________________
सगर
प्रद्युम्नः संस्थितो याव-द्वत्सलो मातृभक्तये । पत्युः पराङ मुखीभूता, दध्यौ तावन्मनस्यसौ ॥ गते तस्मिन् जराभीरु-बाणैः पीडितविग्रहा । व्याकुला प्राप वैकल्यं, कामस्पृहा हि दुस्सहा ॥ कपोलयोः क्षणं हस्तौ, दत्वा रुरोद भूरिशः। क्षणं पयोधरद्वंद्वं, क्षणं स्वरूपमीक्षते ॥३६॥ क्षणं कुंदाभदंतैः सा, चर्वयामास चाधरौ। नाभेरुपर्यपश्यच्चा-करोत्कक्षांतरे करौ ।३७। क्षणं पीनस्तन द्वद्वे, जंघयोर कृत व्रणान् । क्षणं मुमोच निःश्वासान, क्षणं मौनावलंबिनी ।३८॥ यथा यथेति चक्रे सा, कामचेष्टामनेकधा । तथा तथा दिदीपेऽस्या, अंगेऽनंगधनंजयः ।३९। तस्योपशांतये नीर-रभिषित्ता सुशीत लैः । तापव्यापपरिध्वंस:-विलिप्ता चंदनद्रवः ।४०। वेष्टिता कदलीपत्रः, कर्पूरैमदिता तनौ । शायिता पुष्पशय्यायां, तथापि न शशाम सा ॥४१॥ तस्याः काये शशांकस्या-दहनायत रश्मयः। असयंत हाराश्च, मणिमौक्तिकसंयुताः ।४२। बभूवर्भारभूतानि, भूषणान्यखिलान्यपि । सूक्ष्माणि पट्टकूलानि, स्थूलवस्तूपमानि च ।४३। अन्नपानारुचिर्घस्र, नष्टा निद्रा निशासु च । इत्यहोरात्रमप्यस्या-श्चाभूत्संतापकारकं ।४४।
માતૃભક્ત પ્રદ્યુમ્ન થોડી ક્ષણે માતા પાસે રહીને ત્યાંથી પિતાના સ્થાને ગયે. પ્રદ્યુમ્નના ગયા પછી પતિથી પરાડમુખ બનેલી કનકમાલા વિરહથી વ્યાકુલ બની ગઈ. ખરેખર, કામનાં બાણથી વીંધાયેલા મનુષ્યોની પીડા દુઃસહ હોય છે. એના મનની વિકલતા શરીરને પણ વિકલ બનાવી દે છે. તે ક્ષણવાર લમણે હાથ દઈને અત્યંત રૂદન કરે છે, તો ક્યારેક પિતાના સ્તનોને જોઈ રહે છે. ક્ષણવાર પોતાની ઉજજવલ દંતપંક્તિથી પોતાને અધર (નીચલો હોઠ)ને ચાવે છે તો ક્ષણવાર નાભિ ઉપરના ભાગને જુવે છે. ક્યારેક કક્ષ (બગલ) માં બે હાથ નાખીને દબાવે છે. કેઈક ક્ષણે પોતાના પુષ્ટ અને ઉન્નત રતનેને મસળે છે. તેમજ સાથળ ઉપર લીસોટા પાડે છે. આ પ્રમાણે નિસાસા મુકતી સુનમુન થઈને બેસી રહે છે. જેમ જેમ અનેક પ્રકારની કામચેષ્ટા કરે છે, તેમ તેમ તેને કામાગ્નિ વધુ ને વધુ પ્રજવલિત થતો જાય છે. તેની શાંતિ માટે ઠંડા પાણીથી સ્નાન કરે છે અને દાહજવરના નાશ માટે ચંદનના દ્રવ્યથી વિલેપન કરે છે. કપૂર મિશ્રિત કેળના પત્રો વડે શરીરને માલિશ કરાવે છે અને પુષ્પોની શય્યામાં સુઈ જાય છે તો પણ તેને શાંતિ થતી નથી. ચન્દ્રના શિતળ કિરણે તેના શરીરને દાહ ઉત્પન્ન કરે છે. મણ-મેતીના હાર તેને સર્ષરૂપે ભાસે છે. શરીર ઉપરના આભૂષાણે તેને ભારભૂત લાગે છે. સૂમ ચીનાઈ વસ્ત્રો તેને જાડાં વસ્ત્ર જેવાં લાગે છે. દિવસે ખાવા-પીવાની રૂચિ થતી નથી. રાત્રે નિદ્રા આવતી નથી. આ રીતે દિવસ અને રાત તેને સંતાપકારી લાગે છે. समस्तानामपि देंगे, नृणां स्त्रीणां तदीक्षणात् । बभूव प्रचुरं दुःखं, राज्ञी हि जननीनिभा ।४५। ततश्चिकित्सकैः प्राज्या, चिकित्सा प्रविनिर्मिता। तथापि न तनौ तस्याः, समाधिः समजायत॥ कुमारस्य सभास्थस्य, कालसंवरभूजा। निवेदितं तदान्येधु-तुर्देहे व्यथास्ति ते ।४७। गतः समभवो वत्स, समाधिप्रश्नहेतवे । सोऽवक श्रुतमपि स्वामि-न्मयका नास्ति सर्वथा ।४८॥ व्यथाप्यस्ति च तेऽप्याज्ञा, तर्हि गच्छामि सांप्रतं । इत्युक्त्वा तेन यातेन, तत्स्वरूपमदृश्यत ।४९। आकारेण गिरा नेत्र-विकारेणांगचेष्टया। विनिया मन्मथस्यैव, ज्ञाता तेन दुरासदा ५०।