________________
સર્ગ–૧૦
૧૨૧
બાકી શું રહે ? અભિમાનથી બીજાને તુચ્છ જ માને એમાં શું નવાઈ છે? પરંતુ તું જાણું લ, વિદ્યાના બળથી મને તું જેવી રીતે પીડા આપી રહી છે, તેના કરતાં દશ ગુણી વિડંબના તારે ભેગવવી પડશે.” આ પ્રમાણે ક્રેધથી ઉંચે સ્વરે બોલતા દરવાજા પાસે આવ્યા. કેધથી ભયંકર આકૃતિને ધારણ કરતા બલભદ્રને જોઈને પ્રદ્યુમ્ન માતાને પૂછયું : “આ કોણ વીર પુરુષ છે ?”
માતાએ કહ્યું : “વત્સ, આ તારા કાકા અને મારા જેઠ સસરા . તારા પિતાના મોટા ભાઈ છે. યાદવોના સંગ્રામ આદિ સમરત કાર્યને કર્તા છે. તારા પિતાને તે પ્રાણથી પણ અધિક પ્રિય છે, બળવાન અને પરાક્રમી યાદવો પણ તેમની એક પણ આજ્ઞા ઉથાપતા નથી. તેમના એકેક વચનને યાદ દેવ આના તત્ય માને છે, બળ, બુદ્ધિ, કળા અને શીલ આદિ સદગુણ વડે તેમના જે કોઈ પુરુષ જગતમાં શેળે ના મળે. માટે હે વત્સ, તું જઈને તેમના ચરણમાં પ્રણામ કર. નહીંતર તારૂં જીવિત નથી. એમ માનજે. માટે જ જલ્દી અને તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કર.” રુકિમણની વાત સાંભળીને હસીને પ્રધુને કહ્યું : “માતા, એક વખત તેમની સાથે સંગ્રામ કરીને મારું પરાક્રમ બતાવું, પછી તું જેમ કહીશ તેમ હું કરીશ. તે પહેલાં એક કુતૂહલ કરું.” માતાએ કહ્યું : “ના બેટા, હવે આપણે કંઈ કરવું નથી. લાંબા સમયે તું મળ્યો અને એમાં જે તાર ઘાત થાય તે મારે તો વગર મતે મરવું પડે. મારી શું દશા થાય ? તેને કર. જગતમાં એમના જેવો કોઈ યુદ્ધવીર બળવાન પુરુષ નથી કે જે એમને જીતી શકે. માટે જ તને કહું છું ? તું જા અને નમસ્કાર કર.” પ્રધુને કહ્યું : “માતા, એક ક્ષણમાત્ર તું નિઃશંક બની જા. મારૂં કૌતુક તે જે.”
આ પ્રમાણે માતાને આશ્વસ્ત કરીને દરવાજામાં રહેલા બ્રાહ્મણના રૂપનું સંહરણ કરીને તેના સ્થાને ભયંકર કેશરી સિંહ વિકર્યો. મોટી મોટી કેશરાઓ, સુંદર દાઢા અને ઉંચું કરેલું પૂંછડું. સિંહનાદ કરતો ઘરમાંથી પોતાની સામે એકાએક આવતા એવા કેશરી સિંહને જોઈને બલભદ્ર એક ક્ષણ ક્ષેભ પામી ગયા. “અરે, જુનાપુરાણું માણસોએ પણ રાજાના મહેલમાં ક્યારે પણ સિંહને જોયો નથી અને સાંભળ્યો પણ નથી. ત્યારે આ તે જાણે ગુફામાંથી કીડા કરતો નીકળતો હોય તેમ લીલાપૂર્વક ઘરના મધ્યભાગમાંથી આવી રહ્યો છે. નકકી આ રુકિમણીનું જ ચેષ્ટિત છે. આવી કામણુટુમણથી ભરેલી, મંત્ર-તંત્રવાળી સ્ત્રી મારા ભાઈ માટે બિલકુલ યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરતા બલભદ્રે ડાબા હાથે પોતાના ઉત્તરીય વસ્ત્રને પાશરૂપ બનાવી રોષથી સિંહને પડકાર કર્યો. સિહ પણ બલભદ્રને બે હાથ અને પગ વડે મારવા લાગ્યા. રામ (બલભદ્ર) બલદેવ હોવાથી નિરૂપક્રમી આયુષ્યવાળા હોઈ તેના ઘાતથી તેમનું મરણ થયું નહીં. સ્વસ્થ થઈને ફરીથી બલભદ્ર તેના ઉપર પત્થર ફેંક્યો. સિંહે પણ બલભદ્ર ઉપર જોરદાર હુમલો કર્યો. આ પ્રમાણે બલભદ્ર અને સિંહના પરસ્પરના યુદ્ધમાં બેમાંથી કેઈને પણ જયપરાજય થયો નહીં. સિંહરૂપ પ્રદ્યુમ્ન આગળ બલભદ્ર અને પાછળ પોતે (સિંહ રૂપે) ચપેટા મારતા મારતા છેક વિષ્ણુની રાજસભા સુધી બલભદ્રને પહોંચાડી દીધા. હાંફતા હાંફતા બલભદ્ર પણ હતાશ થઈને વિચારમગ્ન બની ગયા. पुरतः सान्वतस्यापि, संप्राप्य जयमद्भुतं । स्वरूपं प्रकटीकृत्य, मातरं प्रणनाम सः ।२२। विद्यापराक्रमौ सूनो-रवलोक्य प्रहृष्टया। पुष्टं तया त्वया वत्स, क्व मुक्तो नारदो मुनिः ।२३। उपकारी विना हेतुं, बंधुः संबंधमंतरा । अनाहूतः सहायः स, भक्तः संपूर्णवत्सलः ।२४।