Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૧૨
વિજ્ઞાપન પ્રધાનાચાર્ય રમણલાલ છોટાલાલ મહેતાએ પિતાની કૉલેજમાં નિમ્નલિખિત વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપવા મને આમંત્રિત - કરવાને વિચાર કર્યો હશે એમ લાગે છે -
"The Jaina Records and Works about Musio, Dance and Dramatics”. . .
એમની તરફથી તા. ૨૬-૧૧-૫૪ને રોજે ઉપર્યુક્ત વ્યાખ્યાને - તા. ૩૧-૧-'પપને જ આપવાનું મને આમંત્રણ મળતાં મેં મારુ " વ્યાખ્યાન તૈયાર કરવા માંડ્યું અને એમની સૂચના અનુસાર એની -પાંચ typed નકલે તૈયાર કરાવી એમને તા. ૧-૧-'૫ને રાજે
મોકલાવી. ત્યાર બાદ પ્રા. રમણલાલ છોટાલાલ મહેતાના પ્રમુખપદે - તા. ૧૩-૧-'પપને જ એમની કોલેજમાં મારું જાહેર વ્યાખ્યાન
થયું. એ પ્રસંગે સમયમર્યાદાને લઈને હું કેટલીક જ વિગતો રજૂ કરી - શક્યો હતો. આ સંપૂર્ણ વ્યાખ્યાન પ્રસ્થર થાય તે માટે છેલ્લાં ત્રણે આ વર્ષથી હું સતત પ્રયાસ કરતે હતો. તે આ વર્ષે સાહિત્ય-કલા-રસિક મુનિશ્રી યશોવિજયજીની અને એમના ગુરુ સહદય શ્રીવિજયધર્મસરિઝની પ્રેરણાથી આર્થિક સહાયને પ્રબંધ થતાં સફળ થયા છે. એની હું સાભાર નોંધ લઉ છું. ૧ આ પૂર્વે મેં પ્રસંગોપાત્ત અહીં (મુંબઇમાં), પાટણમાં,ભાવનગરમાં, સુરતમાં
અને ડભોઈમાં તેમ જ ત્યાર બાદ સુરતમાં જાહેર વ્યાખ્યાને આપ્યાં હતાં. એની શુભ દારૂઆત અત્ર ડે. એક ડયુ થોમસનું પચાસેક વર્ષ ઉપર આગમન થતાં એમના સન્માનાથે “ The Jain Association of India” જેવી નામાંકિત સંસ્થા તરફથી જાહેર સભા યોજાતાં મેં અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું. ત્યાર બાદ સુરતમાં એક અજન સંસ્થાના આમંત્રણ અનુસાર મેં જૈન ધર્મ વિશે ચાર દિવસ સુધી લાગલગાટ એ વ્યાખ્યાન આપ્યું હતું અને તેની ત્યાંના એક જૈન મુનિવરને જાણ થતાં એમને પિતાના સમુદાય સમક્ષ એ આપવા મને સૂચના કરી હતી. .