________________
સત્ પુરુષ; સ
; સત્સંગ.
૧૨૪૧ પ્ર. આ કાળમાં સહુરુષનું ઓળખાણું કેમ થતું નથી ?
ઉ. આ કાળમાં પુરુષનું દુર્લભપણું હેવાથી, ઘણું કાળ થયાં
સપુરુષને માર્ગ, મહામ્ય અને વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક છો ઓછા હોવાથી જીવને સપુરુષનું એાળખાણ તત્કાળ થતું નથી. ઘણું જીવો તે સત્પરુષનું સ્વરૂપ પણ સમજતા નથી, કાં તે છ કાયના રક્ષપાળ સાધુને, કાં તે શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તે કઈ ત્યાગી હોય તેને. અને કાં તે ડાહ્યો હોય તેને પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. છેલ્લું પુદ્ગલ પરાવર્તન હોય ત્યારે જીવને સત્યરુષને યોગ
પ્રાપ્ત થાય છે. ૧૨૪ર છે. જ્ઞાનીની પરીક્ષા અજ્ઞાની જીવ કઈ વિધિથી કરે છે ? આવા
અજ્ઞાની કેટલા પ્રકારના છે ? તથા જ્ઞાનીની પરીક્ષા કરવાની સાચી. રીત શું છે ? ઉ. જ્ઞાનીની બેટી વિધિથી પરીક્ષા કરવાવાળા અજ્ઞાનીઓ ત્રણ પ્રકારના. છે, અને તેઓ ત્રણ પ્રકારથી પરીક્ષા કરે છે.
પ્રથમ નંબરના અજ્ઞાની તે છે કે જે ફક્ત બહારના વેશથી પરીક્ષા કરે છે, અર્થાત માત્ર વેશ દેખીને જ તેઓ જ્ઞાની હોવાની કલ્પના કરી લે છે. દ્વિતીય નંબરના અજ્ઞાની તે છે કે જે બહારની ક્રિયા જોઈને પરીક્ષા કરે છે અર્થાત બહારમાં ચાલવું, ફરવું. ઊઠવું, બેસવું, આહાર, શયન આદિમાં સાવધાની, શુદ્ધતા આદિ જોઈને જ જ્ઞાની માની લે છે. તૃતીય નંબરના અજ્ઞાની તે છે કે, જે કષાયની મંદતા જોઈ પરીક્ષા કરે છે અર્થાત પ્રતિકૂળ સંજોગો હોવા છતાં જેઓ ક્રોધાદિક કરતા નથી, પરિણામોની સરળતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org