________________
૪૮૯
સ્વાધ્યાય અત્યંત જરૂરી છે. જેની પાસે સમયની છૂટ છે તેને માટે પણ કરણનુગ મહાન ઉપકારી છે, કારણ કે તેની ઊંડી અને સૂક્ષ્મ વાતે સમજવા માટે બુદ્ધિ એટલી તીણુ અને એકાગ્ર કરવી પડે છે કે દિવસ ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી.
સૌ પ્રથમ દ્રવ્યાનુયોગને અભ્યાસ કરવો અને તેનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે ચરણનુયોગ. ત્યારબાદ ગણતરી પ્રમાણવાળે ગણિતાનુયોગ (અથવા કરણનુયોગ) અને ધમકથાનુયોગને સ્વાધ્યાય રાખવા.
શાસ્ત્રાભ્યાસના અનેક અંગ છે. શબ્દ અથવા અર્થનું વાંચવું, શીખવું, શીખડાવવું, ઉપદેશ આપ, વિચારવું, સાંભળવું, પ્રશ્ન કરવા, સમાધાન સમજવું, વારંવાર ચર્ચા કરવી ઇત્યાદિ અનેક
અંગ છે, ત્યાં જેમ બને તેમ અભ્યાસ કરવો. ૧૫૭૪ પ્ર. શાસ્ત્રને અભ્યાસ કરવાને ઉપદેશ શા માટે કરવામાં આવ્યો છે ?
ઉ. ચાર અનુયેગનું તથા તેના સૂક્ષ્મભાવનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર
વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાને. હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જે કાંઈ જાણ્યું હોય તો તેને વાતે વારંવાર વિચાર કરવાનું બને છે, અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. અંતર વિચારનું સાધન ન હોય તે જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે. તેને નવરા બેસી રહેવાનું ઠીક પડતું નથી. તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે.
અદયાત્મ (શાસ્ત્રોમાં મૂછને જ પરિગ્રહ કહેવામાં આવ્યો છે, તેવી રીતે એમાં પ્રમાદને જ હિંસા કહેવામાં આવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org