________________
સર્ગ-૧૦
૮૧
અશ્વ આપીશ ! વેચવા માટે આ અશ્વ લઈને તમારી પાસે આવ્યો છું.' ભાનુએ કહ્યું : “તેનું શું મૂલ્ય છે તે કહે.” વૃદ્ધે કહ્યું : “હું સાચું કહું કે ખોટું ?” ભાનુએ કહ્યું : “સાચું જ કહેજે.” વૃદ્ધે કહ્યું : “જે મને સત્ય જ પૂછે છે તે કહું છું કે આ અશ્વનું મૂલ્ય એક ક્રોડ સુવર્ણ મહોર છે.” ભાનુકુમારે કહ્યું : “તારા જેવા વયેવૃદ્ધ પુરૂષે આ રીતે અસત્ય ના બલવું જોઈએ. સત્ય હોય તે કહે.” ત્યારે તે કંઈક ગુસ્સ કરીને બેલ્યો : “અરે મને વૃદ્ધ...વૃદ્ધ...(ડોસા-ડોસ) શું કરે છે. તારો બાપ વૃદ્ધ હશે. જે ને હું તે કેવો યુવાન છું? મારા દાઢી મૂછ કેવા સુંદર સફેદ છે? મારા શરીરે કેવી કરચલીયે શોભે છે? મારૂં મુખ દાંત વિનાનું કેવું સરસ લાગે છે કે જાણે દાંત જમ્યા જ ના હોય ! મેં જે મૂલ્ય કહ્યું તે સત્ય જ છે. તેમાં કઈ ફેરફાર નથી. તેમ છતાં તારા ચિત્તમાં જે શક હોય તો તેની પરીક્ષા કર. લોકમાં સર્વ વસ્તુની ચતુર કે મM સ્ત્રી-પુરૂષો પરીક્ષા કરીને ગ્રહણ કરે છે. માટે તારે અશ્વ ખરીદવો હોય તે તેની ગતિની તું પરીક્ષા કર.” વૃદ્ધની વાત સાંભળીને ભાનુકુમારે કહ્યું : “તે જે વાત કરી તે બરાબર છે. હું તેની પરીક્ષા કરૂં છું.' એમ કહીને ભાનુકુમાર કૂદકે મારી અશ્વ ઉપર બેઠે. ત્યારે અધે પંચધારા નામની અનુક્રમે ગતિ શરૂ કરી. પહેલી, બીજી અને ત્રીજી ગતિ કરીને ભાનુકુમાર આદિ લોકેનાં મન પ્રસન્ન કરીને જીતી લીધાં. પરંતુ અધે જ્યારે ચોથી ગતિનો વળાંક લીધો ત્યારે ભાનુકુમારના શરીર ઉપર રહેલા સમસ્ત આભૂષણે જમીન ઉપર પડી ગયાં અને અતિ દુસ્સહ એવી પાંચમી ગતિનો વળાંક લીધે ત્યારે તે ભાનુકુમાર સ્વયં અધોમુખે જમીન ઉપર પડી ગયો. ઉચ્ચ સ્થાને બિરાજમાન ભાન (સય)ની જેમ ભાનમાર અધોમુખે જમીન ઉપર પડે તે બીજાની શું વાત કરવી ? ભાનુકુમારને પડેલા જેઈને રાજકુમારે મુખ ઉપર કપડું ઢાંકીને હસવા લાગ્યા, પેલે વૃદ્ધ તો જોર જોરથી હસતો ભાનુની હાંસી કરવા લાગ્યો. અશ્વ પણ પૃથ્વી ઉપર પડેલા ભાનુને જોવાની ઈચ્છાથી પોતાનું ચલપણું છોડીને તેની પાસે જઈને ઉભે રહ્યો. તાળીઓ પાડીને હસતા રાજપુત્રને અને ભાનુકુમારને ઘા ઉપર ખાર નાખવા સમાન કટુ વચનથી વૃદ્ધે કહ્યું: “કુમાર, આવા શાંત અશ્વ ઉપરથી તું પૃથ્વી ઉપર પડી ગયો તે મને લાગે છે કે તને અશ્વ ખેલાવવાની કલા આવડતી નથી. સત્યભામાનો પુત્ર અશ્વશિક્ષામાં હોંશિયાર છે, આવો તારો યશોવાદ છેટે છે. તું જે મને વૃદ્ધ માનતા હોય તો મને ગુરૂ બનાવી મારી પાસે અશ્વમેલનની શિક્ષા ગ્રહણ કર. હું તારા હિત માટે કહું છું. હું તને અધકૌશલ્ય સારામાં સારૂં શીખવાડીશ. રાજપુત્ર અશ્વખેલન ના શીખ્યા હોય તો તે રાજ્યને ગ્ય કહેવાતા નથી. તેને સામ્રાજ્ય મળતું નથી અને લેકમાં તેની અપકીતિ થાય છે, માટે જે તને કીર્તિ અને સામ્રાજ્યની ઈચ્છા હોય તે મારી પાસે અશ્વમેલનની શિક્ષા ગ્રહણ કરવી જોઈએ.” રાજકુંવરો કેાઈના પણ કટુ વેણુ સહન કરી શકતા નથી. તેમ વૃદ્ધના વચનથી જમીન ઉપર પટ્ટકાર્યો હોવા છતાં ભાનુકુમાર ગુસ્સાથી બોલ્યો :
અરે વૃદ્ધ, તારું મારે કંઈ સાંભળવું નથી. તારે બકવાસ બંધ કર. ડોસે થઈને સાવ મૂર્ખ જણાય છે. મારી નિંદા કરનાર તું કેણ ? ઘેડા ઉપર જે ચઢે તે જ પડે, એમાં શું મોટી વાત છે? તારા જેવા રાંકડાને શું ચઢવું ને શું પડવું? જે માણસ પોતાની પ્રશંસા અને બીજાની નિંદા કરે છે, તેની આ જગતમાં કેડીની કિંમત છે. ડોસે થઈને આ રીતે તું નિંદા કરે છે તે શું તને સારું લાગે છે? તારૂં શરીર તે જે કેવું કદરૂપુ અને નિંદનીય છે? બીજાની નિંદા કરવા નીકળી પડ્યો છે ? તને પોતાને તે જરાયે અધક્રીડા આવડતી નથી, અને બીજાને શીખવવા નીકળી પડ્યો છે ? આવડતી હોય તે બતાવ તારી કલા.” જ્યારે ભાનુકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે ૧૧