________________
સમારોહના અતિથિવિશેષ શ્રીમાનું નારાણજી શામજી મોમાયા
ધર્મપરાયણતા, તત્ત્વચિંતન અને અનેખા વ્યક્તિત્વને લીધે સામાન્ય મનુષ્યોથી જુદા તરી આવતા શ્રીમાન નારાણજીભાઈ સમસ્ત જૈન સમાજના એક પીઢ આગેવાન તરીકેનું સ્થાન શોભાવી રહેલ છે.
એમને જન્મ માઈસેર રાજ્યના હુબલી શહેરમાં ઈ.સ. ૧૯૧૩ ના મે માસની એકવીસમી તારીખે થે. પિતા શામજીભાઈ કચ્છી દશા ઓશવાળ જૈન કેમના અગ્રણી હતા અને માતા શ્રી માનબાઈ ધર્મના રંગે રંગાયેલાં હતાં. માત્ર નવ માસની ઉંમરે પિતૃછાયા દૂર થતાં તેઓ દશ વર્ષ સુધી કચ્છ-વરાડિયામાં માતૃછાયામાં મોટા થયા. ત્યાર બાદ મુંબઈ આવી બાબુ પનાલાલ સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરી મેટ્રિક થયા. ત્યાર બાદ વિદેશમાં જઈ આઈ. સી. એસ.નો અભ્યાસ કરવાનો વિચાર હતો, પણ માતાની ઈચ્છાને માન આપી એ વિચારને તિલાંજલિ આપી. સોળ વર્ષની ઉંમરે ધંધામાં જોડાયા અને વ્યવહારને બધો ભાર ઉપાડી લીધો. તે સાથે તેમણે કાયદા, ટેક્ષેશન, કરંસી, એક્ષચેન્જ, એકાઉન્ટ્સ અને પોલિટિસને અભ્યાસ કર્યો અને વિવિધ વિદ્યાસંપન્ન બન્યા.
સને ૧૯૪૨ માં તેઓ રૂની વિશ્વવિખ્યાત પેઢી ખીમજી વિશરામની કુ. માં ભાગીદાર બન્યા. આજે પણ તેઓ એ પેઢીના એક અગ્રણી સુકાની છે અને “કે. વી. કોટન જીનીંગ અને પ્રેસીંગ ફેકટરી ના ડિરેકટર છે તથા મે. નારાણજી કુ. અને મે. પૃથ્વીરાજ નારાણજી કાં.માં ભાગીદાર છે. વિશેષમાં તેઓ ધી કરૂર મીલ્સ લિ. કરૂર અને પુદુકટા ટેક્ષટાઈલ્સ લિ. પુદુકાટાનું સંચાલન પિતાના જયે છ પુત્ર કુલીનકાંતભાઈ મારફત કરી રહેલ છે.