________________
૧૧૬
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
तदा बालोऽब्रवीन्नेतद्, याचेऽहं सुखभक्षिकां । वदित्वेति तथारोदो-द्यथा सा सोढुमक्षमा ५४। कठोरं रुदनं तस्य, निशम्य जननी जगौ। अलं बाल त्वदीयेन, भिमेन रोदनेन तु ।५५। हसन् स जननी प्रोचे, मातस्त्वं सुकुमालधीः । दृढा विद्याधरी सैव, सोढं मे रुदनं यया ५६। जनन्याः पूरयित्वेति, कामना मदनो मुदा । जग्राह पुण्यतारुण्य-वरेण्यं रुपनातं ।५७। ननाम तेन रुपेण, जननीक्रमणद्वयं । विनीतो हि सुतो मातुः, पूरयित्वा स्पृहां नमेत् ।५८॥
વિડંબિત થયેલો સત્યભામાનો પરિવાર રુકિમણીના ઘેરથી વિદાય થયા પછી બાલતપસ્વીના રૂપે પ્રદ્યુમન રુકિમણીની પાસે આવીને બેઠે. રુકિમણીએ કહ્યું : “હે વત્સ, તું જ મારો પુત્ર છે. વિદ્યાધરકુળમાં મેટે થયેલો તું જ પ્રદ્યુમ્ન છે. કેમકે વિદ્યાધર વિના આવી વિદ્યાશક્તિ બીજા કોની પાસે હોઈ શકે ? માટે મારા વહાલા પુત્ર, તું આ બનાવટી રૂપને ત્યાગ કરી, તારૂં મૂળ રૂપ મને બતાવ. વત્સ, ગુણનિધાન, વિનયી એવા પુત્રે માતાની હાંસી કરવી તે યોગ્ય નથી. નારદે કહેલું કે વિદ્યાધરોને ત્યાં વૃદ્ધિ પામતે સળ પ્રકારના લાભ મેળવીને તારે પુત્ર તેને મળશે. નારદજીની વાત સત્ય છે. તે જ મારો પુત્ર છે. બેટા, તારા માટે તો મેં ઘણા ઘણા ઉપાય કર્યો. તારી શોધ માટે સ્થાને સ્થાન માણસે મેકલીને શોધ કરાવી, પરંતુ મારા દુર્ભાગ્યથી તું મને ના મળ્યો. તેમ છતાં હજુ મારું પુણ્ય જાગૃત છે કે તારે મને મેળાપ થયો.”
પુત્ર ઉપર પિતા કરતાં માતાને સ્નેહ અધિક હોય છે. આથી માતાના પ્રેમની પરીક્ષા કરવા માટે બોલતપસ્વી બોલ્યા : “ભદ્રે, સુંદર શરીર અને સુંદર આકૃતિવાળો પુત્ર હોય તે પુત્ર જ મા–બાપની કીતિને માટે અને સુખને માટે થાય છે...પરંતુ મારા જેવો કુરૂપ, લોકેને હાંસીપાત્ર એવો પુત્ર શું કામ ? તારા જેવી ઋદ્ધિ-સિદ્ધિવાળી સૌન્દર્યવતી સ્ત્રીને માટે આ કુરૂપ પુત્ર દુઃખદાયી છે.” સાધુના વચનથી અશ્રુપૂર્ણ નેત્રે રુકિમણીએ કહ્યું : “જેવો તે પણ કુળના ભૂષણરૂપ છે. ગમે તેટલો પરિવાર હોય કે સમૃદ્ધિ હોય; પરંતુ પુત્ર વિનાનું ઘર એ ઘર નથી, અને સ્ત્રીઓના માટે તે પુત્ર વિનાનું જીવન નિરર્થક છે. માટે વાદળથી આચ્છાદિત થયેલા સૂર્યની જેમ હે પુત્ર, તારી વિયોગિની માતાને હવે વધારે સંતાપ ન કરાવ.”
માતાની દુઃખયુક્ત સ્નેહપૂર્ણ વાણી સાંભળીને પ્રધુમ્ન વિદ્યાશક્તિથી પિતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું. ત્યારે મેઘથી આચ્છાદિત સૂર્ય વાદળમાંથી બહાર આવે તેમ પ્રધુમ્નના રૂપથી રુકિમણીના ઘરની ચારે દિશાઓ પ્રકાશિત થઈ ગઈ. લક્ષણથી લક્ષિત, આભૂષણોથી વિભૂષિત, નર-નારીના મનને હરવાવાળા સુંદર રૂપવાળા પ્રદ્યુમ્ન માતાના મનની તુષ્ટિને માટે પ્રગટ થઈને માતાના ચરણકમલમાં નમસ્કાર કર્યા. ત્યારે દેવકુમાર સમાન પ્રધુમ્નને જોઈને રુકિમણીને એટલો આનંદ થયે કે તેનું વર્ણન કરવા માટે દે પણ સમર્થ નથી. લાંબા સમયે મળેલા પુત્રને રુકિમણી વારંવાર આલિંગન કરે છે, અને મસ્તકને વારંવાર ચુંબન કરે છે. રુકિમણી પુત્રને પિતાના સુખદુઃખની વાત કહે છે: “પુત્ર, તારા વિયોગે મેં આજ સુધી ઘણું દુઃખ સહન કર્યું, એની તને શું વાત કરૂં? પરંતુ મારા ભાગ્યથી આજે તું મને મળ્યો. મારું બધું દુઃખ નાશ પામ્યું. બેટા, તું ના હશે ત્યારે કે લાગતું હશે? પાપિણી એવી મને તારૂં બાલસ્વરૂપ જેવા ના મળ્યું. નવ નવ મહિના તને પેટમાં રાખ્યો, પરંતુ ન તો તને સ્તનપાન કરાવી શકી કે ના બાળપણમાં રમાડી શકી. ધન્ય છે કનકમાલાને કે તેણે તારૂં બાળપણમાં લાલન-પાલન કર્યું. પુત્રનું બાળરૂપ જેવા ઝંખતી માતાને પ્રધુને કહ્યું :