________________
સગ–૧૦
ધૃતરાષ્ટ્રને ગાંધારીની કુક્ષિથી પરાક્રમી સે પુત્રો ઉત્પન્ન થયા. એ સે પુત્રોમાં મોટા પુત્ર દુર્યોધનને રાજ્ય આપીને ધ તરાખું ચારિત્ર ગ્રહણ કર્યું. પોતાના મોટા પુત્ર યુધિષ્ઠિરને રાજ્યોગ્ય માની તેને રાજ્યાભિષેક કરી પાંડુરાજાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પિતાના ઐશ્વર્યની પ્રાપ્તિથી અને પિતાના પરાક્રમથી અભિમાની બનેલો દુર્યોધન જગતને તૃણવત્ માનતે હતો. ઈર્ષ્યાથી પાંડવોની સાથે છલકપટ કરીને, પાંડનું રાજ્ય છીનવી પાંડવોને દેશનિકાલ કર્યા. સર્વેસર્વા બનેલ દુર્યોધન બંને રાજ્યનું પાલન કરી રહ્યો હતે. તે દુર્યોધનની રૂપલાવણ્યમાં અજોડ રૂપસુંદરી એવી “ઉદધિ નામની પુત્રી હતી. અહીં કવિ કહ૫ના કરે છે કે “રંભા-ઉર્વશી આદિ અપ્સરાએ પૃથ્વી ઉપર આવતી નથી તેનું કારણ એ છે કે ઉદધિકુમારીના રૂપથી પરાજિત થયેલી તે અપ્સરાઓ, માણસને મુખ કેવી રીતે બતાવી શકે ? તેથી જ તેઓ સ્વર્ગમાં રહે છે. ઉદધિકુમારીના નયનકટાક્ષના એક જ બાણથી વિંધાયેલો પુરૂષ શ્વાસ લેવા માટે પણ સમર્થ થઈ શકતો નથી. ઉદધિકુમારી સાથે પાણિગ્રહણની ઈચ્છા કરનાર હજાર પુરૂષોને તેની પ્રાપ્તિ નહી થવાથી, તેઓ પિતાનાં પ્રારબ્ધને શાપ આપે છે. અને પોતાના ધન-વૈભવ તથા જીવનને તુચ્છ માને છે. બાલપણથી ચપલતાનું આચરણ કરનારા તેને ચંચલ ચક્ષુઓ, ચતુર પુરૂષના ચિત્તને ચંચળ બનાવી દે છે. એ ઉદધિકુમારીએ બાળપણથી જ પોતાના રૂપથી રંભાને, મુખથી પૂર્ણિમાના ચદ્રને અને લાવણ્યથી સમુદ્રના તરંગોને પરાજિત કરી નાખ્યા છે. “હે વત્સ, એવી રૂ૫ લાવણ્યવતી ઉદધિકુમારીને, તારો જન્મ થયો નહતું તે પહેલાં જ દુર્યોધને તને આપવાનું વચન આપેલું.
વિના વૈરી અસુરે જન્મતાની સાથે જ તારું અપહરણ કર્યું. આખી પૃથ્વી પર તારી ઘણી ઘણી શોધ કરાવી, છતાં ક્યાંય તારી ભાળ લાગી નહીં, તેથી દુર્યોધને તે ઉદધિકુમારીને તારા નાનાભાઈની સાથે પાણિગ્રહણ કરવા માટે મોકલી છે. આ પ્રમાણેની નારદની વાત સાંભળીને સંતુષ્ટ થયેલા પ્રદ્યુને કહ્યું : “પિતાતુલ્ય, જે આપની આજ્ઞા હોય તો હું નીચે સૈન્ય જેવા માટે જાઉં. મારી ખૂબ ઈચ્છા છે. માટે આજ્ઞા આપે.' નારદજીએ કહ્યું: “ના રે ભાઈ, તને હવે હું ક્યાંય જવા નહીં દઉં. તું ચપલ છે. ક્યાંક ચપળતા કરી બેસે, અને પહોંચવામાં વિલંબ થાય.પ્રદ્યુમ્ન કહ્યું: “સ્વામિન, હું કઈ ચપલપણું કરીશ નહીં. સૈન્ય જોઈને જલદીથી પાછો આવીશ.” તેના અતિ આગ્રહથી નારદે કહ્યું: “ઈને જલદીથી પાછા આવી જા.” “સારૂ. એમ કહી પ્રદ્યુમ્ન વિમાનને આકાશમાં થંભાવીને, જ્યાં ઉદૃધિકુમારીના સૈન્યની છાવણી હતી ત્યાં ગયો.
सैन्येन वेष्टितां कन्यां, चारुरूपेण वीक्षितुं । न शक्यत इतीवायं, भिल्लरूपमचीकरत् ।२३। यत्र तत्कटकं सर्व, भोजनार्थमवस्थितं । समेतो भिल्लरूपेण, मदनस्तत्र कौतुकी ।२४। वपुस्ताडायमानं च, हस्तिहस्तोपमौ करौ। शाखिशाखासमे जंघे, हस्तांघ्री सूर्पकाकृती ।२५। राजादनशुष्कफल-मिव संकुचितं मुखं । दंता गर्दभदंतानां, महत्वेनोपमां दधुः ।२६। चिर्पटा नासिका श्मश्रु, पिंगलं गुरुतान्वितं । कठिनं जठरं प्रौढं, शरीरं श्यामवर्णभाक् ।२७। वक्रीभूते कटीग्रीवे तस्य तारुण्यसन्मणेः । दर्शनायेव भूपीठे प्रस्खलती गतिः पुनः ॥२८॥ स्व हस्ते वंशकोइंडं, तूणीरं भूरिमार्गणं । शरीरे दधते वस्त्र, खंडितं सर्वतोऽपि च ।२९। शिरःकेशान् जटाजूटान, लोचने अरुणारुणे। जल्पने मुखनिर्गच्छ-निष्टिवो रुद्ररूपभृत् ।३०।