________________
શ્રી દીપચંદભાઈ લક્ષ્મીના લાડીલા બન્યા, તે જ વખતથી તેમણે દીન-દુ:ખીઓને સહાય કરવા માંડી અને શિક્ષણક્ષેત્રને પોતાની સખાવતેથી સમૃદ્ધ કરવા માંડયું. આજે તેમના વતન પડધરીમાં તેમના પિતાશ્રીના નામથી સવરાજ જીવરાજ ગાડી કન્યા મહાવિદ્યાલય” ચાલે છે, તેમનાં માતુશ્રીના નામથી “શ્રી કપૂરબહેન જૈન પાઠશાળા ” ચાલે છે, તેમ જ આસપાસના પ્રદેશમાં તેમણે પ્રાથમિક શાળાઓનાં ૧૨ થી ૧૩ મકાનો બંધાવી આપ્યાં છે. મુંબઈમાં તેમના તરફથી ગાડી હાઈસ્કૂલ ચાલે છે તથા બીજી સંસ્થાઓમાં તેમના તરફથી સારી સખાવત થયેલ છે. દુષ્કાળના પ્રસંગેમાં તેમણે રાહતકાર્યમાં પિતાની લક્ષ્મીને સારો એવો સદુપયોગ કરેલો છે.
શ્રી દીપચંદભાઈ મુંબઈની સામાજિક અને શૈક્ષણિક અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહ્યા છે. સને ૧૯૭૩ માં પાલીતાણા ખાતે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ત્રેવીસમું અધિવેશન ભરાતાં તેના પ્રમુખપદે ચૂંટાયા, એ વખતે સ્થિતિ ડામાડોળ હતી, પણ તેમણે કુશળતાથી અધિવેશનને સફલતાથી પાર પાડયું અને તે પછી આજ સુધી કેન્ફરન્સનું સુકાન સંભાળતા રહ્યા છે. બાહ્ય દેખાવો કરતાં સંગીન કામ કરવું અને સર્વ સંપ્રદાયો સાથે હળીમળીને કામ કરવું એ એમની મુખ્ય નીતિ રહી છે.
તેઓ અમારી સાહિત્ય-સર્જન–પ્રકાશન–પ્રચારની પ્રવૃત્તિમાં વર્ષોથી ઊંડો રસ લઈ રહેલ છે. સને ૧૯૬૮ માં અમે તેમને “સંકલ્પસિદ્ધિ” નામનો ગ્રંથ ભવ્ય સમારેહપૂર્વક બીરલા માતુશ્રી સભાગારમાં અર્પણ કર્યો હતો. ત્યારથી તેઓ આજ સુધી અમારા પ્રકાશન–સમર્પણ–સમારોહના એક યા બીજા સ્થાને રહીને તેને શોભાવતા આવ્યા છે. આ વખતે સામાયિક-વિજ્ઞાન-સમર્પણ–સમારે હતું અધ્યક્ષપદ સ્વીકારતાં અમે ગૌરવની ઊંડી લાગણી અનુભવીએ છીએ અને તેમને સફલતાભર્યું દીર્ધાયુષ્ય ઈચ્છીએ છીએ.