________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વિલાપ કરવા લાગી : “હે નાથ, હે નાથ, તમે કયાં છે ? કેમ બોલતા નથી ? શૂન્ય વનમાંથી પુત્રની ઈચ્છાથી જેને ઘરમાં લાવ્યા, એ ફુરકમને કરવાવાળા વૈરીનું ચેષ્ટિત તો જુઓ ! મારા શરીરની આવી વિડંબના જોઇને તમે કેમ મૂંગા બેસી રહ્યા છો ? તમારી આજ્ઞાથી મેં તેનું પુત્રની જેમ લાલન-પાલન કર્યું અને તમે પણ મારા પ્રત્યેના રાગથી તેને યુવરાજ બનાવ્યો. એ
દમનને પણ ન છાજે એવું કામ કર્યું. હે નાથ, હું સોળ શણગાર સજીને તમારી પાસે આવતી હતી, ત્યારે યુવાની અને સત્તામાં અંધ બનેલો તે પ્રદ્યુમ્ન મને વળગી પડ્યો. મેં તેનાથી છૂટવા માટે પ્રયત્ન કર્યો, ત્યારે તેણે મને ધરતી ઉપર નીચે પછાડી. માંડમાંડ તેનાથી છૂટી કુલદેવીના પ્રભાવથી અથવા તમારા પુણ્યથી હું અહીં સુધી આવી પહોંચી. જુઓ તે ખરા, ધૂળથી ખરડાયેલું મારું શરીર અને ખેંચી નાખેલા મારા કેશ! કઈ સજજન પુરૂષ હોય તે આવું કામ કરે નહી, ધૂમથી અગ્નિનું અનુમાન થાય તેમ તેના આ દુષ્ટ કાર્યથી લાગે છે કે તે કોઈ નીચ જાતિનો હોવો જોઈએ. નહીંતર જેનું પુત્રબુદ્ધિથી તમારી આજ્ઞા પ્રમાણે લાલનપાલન કર્યું, એવી આ માતા ઉપર આવી પાપબુદ્ધિ ક્યાંથી સૂઝે ?
હે સ્વામિન, ભલે મારા શરીરની આવી વિડંબના થઈ, પરંતુ એક કામ સારું થયું કે આ પાપાત્માથી મારૂં શીલખંડન ના થયું. મારું પ્રિય એવું શીલનું ખંડન થયું હોત તે સ્વામિન્ , એક ક્ષણમાત્રમાં મારે પ્રાણ ત્યાગ કરવા પડત, કુલવાન સ્ત્રીઓએ પ્રાણના ભોગે પણ શીલનું રક્ષણ કરવું જોઈએ, શીલભંગ થયા પછી નિંદનીય એવા આ જીવિતનું કઈ પ્રજન નથી. શીલ એ સ્ત્રીઓને શણગાર છે. સુંદર વસ્ત્રો કે અલંકારથી શરીરની શોભા નથી, પરંતુ શીલ એ જ સ્ત્રીઓની શોભા છે. માતા, પિતા, પતિ, સ્વજન આદિ સમસ્ત લેકે શીલવાન સ્ત્રીનું રક્ષણ કરે છે. માટે હે નાથ, મને ઘણી ઘણી કદર્થના થઈ, પરંતુ તમારા પુણ્ય પ્રભાવે મારૂં શાલ અખંડિત રહ્યું, તેને મને ઘણે આનંદ થાય છે. બલ-વિદ્યા અને પરાક્રમથી મદોન્મત્ત બનેલા એ દુષ્ટને કેઈ સુભટો પણ મારી શકે તેમ નથી. છતાં હે નાથ, એ પાપીનું લોહીથી ખરડાયેલુ માથું જમીન ઉપર લટતું હું જઈશ ત્યારે જ મને શાંતિ થશે. તે જ હું જીવી શકીશ. માયાવી અને કપટની કેલી સમી સ્ત્રીઓ નીરાગી એવા સાધુપુરૂષોને પણ ઠગે છે અને પોતાની જાળમાં ફસાવે છે, તે દુર્બળ કાનવાળા, રાગી અને વિચાર્યા વિના કાર્ય કરનારા રાજાને ઠગે તેમાં શું આશ્ચર્ય છે ?
तस्तस्या महामाया-वंचितः कालसंवरः। श्रुत्वा दृष्ट्वा स्वरूपं त-दाकारयत्सुतान् क्रुधा ।२७। तानाकार्य जगौ राजा, गूढकोपप्रपूरितः । चेन्मद्वचोऽनुगा यूयं, प्रद्युम्नस्तर्हि हन्यतां ॥२८॥ चनाबाल्येऽयमज्ञात-नीचोच्चजातिरालये । कारुण्येन मयानोतः, सुतत्वेनापि पालितः ।२९। परं मत्तेभवदुष्टो, वर्धमानवया भृशं । यौवनं प्राप्य युष्माकं, मम सोऽभूद्यशोहरः ।३०। मया तदैव विज्ञातं, पादचारेण काननात् । भवद्भिरागतं माना-द्रथारुढेन तेन तु ॥३१॥ भो युष्माकमवज्ञाया, विधानादेव नंदनाः । चित्ता ममायमुत्तीर्णो, रक्षितो न गुणाय वै ॥३२॥ ततो यथा न जानाति, कोऽपि मारणकारणं । तेनोपायेन वध्योऽसौ, दुरात्मा तापकारकः ।३३। उपदिष्टमिधाभीष्टं, वैद्यहृद्यैः कुबुद्धयः। श्रुत्वा स्वपितृवाक्यं ते, प्रभूतं प्रमद ययुः ॥३४॥ मारणेच्छा पुरास्माक-मासीदेतस्य दुर्मतेः। तातस्याप्यधुना वाक्यं, वर्तते समभूद्वरं ॥३५।