________________
સર્ગ–૧૦
૧૧૭
“મા, તારે મારું બાળસ્વરૂપ જેવાની ઈચ્છા છે, તો બતાવું.” એમ કહીને સર્વ વિદ્યામાં વિચક્ષણ પ્રદ્યુમ્ન ચમત્કારી સુંદર બાળસ્વરૂપ ગ્રહણ કર્યું અને માતાની આગળ ભેખડીયા ભરત આવીને માતાના ગોદમાં બેસી ગયા. બાળકને જોઈને રૂકિમણી મનમાં ખુશ થઇ. તેણે વિચાર્યું : “મારૂ કેવું મહાન પુણ્ય છે કે મને આવો વિદ્યાવાન પુત્ર મળ્યો.” એમ વિચારી ખોળામાં લઈ, આનંદપૂર્વક મધુર સ્વરે હાલરડા ગાવા લાગી, અને પોતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પ્રેમથી તેને સ્તનપાન કરાવ્યું. તેને રમાડવા માટે સેના-રૂપા અને રત્નના બનાવેલાં અનેક રમકડાં લાવીને રમાડવા લાગી. પ્રદ્યુમ્ન પણ બાલભાવથી રમવા લાગ્યો. ક્ષણવારમાં રેતમાં આળોટે તો ક્ષણવારમાં જમીન ઉપર આળોટે. તે કયારેક માતાના ખેાળામાં બેસી જાય. કેઈ વખતે માતાની આંગળી પકડીને મહેલમાં ફરે છે. ઠેસ વાગે છે ને પાછો પડી જાય છે. પગલી પગલી ચાલવાથી તેની ઘુઘરીઓના મધુર અવાજથી આંગણું ભરાઈ જાય છે. માતાએ પણ તેને બાળઅવસ્થાનાં આભૂષણ અને વસ્ત્રોથી શણગાર્યો. તે જાણે બાલસૂર્ય ના હોય ! તેમ શોભી રહ્યો છે. માતાને ખુશ કરવા માટે બાલચેષ્ટા કરતે કાલી કાલી મીઠી ભાષાથી ખાવાનું માગે છે. પકવાન આદિ બાળકને ખાવા લાયક વસ્તુઓ લાવી લાવીને આપે છે ત્યારે, “ના મા, હું આ નહીં ખાઉં...મને જલેબી આપ.” જલેબી આપે ત્યારે કહે “ઉં છું....એ નહીં લઉં...મને લાડુ આપ.” આ પ્રમાણે માતાને ખીજવવા માટે નવા નવા સુકા લગાવે છે. જે વસ્તુ ના હોય તે ક્યાંથી લાવી આપે ? એટલે મોટા સ્વરે રાડો પાડીને રેવા લાગે છે. ધ્રુસકાં ભરીભરીને જોરથી રડે છે. તેને શાંત કરવા માટે રુકિમણું ઘણું ઘણું ઉપાય કરે છે; પરંતુ તે પોતે શાંત થતું નથી. તેના રૂદનથી કંટાળીને રૂકિમણીએ કહ્યું : “બસ, બેટા બસ, હવે શાંત થા! તારું આવું ભયંકર રૂદન તો મારાથી સહન થતું નથી.” ત્યારે પ્રધુને હસીને કહ્યું: “મા, તું સુકુમાર છે. મારું રૂદન તો વિદ્યાધરી જ સહન કરી શકે.” માતાની ઝંખનાને (ઇચ્છાને) આ રીતે પૂર્ણ કરીને, પિતાનું અદ્દભુત મૂળ સ્વરૂપ ગ્રહણ કરીને, માતાના ચરણમાં પ્રણામ કર્યા. ખરેખર, વિનીત પુત્ર માતાની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. निरोक्ष्य तनयं सर्वमनोरथप्रपूरकं । विद्याग्रद्योततः सद्य-स्तुतोष जननी हृदि ।५९। सर्वरत्नाधिकं पुत्र-रत्नं ज्ञात्वा विशेषतः । पुनरालिंगनं दत्वा, जननी यावता स्थिता ।६०। लुटितुं निलयं ताव-द्वलभद्रेण कोपतः । उत्कटाः सुभटास्तत्र, संप्रेषिताः समाययुः ।६१। तान् समालोक्य वीभत्सान्, विविधायुधधारिणः । प्रद्युम्नो मातरं प्राह क एते वीरमानिनः ॥ सावोचत्सत्यभामाया, लोकास्त्वया विडंविताः। तयोक्त बलदेवस्य, तेनैते, प्रेषिताः क्रुधा।६३। पणः कृतो यदा पूर्व, मया च सत्यभामया। तदायं प्रतिभू रामो, यादवेषु कृतोऽभवत् ।६४। तेन संप्रेषिता १ते, लुटिष्यंति गृहं मम । नैषां निवारकः कोऽपि, वर्तते हि बलो बली।६५। इति दीनवचो मातु-निशम्य मदनोऽवदत् । निरिक्षस्व बलीयस्त्वं, रामस्य दर्शयाम्यहं ।६६। मातोवाचाधुना बाल-स्त्वमेते युद्धकारिणः । तिष्ठ तिष्ठा धुनावत्स, मौनमाधाय मंदिरे ।६७। कुशलं तव देहस्य, यदि पुत्र भविष्यति। समस्तमपि संपूर्ण, समस्ति वस्तु तहि मे ।६८। जनन्या वचनं श्रुत्वा, निःशकं नंदनोऽवदत् । बलदेवजनरेते-र्मा मां भापय सर्वथा ।६९। यथा हरेः पुरो हस्ति-घटा नश्यति दूरतः। तथामी त्वत्प्रसादेन, नंक्ष्यंति पुरतो मम ७०।