Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 590
________________ પ૬૮ ૦ અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશા વતે છે, તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે. તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. ૦ જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? ૦ જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. ૦ હે આત્મા ! તું જાગીને જે ! માયાના ફંદામાં શા માટે ફસાણે છે ? તું ક્યાંથી આવ્યું છે અને ક્યાં ચાલ્યા જઈશ ! માયા તે અહીં જ પડી રહેવાની. વળી એ માયા-લક્ષ્મી સાથે તારે કાંઈ જ સંબંધ નથી. ૦ હે જીવ ! કુટુંબીઓ વગેરેને તારી સાથે કોઈ સંબંધ નથી અને તારે એ બધાંથી કોઈ પ્રયોજન નથી. એ બધાં તે એના સ્વાર્થના કારણે પ્રેમ કરી રહ્યા છે. તેથી તું તારા આત્માભાવમાં મસ્ત થઈ જા ! ૦ અહીંયાં દરેક જીવ પિતાનાં કર્મોનાં ફળને પિતે એકલે જ ભોગવે છે. એવી સ્થિતિમાં અહીંયાં કોણ પોતીકું છે અને કોણ પરાયું છે? ૦ જ્ઞાન અને દર્શનથી યુક્ત મારો એકલે આત્મા જ શાશ્વત છે. બાકી બીજું બધું એટલે કે શરીર તથા રાગાદિ ભાવ તે સંયોગ લક્ષણવાળાં છે. એટલે કે એ બધાંની સાથે ભારે સંબંધ સંયોગવશાત છે. એ મારાથી ભિન્ન છે. ૦ હે ભવ્ય ! તું તારા આત્માનું મોક્ષમાર્ગમાં સ્થાપન કર. એનું જ ધ્યાન કર. એને જ અનુભવ કર તથા એનામાં જ વિહાર કર. બીજાં દ્રવ્યમાં વિહાર કરે છોડી દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620