________________
સગ–૯
૪૯
भग्नं सैन्यमिवालोक्य, समस्तमपि तद्बलं । राश्या दुश्चरितं सर्व-लोकतिं विनिश्चितं ।४९। कृतस्य प्रकटं यद्वा, रहःकृतस्य कर्मणः । प्रसिद्धिः सर्वथा पंगु-र्न स्यादभ्रगतार्कवत् ।५०। अहार्यस्यापि सैन्यस्य, तस्य योऽभूत्पराजयः। राज्ञीपापफलं सर्व-मपि तत्समभूद्विभोः ।५१। ततः सर्वेऽपि जल्पंति, धर्मादेव जयो भवेत् । पापादेव क्षयस्तन्न, पापं कार्य मनीषिभिः ॥५२॥ पुण्यं कार्य सज्जयोत्पत्तिकारं, पापं वार्य बालकैयदर्प ।
स्तुत्यो निद्यः पुण्यपापाद्भवेतां, जेयाजेयौ मानवौ युद्धमध्ये ॥५३॥ पुण्यादेवातिशयविशदान् षोडशोत्तुंगलाभान्, भूस्पृग्भूयोभयदविषमस्थानकेऽप्याप विद्यां । एकाकित्वेऽप्यरिजयकरो यो महासंप्रहारे, स प्रद्युम्नो विलसति सुखं देवमुन्यादियुक्तः ।५४।
પ્રદ્યુમ્ન નારદને પૂછયું : “નાથ, હવે હું શું કરું ?' નારદે કહ્યું : “યુદ્ધભૂમિમાં આ બધા પડેલા છે, તેઓને સ્વસ્થ કરીને તું મારી સાથે ચાલ.” નારદના કહેવાથી પ્રદ્યુમ્ન પિતાની વિદ્યાશક્તિથી બધાને ઉઠાડ્યા. ઉંઘમાંથી ઉઠડ્યા હોય તેમ “મારો....મારો....” એમ બોલતા સુભટોને નારદે કહ્યું : “જાયું, જાણ્યું તમારૂં શૂરાતન ! બરાબરનું જાણ્યું. શત્રુને “હ ... હણે...” એમ બોલવા કરતાં મૌન ધારણ કરે. તમારા બધાથી બળવાન એવા પ્રદ્યુમ્ન તમારા ઉપર દયા લાવીને તમને જીવતા મૂક્યા છે. તે સીધે સીધા ઘેર ચાલ્યા જાવ.' નારદષિના વચનથી વિલખા થયેલા સુભટે પ્રત્યુત્તર આપવા માટે તે નહિ, પરંતુ સામું જોવા માટે શક્તિમાન થયા નહિ. પિતાને પણ ભક્તિરાગથી દઢ બંધનમાંથી મુક્ત કર્યા. રાજા પણ લજ્જાથી નીચું જોઈ રહ્યા. પ્રદ્યુમ્નની સાથે કંઈ પણ બોલ્યા વિના પોતાના નગર ભણી ચાલી ગયા. જેમ ગંધહસ્તિની આગળ બીજા બધા હાથીઓના મદ ઓગળી જાય તેમ પ્રદ્યુમ્નની આગળ પરાક્રમી સુભટને મદ (અહંકાર) પણ ઓગળી ગયો. ખેદ, વિષાદ અને નિરાશાથી ભરેલા રાજાએ ઘેર જઈને પોતાની પત્નીને કહ્યું : “એમાં કંઈ તારો દોષ નથી, પૂર્વે કરેલા કર્મને અનુસારે સુખ-દુઃખ મળે છે. તો સંપત્તિ અને વિપત્તિમાં હર્ષ કે વિષાદ કરવા જેવો નથી.” રાજાની દુખપૂર્ણ વેદનાને જાણીને કનકમાલાએ પૂછયું : “સ્વામિન, તમારા પરાક્રમી એવા બધા પુત્રો આવ્યા હતા કે નહિ ?” નિસાસે નાંખીને રાજાએ કહ્યું : “તે સર્વે દૂર રહે. તેમાંથી એક પણ પુત્ર મારૂં કહ્યું કરનાર નથી. આ પ્રમાણે ખેદથી રાજા-રાણું વાત કરી રહ્યા છે, ત્યારે પ્રદ્યુમ્ન દયાભાવથી તે બધાને વાવમાંથી મુક્ત કરેલા તે શ્યામ મુખવાળા બધા ત્યાં આવ્યા. સઘળું સૈન્ય બળભ્રષ્ટ થયેલું જેઈને સર્વે લોકેએ જાણ્યું કે નક્કી આ રાણીનું જ દુરિત્ર છે. પ્રગટમાં કરેલું હોય કે એકાંતમાં કરેલું કાર્ય હોય, તે વાદળમાં છુપાયેલા સૂર્યની જેમ સર્વથા બહાર આવ્યા વિના રહેતું નથી. રાજાના બળવાન એવા સૈન્યને પણ પરાજય થયો, તે સર્વે રાણીના પાપકર્મનું જ ફળ છે. તેથી સર્વે લોકે બોલવા લાગ્યા : “ધર્મથી જ જય અને પાપથી જ ક્ષય થાય છે. તે કારણે બુદ્ધિમાન પુરૂએ પાપકાર્ય કરવું જોઈએ નહીં. જયની ઉત્પત્તિનું કારણ પુણ્યકર્મ