________________
૧૫
શ્રી નારાણજીભાઈએ કપાસ ઉગાડનાર ભારતીય ખેડૂતોના હિતમાં : દશ વર્ષ સુધી લડત ચલાવી હતી. પરિણામે સરકારે રૂના સીલીંગ ભાવમાં ૨૫ ટકાને વધારે કરી આપે હતો અને બીજા વર્ષે પણ ૧૦૦ ટકાનો વધારો કર્યો હતો. તેઓ કૃષિપ્રેમી પણ છે, અને પોતાના વતનમાં ૩૦૦ એકર જેટલી જમીનમાં “મેમાયા ખેતીકેન્દ્ર” ચલાવી ઘણું માણસોને રોજી આપી રહ્યા છે.
સને ૧૯૬૭ માં કચ્છ-ભદ્રેશ્વરમાં શ્રી અખિલ ભારત અચલ ગચ્છીય ચતુર્વિધ સંઘ સંમેલન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે એ સંમેલનનું કાર્ય કુશલતાથી પાર પાડયું અને આજ સુધી એ સ્થાને રહીને અનેક પ્રકારે સેવા કરી છે.
ભગવાન મહાવીરની ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવની મુંબઈ ખાતે શાનદાર ઉજવણી થઈ એ વખતે તેમણે જે હિંમ્મત, દીર્ધદષ્ટિ અને કચ્છી જૈન સમાજ પરના પ્રભુત્વને પરિચય કરાવ્યો, તે લાંબા સમય સુધી ભૂલાશે નહિ.
તેઓ બે પુત્ર અને ત્રણ પુત્રીઓના વહાલસોયા પિતા છે. તેમનાં ધર્મપત્ની શ્રી નિર્મલાબહેન એક આદર્શ ગૃહિણું છે. '
શ્રી નારાણજીભાઈ અમારા સાહિત્યના અનન્ય પ્રેમી હોઈ સને ૧૯૭૧ માં અમે તેમને “ભક્તામર-રહસ્ય” ગ્રંથ કેસ મેદાનમાં
જાયેલ ભવ્ય સમારોહમાં અર્પણ કર્યો હતો. આજે તેઓ સામાયિકવિજ્ઞાન–સમર્પણ–સમારોહમાં અતિથિવિશેષ તરીકે પધારી રહ્યા છે, તેને અમને ખૂબ જ આનંદ છે.