________________
૧૦૦
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પ્રદ્યુમ્ન બ્રાહ્મણરૂપે નિભ ય થઈને બેઠા. તેને જોઈને મધુર વાણીથી સત્યભામાએ કહ્યું : હે બ્રાહ્મણાત્તમ, આપ પાપકારી છે. કરૂણાના સાગર છે. પ્રભુ, મારા પર કૃપા કરીને મારૂં અધિક સુંદર રૂપ બનાવે.' ત્યારે માયાવી બ્રાહ્મણે કહ્યું : ‘દેવી, તમારા જેવું રૂપ મે... આજ દિન સુધી કોઇ ખીજી સ્ત્રીઓમાં જોયું નથી.’ પેાતાના રૂપની પ્રશ'સા સાંભળીને ભામાએ કહ્યું : ‘ભૂદેવ, તમારા જેવા સત્યવાદી અને હિતકારી એવા બ્રાહ્મણને મે' કયાંય જોયા નથી. તેથી આપ કહેા છે તે સાચી વાત છે. પર`તુ મારા કરતાં અધિક રૂપ રૂકિમણીનુ` છે. તેથી જ હું કહું છું કે મને રૂકિમણી કરતાં અધિક રૂપવતી બનાવા. જેથી કૃષ્ણ મને વધારે માન આપે.’ ત્યારે પાતાની માતા પ્રત્યે ઇર્ષ્યા કરનારી એવી સત્યભામાને જાણી, હસીને બ્રાહ્મણે કહ્યું : દેવી, કિમણી કરતાં અધિક રૂપની ઈચ્છા હાય તા પહેલા તમારે મારી આગળ કુરૂપ બનવુ પડશે. કારણ કે વિદ્યાના પ્રયાગ કુરૂપ ઉપર જ કરી શકાય.’ સત્યભામાએ કહ્યું : ‘સ્વામિન્, આપની આગળ મારે કઇ છુપાવવા જેવુ` છે નહિ. માટે મારા ઉપર કરૂણા કરીને જે વિધિ કરવાની હોય તે બતાવેા.’ બ્રાહ્મણે કહ્યું : ‘હું વિધિ બતાવીશ તે તું નહિ કરી શકે.' સુંદર રૂપની તીવ્ર ઈચ્છામાં ઘેલી બનેલી સત્યભામાએ કહ્યું : ‘આપ જે કહેશેા તે કરવા હું તૈયાર છું.' બ્રાહ્મણે કહ્યું : ‘પહેલા તા જીણુ શીણું વસ્ત્ર પહેર. પછી મસ્તક મુડાવી આખાયે શરીર પર મેશ લગાવી મારી આગળ બેસ. હું જે મંત્રજાપ આપું તેના જાપ કર.’ બ્રાહ્મણે બતાવેલી બધી વિધિ કરીને સત્યભામા તેની આગળ બેઠી. ત્યારે તેને ‘રૂડું બંડુ, રૂડુ* ખંડુ’ નામના જાપ આપ્યા. અને કહ્યું : ‘હવે આ જાપ તારે કુલદેવી આગળ બેસીને કરવાના. તેમાં તને ઘણા ઉપદ્રવા થશે, પરંતુ તન-મન સ્થિર કરીને જો જાપ કરીશ તા તારૂ દેવાંગનાને શરમાવે તેવું અદ્ભુત રૂપ થશે. પરંતુ તે પહેલાં મને ભાજન આપ. હુ ખૂબ ભૂખ્યા થયા છું. અને મારી ભૂખ વિવાહના ઘર સિવાય શમી શકે તેવી નથી. તારે ત્યાં વિવાહ-પ્રસ‘ગ છે એટલે મને ખરાખર તૃપ્તિ થશે.' તેના ક્ષુધાકુલ વચન સાંભળીને સત્યભામાને હસવું આવ્યુ.. ત્યારે બ્રાહ્મણે કહ્યું: શું તું મને ભેાજન આપવા ઈચ્છતી નથી ? મેં ભેાજન માટે પ્રાર્થના કરી ત્યારે તું હસવા લાગી.' એવામાં ત્યાં જમવા માટે આવેલા બીજા બધા બ્રાહ્મણેાએ આવીને તેને કહ્યું : ‘અરે, તું ભૂખ છે કે કાણુ છે ? સત્યભામાનું હસવુ' તને વિષાદ રૂપે લાગે છે? જેના મહાન્ ભાગ્યના ઉદય હાય તેની સાથે જ આ હસે. સત્યમામા તારા ઉપર આટલી બધી પ્રસન્ન છે તેા નિર્ભાગી એવા તે ભાજનની જ પ્રાર્થના કરી ? પ્રસન્ન થયેલી આ મહાદેવી પાસે તા દશ-પંદર ગામ માગવા જોઇએ અથવા હાથી-ઘેાડા, વસ્ત્ર-પાત્ર, સુવણુ-ચાંદી, મણિ-માણેક કે રત્ના માગવાં જોઇએ. ત્યારે તે તા માગી માગીને ભાજન માગ્યું ! કેવા મૂખના શિરકાર છે તું ? ખેર, જેવુ જેનું ભાગ્ય, તેવી તેની પ્રાના ! એમાં તારો કોઈ દોષ નથી. દોષ તા તારા ક`ના જ કહેવાય.’
પ્રદ્યુમ્ને બ્રાહ્મણાને કહ્યું : ‘મૂખ`હું નથી. મૂર્ખા તા તમે બધા છે. આ બધી વસ્તુ મેળવીને એનું ફળ શું ? ફળ તા લેાજન જ છે! શુદ્ધ કુલાચારના આરાધક બ્રાહ્મણે યજમાન પાસે લેાજન સિવાય ખીજી કેાઈ યાચના કરવી જોઇએ નહીં. બ્રાહ્મણુના આચાર એ જ છે. મને લેાજન માત્રથી જ તૃપ્તિ છે. જો સત્યભામા કૃપણ ના હોય અને એની પાસે અખૂટ ધનભંડાર હોય તેા પુત્રના મ'ગલ માટે મને ભેાજન કરાવે. મને ભાજન કરાવેલુ. ફાગટ જશે નહી. મનમાં સ્ત્રી સહજ તુચ્છ સ્વભાવ રાખીશ નહીં. હુ જેવા તેવા બ્રાહ્મણ નથી. મને એકને જમાડીશ તા આખા જગતને જમાડચા જેટલુ' પુણ્ય મલશે. ગૃહસ્થાની શુદ્ધિ દાનથી જ થાય છે. અને અતિથિદાન એ તા ગૃહસ્થાની શાભા છે. માટે દેવી, પવિત્ર ભાવથી ક્ષુધાતુર એવા મને સારી રીતે ભેાજન