________________
૩૩ર
થઇ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી, સંસારના જ અંગભૂત થાય છે. ધર્મ કે મોક્ષમાર્ગ પ્રાપ્તિ થતી નથી; એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યાં; પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાનો હેતુ તીર્થકર દેવને છે જ નહીં. પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તે પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય
છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ. ૧૧૦૮ પ્ર. પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કે ઉદય આવશે, અને તેથી પાછળથી
પ્રતિજ્ઞા ભંગ થાય તે મહાપાપ લાગે, માટે પ્રારબ્ધાનુસાર જે
કાર્ય બને તે બને, પણ પ્રતિજ્ઞા વિકલ્પ ન કરે તે ગ્ય છે ? ઉ. ના, તે બરાબર નથી. પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં તો એવા પરિણામ
હોય કે—મરણાંત થતાં પણ પ્રતિજ્ઞા નહિ છોડું, તો એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય જ છે. પ્રતિજ્ઞા કર્યા વિના અવિરતસંબંધી બંધ મટે નહિ, જેમ-પોતાને જેટલું પચતું જાણે તેટલું ભજન કરે, પણ કદાચિત કોઈને ભેજનથી અજીર્ણ થયું હોય અને તે ભયથી પોતે ભેજન છોડે તે મરણ જ થાય, માટે જે બની શકે તે જ
પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે. ૧૧૦૯ પ્ર. નિર્વસ પરિણામ એટલે શું ?
ઉ. જે જે પદાર્થોને જીવે ત્યાગ કર્યો છે કે તેની મર્યાદા કરી છે, વૃત્તિને
રોકવા જ્ઞાનીની સાક્ષીએ વ્રત લીધું છતાં વૃત્તિ વ્રતની મર્યાદા ઓળંગી, અવ્રત અવસ્થા મનથી સેવ્યા કરે છે, પાપની વાંછા
કર્યા કરે છે, તે નિર્વસ એટલે આત્મઘાતિ, હિંસક પરિણામ ગણાય. -૧૧૧૦ પ્ર. “અતિક્રમ”, “વ્યતિક્રમ”, “અતિચાર”, “અનાચારને અર્થ શું
છે ? તેનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય ? પ્રતિકરણ, પ્રત્યાખ્યાન અને આલોચનામાં શું ફેર છે ?
“જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણ તે. “
દન” એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. “ચારિત્ર” એટલે આભા (આત્મામાં) સ્થિર થાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org