનેલા હતા. બંને સૈન્ય યુદ્ધની મર્યાદાનું ઉ૯લંધન કરતાં ન હતાં.
અહો, સંસારનું સ્વરૂપ કેવું વિપરીત છે કે વિના કારણે પિતા-પુત્ર લડી રહ્યા છે. તેમાં મુરખ (અસ્ત્રા જેવા) નામના શસ્ત્રથી કેટલાય સૈનિકનાં માથાં મુંડાઈ ગયાં. કેઈકના કાન તે કોઈના આંખ-નાક-જીભ અને મરતક છેદાઈ ગયાં. તેમાં માથા વિનાના ધડ પણ છવપ્રદેશથી વ્યાપ્ત હોવાથી યુદ્ધ કરતાં હતાં. કોઈ માત્ર શ્વાસે શ્વાસ લેતા હતા. કઈ મૌન થઈને પડેલા હતા. કેટલાકના પગ કપાયેલા હતા, તો કેટલાકના હાથ, કેટલાકની ડોક, કેટલાકની હાથની આંગળીઓ છેદાઈ ગયેલી હતી. હાથીઓથી હાથીઓ, અશ્વોથી અશ્વો અને પાયદળો (સૈનિક) થી પાયદળો છેદાઈ-ભેદાઈને રણભૂમિમાં અથડાવા લાગ્યા. કેઈ એક-બીજાના વાળ પકડીને લડે છે તે કઈ બગલમાં બીજાને દબાવીને લડે છે. કેઈ કાન અને કઈ પગ ખેંચીને અરસપરસ લડે છે. ચકને ધારણ કરનાર ચક્રથી, તલવારવાળા તલવારોથી, ભાલાવાળા ભાલાઓથી લડે છે. પોતાની તલવાર તૂટી જવાથી બીજા પાસેથી તલવાર લઈને, બાણે ખૂટી પડવાથી બીજાનાં બાણે લઈને, ભાલા ભાંગી જવાથી બીજા ભાલાવાળા પાસેથી ભાલા લઈને અને મુદ્દગરના નાશથી બીજાનાં મુદ્રગર લઈને યશકીર્તિની ઈચ્છાવાળા પોતપોતાના રાજાનાં કાર્ય કરવામાં આસક્ત સુભટે, પોતાના પ્રાણોની પરવા કર્યા વિના રણોત્સાહથી લડે છે. સમરાંગણમાં મરાયેલા હાથી, ઘોડા અને મનવ્યોના મડદાઓના પર્વત જેવા ઢગલા થઈ ગયા. શરીરમાંથી નીકળતા રૂધિરની નદીઓ વહેવા લાગી.
આ પ્રમાણે બંને સૈન્યનું ભયંકર યુદ્ધ જોઈને આકાશમાં રહેલા દેવે પણ ક્ષોભ પામ્યા. પ્રદ્યુમ્નનું સૈન્ય એકવાર યાદવો વડે પરાજિત થયું. (કારણ કે પિતાની આગળ પુત્રે એક વાર હાર કબૂલ કરવી જોઇએ.) તે પછી પ્રદ્યુમ્ને પિતાના સૈન્યને જોરદાર હુમલે કર્યો જેથી કૃષ્ણનું સૈન્ય ઘણું હોવા છતાં રંકની જેમ પીછેહઠ કરી ગયું. પલાયન થતા પોતાના સૈન્યને જોઈને નારાયણે પાંડવો અને બલભદ્રને યુદ્ધમાં ઉતાર્યા. તેઓએ એવો જોરદાર હુમલો કર્યો કે જેથી પ્રદ્યુમ્નનું સૈન્ય ચારે બાજુ ભાગવા લાગ્યું. ત્યારે કૌતુકથી જોવા આવેલા દેના મનમાં પણ શંકા થઈ કે આમાં કેને જય અને કોને પરાજય થશે ?” નાસભાગ કરતા પોતાના સૈન્યને જોઈને પ્રદ્યુમ્ન મોટા પહાડ જેવા ભયંકર સુભટને વિદુર્થો. તેનાથી મુકુંદ (કૃષ્ણ)નું સૈન્ય એક ક્ષણ પણ ટકી શકયું નહીં. અને ચારે દિશામાં ભાગવા માંડયું. પ્રદ્યુમ્નના સુભટ સાથે પાંડે વીરરસથી યુદ્ધ કરતા ત્યારે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ-એમ ત્રણે લેક જાણે એકમાં જ સમાઈ ગયા ના હોય! પરસ્પર “અર્ધચન્દ્ર નામના બાણે મૂક્તા ત્યારે છત્રો, દંડો વિગેરે છેદાઈ છેદાઈને ભૂમિ ઉપર પડતાં. લેક કલ્પના કરતા કે યુદ્ધ જોવા માટે શું આકાશમંડળમાંથી સાક્ષાત્ ચન્દ્રો આવ્યા છે? યુદ્ધમાં ઉત્સુક બનેલા વીરે એકબીજાના નામ બોલી બેલીને જાણે રમત રમતા ના હોય તેમ ઉછળી ઉછળીને લડતા હતા. કોઈ સુભટ કહેતે હતો : “અરે, આટલો બધો કલાહલ શું કરે છે ? પહેલાં તારા માથાના વાળ બાંધ, પછી મારી સાથે યુદ્ધ કર. કોઈ બીજે સુભટ કહેતે હતો :