________________
ઉ. દુર્ધર પુરુષાર્થથી પામવા ગ્ય મોક્ષમાર્ગ ત અનાયાસે પ્રાપ્ત થતો
નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કેઈના શાપથી અપ્રાપ્ત થતો નથી કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે
થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. ૧૪૨ પ્ર. તપઋદ્ધિ કેટલા પ્રકારની છે ? ઉ. ૧. ઉગ્ર તપઋદ્ધિ એક ઉપવાસ, બે-ત્રણ-ચાર-પાંચ વગેરે ઉપવાસ
નિમિત્તો કાઈ યેગને આરંભ થયે, મરણુપર્યત તે ઉપવાસથી ઓછા દિવસે પારણું ન કરે, કઈ કારણથી અધિક ઉપવાસ થઈ જાય તે મરણપયત તેનાથી ઓછા ઉપવાસ કરી પારણું ન કરે— આવું સામર્થ્ય પ્રગટ હોવું તે ઉગ્ર તપઋદ્ધિ છે.
૨. દીપ્તિ-તપઋદ્ધિ મહાન ઉપવાસ આદિ કરતાં મન-વચનકાયાનું બળ વધતું જ રહે. મુખ દુર્ગધરહિત રહે, કમળ આદિકની સુગંધ જે સુગંધી શ્વાસ નીકળે અને શરીરની મહાન દીપ્તિ પ્રગટ થાય તે દીપ્તિ-તપઋદ્ધિ છે.
૩. નિહાર તપઋદ્ધિ : ગરમ કડાઈમાં પડતાં પાણીનાં ટીપાં જેમ સુકાઈ જાય તેમ આહાર પચી જાય, સુકાઈ જાય અને મળરૂપે ન પરિણમે, તેથી નિહાર ન થાય. આવું હોય તે નિહાર તપઋદ્ધિ છે.
૪. મહાન તપઋદ્ધિ : સિંહ ક્રિડિતાદિ મહાન તપ કરવામાં તત્પર હોવું તે મહાન તપઋદ્ધિ છે.
પ. ઘોર તપઋદ્ધિઃ વાત, પિત્ત, ગ્લેષ્મ વગેરેથી ઉપજેલ જ્વર, ઉધરસ, શ્વાસ, શળ, કઢ, પ્રમેહાદિક અનેક પ્રકારના રોગવાળું શરીર હોવા છતાં પણ અનશન કાયા કલેશાદિ છૂટે નહિ અને ભયાનક સ્મશાન, પર્વતનું શિખર, ગુફા, ખંડિયેર, ઉજ્જડ ગામ વગેરેમાં દુષ્ટ રાક્ષસ, પિશાચાદિ પ્રવર્તે અને માઠા વિકાર ધારણ કરે તથા શિયાળને કઠોર રુદન, સિંહ, વાઘ વગેરે દુષ્ટ જીવન
એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org