________________
૧૨૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
મને જાણશે, પરંતુ સામે ચાલીને રકની જેમ કહેવું કે હું તમારો પુત્ર છું.” એ તારા પુત્રને માટે બિલકુલ યોગ્ય નથી.” ત્યારે માતાએ કહ્યું : “પુત્ર, તું એવું ના બોલ. ગુરુજનોને નમસ્કાર કરવાથી ઊલટું આપણું ગૌરવ વધે છે. પિતા, કાકા તેમજ બળવાન યાદોને તું યુદ્ધમાં જીતી નહીં શકે. એ લોકો મહાબળવાન અને દુર્જાય છે. તે એમની આગળ હાર્યા પછી નમવું એ નિંદાને પાત્ર બને છે. એના કરતાં પહેલાં જ તું જઈને નમસ્કાર કર !” પોતાની વિદ્યાશક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ રાખતાં પ્રદ્યુમ્ન કહ્યું: “માતા, તું જરા પણ ડરીશ નહીં. પરંતુ મારું એક વચન માન” રુકિમણીએ કહ્યું : “બેટા, તારું કહ્યું બધું માનવા તૈયાર છું. કહે શું કરું ? તેણે કહ્યું : તું મારી સાથે ચાલ, જ્યાં નારદજી અને તારી પુત્રવધૂ છે, ત્યાં તને મૂકી આવું. તે નિર્ભયપણે નારદજી પાસે રહેજે. મારી કોઈ ચિંતા કરીશ નહીં. મને ફક્ત ભગવાન નેમિનાથ સિવાય બીજા કેઈને ભય નથી. જ્યારે ભગવાન તીર્થકર તે મહાન કરૂણાના સાગર છે, તેથી મને કઈ ચિંતા નથી.” વિદ્યા અને પરાક્રમથી ઉત્કટ એવા પુત્રનાં વચન સાંભળીને માતા વિચારવા લાગી :
અરે વિધિ, હું શું કરું? જે હું પુત્રનું વચન માનું છું તે પતિને દ્રોહ કરનારી બનું છું. પતિવ્રતા તરીકે રહું નહીં. જે તેનું કહ્યું નથી માનતી તે રીસાઈને પાછો વૈતાઢ્ય પર્વત ચાલ્યો જશે. તો હાથમાં આવેલી બાજી હારી જાઉં છું. શું કરું ?” એમ કલ્પના કરતાં કરતાં મનમાં એક વિચાર સ્ફર્યો : “હમણાં તે પુત્રનું કહ્યું માનું, કે જે બંને માટે હિતકારી થશે.” એમ વિચારી પુત્રની સાથે જવા માટે સ્નેહાળ એવી માતા રુકિમણી તૈયાર થઈ. तदा स्वविद्यया तेन, मातरं करसंपुटे । गृहीत्वोत्पतितं व्योम्नि, भारंडपक्षिणेव च ॥५७॥ गत्वा तत्र क्षणं स्थित्वा, जनार्दनसभोपरि । लीलया संस्थितान् सभ्यान्, विनोदाय जगाद सः। अहो वीरा रणे धीराः, कि यूयं शर्मणा स्थिताः। युस्माकं स्वामिनी विष्ण-कामिनी मयका हता। अहो यादवसंदोहाः, पांडवाः रणतांडवाः। अन्येऽपि वासुदेवस्य, सुभटा ये मदोत्कटाः । समस्ता अपि ते राज-लोकाः श्लोकाभिलाषिणः । यूयं भवत युद्धाय, सज्जा लज्जास्ति वो यदि तनया भीष्मभूपस्य. रूपस्य मंदिरं वरा। प्राणप्रिया मुकुंदस्य, नाम्ना ख्यातास्ति रुक्मिणी।६२। वराकं दमघोषस्य, तनयं नयवजितं । हत्वा सान्वतविष्णुभ्यां, याऽनिता तां हराम्यहं ॥६३॥ भवंतो बहव संति, संग्रामग्रामकारिणः । हीयते तेषु युष्मासु, सत्सु सैकाकिना मया ॥६४॥ युष्माकं जीवितव्येन, तहि किं लोकनिदिना । एकाकिनोऽपि मे पाद्य-धद चेयं न मोच्यते। भवतां चेच्च शक्तिः स्या-निजाभिमानरक्षणे । कृत्वा संग्राममुद्दाम, मोचयध्वममूतदा ॥६६॥ विना युद्धविधानेन, नैनां मोक्षाम्यहं क्षणं । मत्तो न चितनीया भी-वर्तेऽहमपि मानवः ॥७॥ युष्माकं युद्धकर्तृणां, पराक्रमपरीक्षणे । अतीवमहती वांच्छा, प्रवर्त्तते ममैकशः ॥६८॥ ततः सर्वेऽपि संभूय, दर्शयिष्यंति चेद बलं । तहिं रुक्मिणीमेनां, मोक्ष्यामि नान्यथा पुनः ।६९। न देवो व्यंतरो नाह-मसुरो न नटो विटः । मया मनुष्यमात्रेण, हृतास्त्येषा स्वशक्तितः ७०। धीरा ये सुभटाः खेटा, भवेयुर्वीरमानिनः । ते सर्वेऽपि ममाभ्या -न्मानाय मोचयंत्व{ ७१।