________________
સમારોહના સ્વાગતાધ્યક્ષ શ્રીમાનું વસનજી લખમશી ઘેલાભાઈ દાન, દયા, પરેપકાર તથા સેવાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓને લીધે શ્રીમાન વસનજીભાઈ માત્ર કચ્છી સમાજમાં નહિ, પણ મુંબઈના સારાયે ગુજરાતી સમાજમાં ખૂબ લોકપ્રિય બનેલા છે. કચ્છ-દુર્ગાપુરનિવાસી વિસા ઓસવાલ જ્ઞાતીય પિતા લખમશીભાઈ અને માતા રતનબાઈની શીળી છાયામાં ઉછરતાં તેમને ધાર્મિક સંસ્કારો સારા પ્રમાણમાં મળેલા છે. તેમના દાદીમા શ્રી મેઘબાઈ માતા કે જેઓ ધર્મપરાયણ ઉચ્ચ કેટિનું જીવન જીવતાં હતાં અને જેમને તાજેતરમાં મુંબઈ-ઘાટકોપરમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયે, તેમની મીઠી નજરે શ્રી વસનજીભાઈના જીવનને સુસંસ્કાર અને સેવાવૃત્તિની સૌરભથી મહેકતું કર્યું છે.
કોલેજનું બે વર્ષનું શિક્ષણ લીધા પછી શ્રી વસનજીભાઈ પિતાની પેઢી મે. લાલજી પુનશીની કાં.માં જોડાયા છે જે અનાજ, તેલ અને તેલીબિયાંના કમિશનનું કામ મોટા પ્રમાણમાં કરે છે અને ભાતબજારની એક સહુથી જૂની પ્રામાણિક પેઢીની ખ્યાતિ પામેલી છે. ઉત્સાહ, ખંત અને ડહાપણભરેલા ચોક્કસ નિર્ણને લીધે અહીં તેઓ સારી રીતે ઝળકી ઉઠડ્યા અને વ્યાપારીવર્ગ પર સુંદર છાપ પાડી શક્યા.
અનુક્રમે તેઓ ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીટ્સ મર્ચન્ટ એસોસીએશનના મંત્રી બનેલા છે અને તે પદ સારી રીતે શાભાવી રહેલ છે. સને ૧૯૭૦માં તેઓ ધી બેઓ ઓઈલ સીલ્સ એકસચેન્જના ડિરેકટર બન્યા. ત્યાર પછી અખિલ હિંદ સેન્ટ્રલ આગેનિઝેશન ઓફ ઓઈલ ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડની મેનેજીંગ કમીટીના સભ્ય બન્યા તથા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડની ટેકસેશન સબ કમીટી તથા આંતરિક વ્યાપાર સબ કમીટીના સભ્ય નિમાયા. આમ વ્યાપારી ક્ષેત્રમાં તેમની ઉત્તરોત્તર ઉન્નતિ થતી ગઈ અને તે હજી ય ચાલુ છે.