________________
૧૦
સમરું પલપલ રાવત નામ
બાળ-હૃદયમાં ઘણાઘણા પ્રશ્નો ઉભરાય છે. આપ તો સંત છો, જ્ઞાની છો, આપ અનુમતિ આપો તો હું આપને કાંઈક પૂછવા ઇચ્છું છું.'
મુનિએ આંખના ઈશારાથી જ સંમતિ દર્શાવી. એ સાથે જ બાળ શિવકેતુ ભારે હોંશમાં આવી ગયો. તેણે પોતાનો પહેલો પ્રશ્ન રજૂ કર્યો :
મહારાજ! હું અહીં આવ્યો ત્યારે તમે મધુર સ્વરે કશુંક ગણગણતા હતા; એ સ્વર અને એ શબ્દો સમજાતા તો નહોતા, પણ એને સાંભળતાં ચિત્તમાં અનેરો આહલાદ વ્યાખ્યા કરતો હતો. તો એ આપ શું બોલતા હતા, એ મને કહેશો? - શિવકેતુની અદમ્ય જિજ્ઞાસા મુનિરાજ કળી ગયા. તેમણે તેની બધી જિજ્ઞાસા સંતોષવાનું મનોમન નક્કી કરી લેતાં જવાબ વાળ્યો : ભદ્ર! અમારા ધર્મમાં બાર અંગ-શાસ્ત્રો છે, તેમાંના બારમા અંગમાં ચૌદ પૂર્વી છે, તે અગાધ અને વિશાળ શાસ્ત્રગ્રંથો છે; તેનો સ્વાધ્યાય હું કરી રહ્યો છું. ભણેલ શાસ્ત્રોનું આવર્તન ન થાય તો ભૂલાઈ જાય, એટલે હું અહીં એકાંત સ્થળે બેસીને સ્વાધ્યાય કરી રહ્યો
સાવ સરળ અને સાચો જવાબ મળવાથી શિવકેતુની હિંમત વધી ગઈ. તેણે ફરી પ્રશ્ન પૂછયો : ભગવંત! આ પૂર્વ ગ્રંથો દ્વારા અતીન્દ્રિય અથવા ભૂતકાળ ને ભવિષ્યકાળની બાબતો જાણી શકાય ખરી?
મુનિરાજે કહ્યું : ભદ્રા આ બધું જ આ પૂર્વ-ગ્રંથોની સહાયથી જાણી શકાય. ભૂતકાળ, વર્તમાનકાળ, અને ભાવિકાળની એક પણ વાત એવી નથી કે જેનું જ્ઞાન આ પૂર્વેના જ્ઞાન વડે ન થઈ શકે.
તો ભગવંત! અતિશય આર્જવથી ભીના થઈ ગયેલા સ્વરે શિવકેતુ બોલી ઊઠ્યો: આપ મારા પર કૃપા કરો, અને મને કહો કે મેં ક્યા જન્મમાં એવું તે કયું પાપ કે કુકર્મ કર્યું છે કે જેના કારણે હું બધો જ વિનય આચરતો હોવા છતાં, વગર વાંકે, મારા માતા-પિતા મારી સાથે અત્યંત દ્વેષ અને તિરસ્કારથી વર્તે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org