________________
૦૯૦
૧૫૮૧ પ્ર. આત્મજ્ઞાન ક્યા ગુણે વગર ફલિત ન થાય ?
ઉ. સંસાર પ્રતિ અધિક ઉદાસીનતા, દેહની મૂછનું અલ્પત્વ,
ભેગમાં અનાસક્તિ અને માનાદિકનું (કષાયનું) મંદપણ. ૧૫૮૨ પ્ર. શુદ્ધ આત્મસ્થિતિ માટે મુખ્ય કયાં અવલંબન છે?
ઉ. પરમાર્થિક મૃત અને ઈન્દ્રિય જય એમ બે મુખ્ય અવલંબન છે. ૧૫૮૩ પ્ર. સમક્તિનાં લક્ષણે કયાં છે ?
ઉ. સમ્યફદશાનાં પાંચ લક્ષણે છેઃ
શમ, સંવિગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. (૧) ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું તે “શમ”. (૨) મુક્ત થવા સિવાય બીજા કોઈપણ પ્રકારની ઈચ્છા નહિ,
અભિલાષા નહિ તે “સંવેગ”. (૩) જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું,
ત્યારથી હવે ઘણુ થઈ, અરે જીવ! હવે ભએ “નિવેદ. (૪) મહાસ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષનાં વચનમાં
જ તલ્લીનતા તે “શ્રદ્ધા”–“આસ્થા”. (૫) સઘળા જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા.
આ લક્ષણે અવશ્ય મનન કરવા ગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા એગ્ય છે. મુમુક્ષુ જીવમાં પણ આ
ગુણો અવશ્ય સંભવે છે. ૧૫૮૪ પ્ર. દર્શન કેટલાં ?
ઉ. જુઓ પ્રશ્નક્રમાંક-૬૩૪. ૧૫૮૫ પ્ર. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રતન કહ્યાં છે, તે દર્શન કેમ
જુદું પાડવામાં આવ્યું ? ઉ. જુદું પાડવામાં નથી આવ્યું, એ ત્રણે સાથે છે, પણ સમજવા
માટે પહેલાં બે અને પછી એક એમ કહેવામાં આવે છે. ૧૫૮૬ પ્ર. જીવને ઓળખવા માટે જ્ઞાન અને દર્શન સાધન છે પણ જ્ઞાન
અને દર્શનમાં શું ફેર છે ?
નિર્ણય સંબંધી આત્માની ભૂલ તે સંસાર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org