Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
વિજ્ઞાપન
૧૩
સંગીતાદિને અંગેના મારા આ વ્યાખ્યાને અંગે હું એ નિર્દેશ કરું છું કે એમાં સુધારાવધારા કરાય તો સારું એમ મને લાગવાથી મેં ઉપર્યુક્ત કોલેજના આચાર્યશ્રીને એ માટે મને અનુજ્ઞા આપવા તા. ૭-૧૦-૭૧ને રોજ પત્ર લખ્યો હતો એમણે એ અનુજ્ઞા તા. ૨૫-૧૦-૧૧ના પત્રથી આપી મને ઉપકૃત કર્યો હતો પરંતુ, મારી પાકી વૃદ્ધાવસ્થા, આંખની તકલીફ અને જરૂરી પુરત મેળવવાની. અનુકૂળતાની ન્યૂનતાને લઇને હું એને યથેષ્ટ લાભ લઈ શક્યો નથી. આ વ્યાખ્યાનમાં કેટલાંક પ્રકાશનેની નોંધ લેવા ઉપરાંત ચાર પરિશિષ્ટ પૈકી દ્વિતીયનું સંપાદન, અંતિમ એની મુદ્રણાલય-પુસ્તિકાનાં પૃષ્ઠોને બદલે મુદ્રિત પુસ્તકનાં પૃષ્ઠક આપવા અને ઉપદ્યાત જે તે પણ. લખી મારે સંતોષ માનવો પડ્યો છે. આથી મને ખેદ થાય છે. આ પરિસ્થિતિમાં આ વિષયના નિષ્ણાતેને મારી સાદર વિજ્ઞપ્તિ છે કે આ મારા દિશાસૂચનરૂપ વ્યાખ્યાનને પરિપૂર્ણ બનાવવા તેઓ કૃપા કરે. સાથે સાથે નાદુરસ્ત તબિયત ઈત્યાદિ કારણો પૈકી જેને જેને લઈને અશુદ્ધિઓ ઊભી થઈ તેના પરિમાર્જનમાં જે ન્યૂનતા જણાય તે તેઓ સુચવે.
આ મારા જાહેર વ્યાખ્યામાંનું સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રકાશિત થતું પહેલું વ્યાખ્યાન છે. એ પૂર્વે “ફાર્બસ ગુજરાતી સભા” તરફથી સને ૧૯૪૦નું વાર્ષિક વ્યાખ્યાન આપવા મને નિમંત્રણ મળતાં મેં એ જાહેર વ્યાખ્યાન તા. ૧૮-૧-'૪૦ને રોજ આપ્યું હતું. એનું શીર્ષક
લોકસાહિત્ય અને એનું અનવેષણ તથા મૂલ્યાંકન” છે. મારું વ્યાખ્યાન (ભાષણ) નામે “મહાવીર પ્રભુની જયંતી ( જન્મકલ્યાણક)” ૧ આ બંનેમાના શબ્દોને અકાદિ કમ સંસ્કૃત કોશ પ્રમાણે છે. ૨ આ વ્યાખ્યાન “ફા. ગુ, સ. 2.” (પુ. ૧, અ. ૨ અને ૩)માં બે કટકે પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેર ભાષણ મેં મુંબઈમાં આપ્યું ત્યારે સભાપતિ તરીકે સ્વ. જમનાદાસ મહેતા બાર એટ લે હતા.