________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
સફેદ થઈ ગયેલા, આખા શરીરે કરચલી પડી ગયેલા અને શરીરને કંપાવતા એવા બ્રાહ્મણને જોઈને બધી સ્ત્રીઓ ભેગી થઈ ગઈ. વાવની રક્ષક સ્ત્રીઓ પાસે આવીને બ્રાહ્મણરૂપે પ્રદ્યુને કહ્યું: “હે સ્ત્રીઓ, જુવો, હું કે ઘરડ છું ? મારું શરીર ધ્રુજી રહ્યું છે, તે તમારી સાથે હું કઈ ખરાબ ચેષ્ટા કરીશ નહીં. પરંતુ આ વાવમાં તમે જે મને સ્નાન કરવા દેશે તે તમને ઘણું પુણ્ય થશે. તમારે ઉપકાર જિંદગીભર ભૂલીશ નહિ. વાવમાં સ્નાન કરીને થોડું જલ મારા કમંડલમાં લઈને, શાંતિને માટે કોઈને આપીને, ભોજન માટે પ્રાર્થના કરીશ. મારી સુધાની શાંતિ થશે તેનું પુણ્ય તમને મલશે.” બ્રાહ્મણની વાત સાંભળીને સ્ત્રીઓ બેલી : “અરે વૃદ્ધ, તારી બુદ્ધિ જતી રહા છે કે શું? “સાઠે બુદ્ધિ નાઠી–એ કહેવત બરાબર છે. માટે હે મૂખ, તને ખબર છે કે આ વાવ કેની છે ? આ વાવ તે કૃષ્ણ મહારાજાની પ્રાણપ્રિયા સત્યભામાની છે. એમાં તો કૃષ્ણ અથવા કૃષ્ણને પુત્ર ભાનુકુમાર જ સ્નાન કરી શકે. બીજા લોકોને તો એના દર્શન પણ દુર્લભ છે. તે સ્નાન કરવાની વાત જ ક્યાં રહી? સ્ત્રીઓની વાત સાંભળીને કુતૂહલથી બ્રાહ્મણ બોલ્યા : “તમે કહ્યું ને કે આ વાવમાં કૃષ્ણ અથવા કૃષ્ણને પુત્ર સ્નાન કરી શકે, તે હું પણ કૃષ્ણને જ્યેષ્ઠ પુત્ર છું. તે મને સ્નાન કરવા માટે કેમ ના કહો છો? વળી તમારે બીજું કૌતુક સાંભળવું હોય તો હું કહું.” દાસીઓએ હસીને કહ્યું: “તું કૃષ્ણનો મોટો પુત્ર છે તો તારી પાસે ઘણું કૌતુકે હશે. સંભળાવ!” ત્યારે બ્રાહ્મણે કહ્યું : “કુરૂદેશના ગવિષ્ઠ રાજવી દુર્યોધને પોતાની કન્યાને ભાનુકુમારની સાથે વિવાહ કરવા માટે મેકલેલી. ત્યાં રસ્તામાં શસ્ત્રધારી ભિલ્લ લોકેએ તેને પકડી પોતાના સ્વામી ભિલ્લપતિને સમર્પિત કરી. પરંતુ સુંદર રાજકન્યાને જોઈને ભિલપતિએ વિચાર્યું કે “આ કન્યા રાજકુળમાં ઉત્પન્ન થયેલી છે અને હું ભિલકુળમાં ઉત્પન્ન થયેલો છું. અમારા બંનેનો મેળ જામશે નહિ. જો કે રાજકુમાર આવે તે આ કન્યા તેને આપી દઉ'. આ પ્રમાણે ભિલપતિ વિચારી રહેલે ત્યાં કેઈ કાર્ય પ્રસંગે હું જઈ ચઢ્યો. રૂપસંપન્ન રાજકુમાર જેવા મને જોઈને ભિલપતિએ અતિ આનંદપૂર્વક અને રાજકન્યા આપી. જ્યારે રાજપુત્ર એવા મને, કઠોર એવી તમે સ્ત્રીઓ સ્નાન કરવા માત્રને પણ નિષેધ કરો છો ?” બ્રાહ્મણનું કહેલું સાંભળીને ભેળી સ્ત્રીઓ બેલીઃ “અરે, આટલે ઘરડે થયે છે તે પણ હાસ્ય છોડતો નથી? લજ્જાળુ વૃદ્ધ પુરૂષ તે ક્યારે પણ અસત્ય બોલતા નથી. તું તે સાવ નિર્લજજ અને મૃષાભાષી છે. તે જન્મીને જ સાચું બોલ્યો નહિ હોય.
ડો થયો છતાં હજ જ બોલવાનું છોડતો નથી. કોડ સભટથી રક્ષાયેલી દુર્યોધનની પુત્રી એવી રીઢી પડી હશે કે દુરાત્મા ભિલેના હાથમાં આવે અને તારા જેવા દરિદ્રનારાયણ ઘરડા ડોસાને એ લાવણ્યવતી પુણ્યશાળી રાજકન્યા સોંપવામાં આવે. જા, જા, નદીમાં મેંઢું ધોઈ આવ. રાજકન્યાના દર્શન પણ તને દુર્લભ છે” ત્યારે બ્રાહ્મણે કહ્યું : “જે હું જૂઠું બોલતો હોઉં તે આવે મારી સાથે, હું તમને રાજકન્યા બતાવું.” ત્યારે ક્રોધિત થયેલી સ્ત્રીઓએ કહ્યું: “પાપી, તારું મેંઢું લઈને અહીંથી ચાલ્યા જા. તારી માને બતાવ.” આ પ્રમાણે ક્રોધથી કીચકીચ કરતી દાસીઓને હાથથી સ્પર્શ કરતા બ્રાહ્મણે ધીમે ધીમે વાવમાં પ્રવેશ કર્યો. તેના હસ્તના સ્પર્શમાત્રથી કેટલીક જે કુબડી દાસીઓ હતી તે સપ્રમાણ અને સુંદર દેહવાળી થઈ ગઈ. જે કુરૂપ દાસીઓ હતી તે સ્વરૂપવાન બની ગઈ. કેટલીક મેટા પેટવાળી હતી તે કૃશદરી બની ગઈ, સુકાયેલા સ્તનવાળી દાસીઓ પુષ્ટ સ્તનવાળી બની ગઈ. કેઈના કાન તૂટેલા હતા તેમના કાન સંધાઈ ગયા. કેઈનાં નાક ચપટાં હતાં તે અણીદાર બની ગયાં. કેટલીક દાસીઓ કાજળ જેવી શ્યામ હતી, તે ગૌરવર્ણવાળી ઉજજ્વળ બની ગઈ. કેઈ કાણી હતી તેના બંને નેત્રે સુંદર થઈ ગયાં. કઈ મુંગી હતી તે બેલતી થઈ ગઈ. કઈ ભૂરા અને પીળા કેશવાળી હતી, તેના કેશ ભમરા જેવા શ્યામ બની ગયા.