________________
૪૪ ૧૨૨ પ્ર. ઉપદેશજ્ઞાન કોને કહે છે?
ઉ. “પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે, એ આદિ
શિક્ષા છે તે ઉપદેશજ્ઞાન છે. વિપર્યાસબુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે, અને એવાં જે જે સાધને સંસારભય દૃઢ કરાવે
છે તે તે સાધને સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે “ઉપદેશધ છે. ૧૨૩ પ્ર. સિદ્ધાંતજ્ઞાન કયા પ્રકારે કહેલ છે? ઉ. આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું,
બંધાદિભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા
હોય છે, તે સિદ્ધાંતજ્ઞાન છે. ૧૨૪ પ્ર. ઉપદેશજ્ઞાન અને સિદ્ધાંતજ્ઞાન એમ બે પ્રકારે કહેવાની શું
જરૂર હતી ? ઉ. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગથી સલ્ફાસ્ત્રથી પ્રથમ
જીવમાં એ જ્ઞાન દૃઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમ વધવાથી જીવને વિષે સહેજે ક્ષપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંત જ્ઞાન થવાનું કારણ થાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં. આગમમાં “સિદ્ધાંતબોધ” કરતાં વિશેષપણે, વિરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. ઉપદેશજ્ઞાન પહેલું પરિણમે, ત્યાર પછી સિદ્ધાંતજ્ઞાન પરિણમે છે. એ ન થાય ત્યાં સુધી માત્ર સમજણનું
અભિમાન છે. ૧૨૫ પ્ર. વૈરાગ્ય અને ઉપશમને સ્પષ્ટ અર્થ કરી બતાવે.
હે જીવ, આ કલેશરૂપ સંસાર થકી નિવૃત્ત થા, નિવૃત્ત થા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org