________________
૧૨
જૈન ધર્મ
૮૫૫ પ્ર. ધર્મ એટલે શું ? ઉ. આત્માને સ્વભાવ તે ધર્મ. આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ.
સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે. સમ્યફજ્ઞાન, સમ્યફદર્શન, સમ્યક્યારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. દ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે
તે ધર્મ. નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. ૮૫૬ પ્ર. ધર્મનું સ્વરૂપ શું છે ? ઉ. જેવું તેનું સ્વરૂપ છે તેવું સમ્યક્દષ્ટિને પર્યાયમાં પ્રગટ થાય છે,
તેને ધર્મ કહે છે. જો કે ધર્મ ચારિત્ર છે પણ તેનું મૂળ સમ્યફદર્શન છે, તેથી તેને ધર્મ કહેવાય છે. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે, શ્રીમત્ વીતરાગ ભગવતિએ નિશ્ચિતાર્થ કરે એ અચિંત્ય ચિંતામણું સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તે, ત્રિકાળ જયવંત વર્તે. પ્રાણીમાત્રને રક્ષક, બાંધવ અને હિતકારી એ કોઈ ઉપાય હોય તે તે વીતરાગને ધર્મ જ છે.
ધર્મની વ્યાખ્યા ચાર પ્રકારે છે : ૧. વસ્તુ સ્વભાવરૂપ ધર્મ ૨. ઉત્તમ ક્ષમાદિ દશવિધ (દશ લક્ષણ) ધર્મ (જુઓ પ્રશ્ન-૧૧૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org