________________
૧૧૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આવ. જેને આ દાસદાસીઓ શું કહે છે. મને અને મારી સાથેના રાજકુમારોને કઈ પાપીએ અશ્વ ઉપરથી નીચે જમીન ઉપર પછાડી દીધા છે. આ પ્રમાણે વ્યાકુળતાપૂર્વકના ભાનુકુમારનાં વચન સાંભળીને ભયભીત થયેલી સત્યભામા જાપ અને ધ્યાન પડતું મૂકીને બહાર આવી. દાસદાસીઓને કોલાહલ અને ભાનુકુમારની સ્થિતિ જોઈને કે પાયમાન થયેલી સત્યભામાએ કહ્યું: “અરે દાસીઓ, મારૂં સૌભાગ્ય વધારવા માટેની વિધિ બતાવનારે એ બ્રાહ્મણ કયાં ગયો? એને જલદી બોલાવો.”
ભયથી ધ્રુજી રહેલી દાસીઓએ કહ્યું : “સ્વામિની, આ બધું તોફાન એનું જ લાગે છે. એ કેઈ ધૂર્ત બ્રાહ્મણ હતે. રૂપ-રૂપાંતર કરીને બધાને ઠગી ગયે. એ ક્યાં અને કયારે પલાયન થઈ ગયો, તેની કેઈને ખબર નથી.” પિતાના કૃત્યથી વિષાદ કરતી સત્યભામા મનથી દુઃખી દુઃખી થઈ ગઈ. “અરેરે, બધું તો ઠીક, પરંતુ મારૂં પહેલાનું રૂ૫ ગયું અને નવું આવ્યું નહી. હું હતભાગી ઉભયથી ભ્રષ્ટ થઈ. કુદરતે મને કે કરૂણ અંજામ આપ્યો ? ખેર, મારા માથાના કેશ ગયા ને મારી સુંદરતા ગઈ તે રૂકિમણીનું રૂપ કેમ સારું રહે? એને પણ મારા જેવી બેડી કેશ વિનાની બનાવું, તે જ મને શાંતિ થશે.” આ પ્રમાણે શક્ય પ્રત્યેના અતિ માત્સર્યભાવથી પ્રેરાઈને દાસીને કહ્યું: ‘દાસી, તું આપણુ દાસદાસીઓની સાથે, હજામને લઈને જલદીથી રુકિમણીના ઘેર જા. રુકિમણીને કહેજે કેઃ “સત્યભામાએ અને તમે શરત કરી હતી તે યાદ છે ને ? તમારે પુત્ર પહેલો પરણે તે સત્યભામાએ માથાના વાળ ઉતારી આપવા, અને સત્યભામાનો પુત્ર પરણે તે તમારે માથાના વાળ ઉતારી આપવા. આ પ્રમાણે તમે બંનેએ શરત કરીને રામકૃષ્ણને સાક્ષીરૂપે રાખ્યા હતા. તે હવે સત્યભામાના પુત્રને વિવાહ છે, માટે તમે માથાના વાળ ઉતારી આપો.” આ પ્રમાણે સત્યભામાની શિખામણ સાંભળીને ગીતગાન કરતી દાસીઓ છાબડીઓ લઈને રુકિમણુના ઘેર ગઈ. દાસીઓનું આગમન જાણીને રૂકિમણું અત્યંત રૂદન કરવા લાગી. “દુઃખ આવે ત્યારે સ્ત્રીઓ માટે રૂદન એ મોટું બલ હોય છે. રૂદન કરતી રુકિમણીને જોઈને બોલતપસ્વીએ પૂછ્યું: “ભદ્ર, એકાએક રૂદન કેમ કરી રહી છે ?” રુકિમણીએ કહ્યું : “મુનિ. હું શું કહું ? સુખી લોકો માટે નિંદ્ય એવી મારી કર્મ કથા છે. મુનિએ કહ્યું: “જે હોય તે નિઃશંકપણે મને કહે. મારાથી શકય હશે તે જરૂર તારા દુઃખને દૂર કરીશ.”
રુકિમણીએ ગદગદ સ્વરે કહ્યું: “મુનિ, મારા સ્વામી કૃષ્ણની અગ્રમહિષી સત્યભામા દેવી છે. તે પોતાના રૂપ, લાવણ્ય અને સમૃદ્ધિના અભિમાનથી મદોન્મત્ત હસ્તિની જેમ મારાથી પિતાની જાતને અધિક માને છે. અને હું તે નારદના મુખે શ્રીકૃષ્ણના ગુણગાન સાંભળીને તેઓ પ્રત્યે અનુરાગિણી બની, માતા-પિતા અને બંધુની આજ્ઞા વિના શ્રીકૃષ્ણને મનથી વરી ચૂકી. શ્રીકૃષ્ણ પણ મારા પ્રત્યેના અનુરાગથી મને કંડિનપુર લેવા માટે આવેલા. નવી હવાથી માધવે મને વિશેષ પ્રકારે માનીને મને પટ્ટરાણીપદે સ્થાપી. ત્યારથી માંડીને સત્યભામાં મારા પ્રત્યે માત્સર્યભાવે (ઈર્ષ્યા) રાખે છે. ઈર્ષ્યાથી કઈ એક દિવસે મને કહેવડાવ્યું કે “જેના પુત્રનો વિવાહમહત્સવ પહેલો થાય ત્યારે બીજીએ પોતાના માથાના વાળ ઉતારી આપવા.’ મેં પણ ભોળાભાવે તેની શરત સ્વીકારી, અને સાક્ષી રૂપે કૃષ્ણને રાખ્યા છે. તેમાં સત્યભામા કરતાં પહેલાં મેં પુત્રને જન્મ આપ્યો, પરંતુ મારા કઈ દુર્ભાગ્યથી કે દુષ્ટ દેવ જન્મતાંની સાથે જ મારા પુત્રનું અપહરણ કરી ગયો. હવે સત્યભામાના પુત્ર ભાનુકુમારને વિવાહ મહોત્સવ ચાલી રહ્યો છે. તેથી શરત પ્રમાણે દાસીઓને મારા માથાના વાળ લેવા માટે મોકલી છે. હાય, હાય, હવે હું શું કરું? મને કંઈ સુઝતું નથી. મારી સુધબુધ બધી ચાલી ગઈ છે. હું દિમૂઢ બની ગઈ છું. માથાના